ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં ઓછું પાણી પીવાથી થઈ શકે આ તકલીફ, જાણો દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

હેલ્થ / શિયાળામાં ઓછું પાણી પીવાથી થઈ શકે આ તકલીફ, જાણો દરરોજ કેટલું પાણી પીવું જોઈએ?

Published By: Pravin Joshi

Last Updated: 03:44 AM, 19 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળામાં તરસ ઓછી લાગવાને કારણે લોકો ઓછું પાણી પીવે છે, પરંતુ નિષ્ણાતો અનુસાર રોજ 500 મિ.લી.થી ઓછું પાણી પીવાથી કિડની, મગજ, મસલ્સ તેમજ પાચન તંત્ર પર ગંભીર અસર પડે છે.

ADVERTISEMENT

સર્દીઓ શરુ થતાં જ લોકોની પાણી પીવાની આદતોમાં મોટો ફેરફાર જોવા મળે છે. ઠંડીના કારણે પ્યાસ ઓછી લાગે છે અને પાણી ઠંડુ હોવાથી પીવાની ઇચ્છા પણ ઓછી થાય છે. પરંતુ આ આદત શરીર માટે જોખમકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ જો કોઈ વ્યક્તિ રોજ 500 મિ.લી. કે તેનાથી પણ ઓછું પાણી પીવે છે, તો લાંબા ગાળે કિડની, મગજ તથા સમગ્ર મેટાબોલિઝમ પર ગંભીર અસર પડી શકે છે.

water-in-morning-2

શરીરમાં પાણીની પૂરતી માત્રા ન હોવાને કારણે કિડનીને ઓછા પાણીમાં જ વધારે ફિલ્ટરેશન કરવું પડે છે. જેના કારણે યુરિન ગાઢ બનવા લાગે છે અને શરીરમાંથી વેસ્ટ પ્રોડક્ટ્સ પૂરતી માત્રામાં બહાર જતાં નથી. આ સ્થિતિ લાંબા સમય સુધી રહે તો કિડનીને નુકસાન થવાની શક્યતા વધે છે. ઠંડીમાં લોકો ઓછી પ્યાસ લાગે એવી ધારણા રાખે છે, પરંતુ હાઈડ્રેશનની કમી કિડનીના હેલ્થ માટે અત્યંત હાનિકારક છે.

water-final

મગજ એટલે કે બ્રેન પર પણ પાણીની અછત સીધી અસર કરે છે. પાણી ઓછું પીવાથી બ્લડ વોલ્યુમ ઘટે છે, જેના કારણે મગજ સુધી પહોંચતી ઓક્સિજનમાં ઘટાડો થાય છે. આ કારણે ફોકસ ન થવો, ચીડિયાપણું, મૂડ સ્વિંગ, ચક્કર આવવા જેવી સમસ્યાઓ જોવા મળે છે. બાળકો અને વડીલોમાં તો આ અસર વધુ ઝડપથી જોવા મળે છે.

Drink Water In Early Morning (5)

શરીરના મસલ્સને યોગ્ય રીતે કાર્ય કરાવવા પણ પાણી આવશ્યક છે. જ્યારે પાણી ઓછું પીવામાં આવે છે ત્યારે મસલ્સ સુધી મળતી એનર્જી ઘટે છે અને થકાવટ, મસલ્સ પેન અને એનર્જી લેવલમાં ઘટાડો અનુભવાય છે. કસરત કરનારાઓ માટે આ સ્થિતિ ખાસ જોખમી છે કારણ કે શરીરના સ્નાયુઓને પુનઃસર્જન માટે પૂરતા હાઈડ્રેશનની જરૂર પડે છે.

પાચનક્રિયામાં પણ પાણીનું મહત્વ ઘણું છે. ડાઈજેસ્ટિવ સિસ્ટમને સક્રિય રાખવા પાણી મુખ્ય ભૂમિકા ભજવે છે. પાણીની કમીથી પાચન ધીમું પડે છે, જેના કારણે કબજિયાત, ગેસ, એસિડિટી અને અપચ જેવી સમસ્યાઓ વધે છે. ખાસ કરીને સर्दીઓને કારણે ખાદ્યપદાર્થો વધુ ભારે ખવાતા હોવાથી પાણી ન પીવાથી સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે.

લાંબા ગાળે હાઈડ્રેશનની કમી ક્રોનિક સમસ્યાઓનું કારણ બની શકે છે. શરીરમાં સ્ટ્રેસ વધે છે, યુરિન ગાઢ બને છે, તાપમાન કંટ્રોલ બગડે છે અને રેનલ સિસ્ટમ પર દબાણ વધે છે. આવા સંકેતોને અવગણવાથી કિડની ફંક્શન ઘટી શકે છે અને ગંભીર રોગોનું જોખમ વધી શકે છે.

આ પણ વાંચોઃ સવારીની આ 7 આદતો પેટનો ચૂરો બોલાવી નાખશે! ડોક્ટરે શેર કર્યું લિસ્ટ, ખતરો ઓળખી લેજો

નિષ્ણાતોનું કહેવું છે કે ઠંડીમાં પણ શરીરને રોજ 1.5 થી 2.5 લિટર પાણીની જરૂર રહે છે. ગરમ પાણી કે નિયમિત ઈન્ટરવલમાં પાણી પીવાની આદત અપનાવીને આ જોખમોથી બચી શકાય છે. શરીરનું હાઈડ્રેશન જાળવવું માત્ર ગરમીમાં જ નહીં, પણ સર્દીઓમાં પણ એટલું જ જરૂરી છે.

(DISCLAIMER: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WinterHealth KidneyHealth HydrationTips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ