ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / વિઝા નથી, તો ટેન્શન શેનું લેવાનું? ફરી આવો Countries, એ પણ વગર Visaએ
Last Updated: 12:22 PM, 12 February 2026
ADVERTISEMENT
ઘણીવાર એવું થાય છે કે આપણે સોશિયલ મીડિયા પર સુંદર દેશોના ફોટોઝ જોઈએ છીએ અને પછી ત્યાં જવાની ઇચ્છા થઈ જાય છે. પણ જ્યારે વિઝા, ફ્લાઇટ ટિકિટ અને ત્યાં થનારો ખર્ચ વગેરેની ગણતરી કરવા લાગીએ એટલે બધી જ ઇચ્છા મરી જાય છે. આપણે સપનું અમેરિકા કે યુરોપ ફરવા જવાનું જોઈએ છીએ, પણ હકીકતમાં ત્યાં પહોંચી શકતા નથી. ભારતીય મુસાફરોની આ જ સમસ્યા ઉકેલવા માટે વિઝા પ્લેટફોર્મ એટલીસે એક નવો ટ્રાવેલ રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં 50 દેશોનું રેન્કિંગ આપવામાં આવ્યું છે, જેનાથી ખબર પડી જશે કે ભારતીય માટે વિશ્વના કયા ખૂણે જવું સૌથી સરળ અને સસ્તું છે.
ADVERTISEMENT
આ નવા રેન્કિંગમાં એશિયન દેશોએ બાજી મારી લીધી છે. જો કોઈ પણ પ્રકારની ઝંઝટ વિના વિદેશ ફરવા માંગતા હોવ તો ટોપ 10 લિસ્ટમાં શ્રીલંકા, થાઇલેન્ડ, યુએઈ, નેપાળ, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ, માલદીવ, ઓમાન અને મોરેશિયસ જેવા નામ સામેલ છે. આ દેશોમાં જવું ભારતીયો માટે સૌથી સરળ છે કારણ કે અહીં વિઝાની જરૂર નથી કે પછી વિઝા-ઓન-અરાઇવલ અને ઇ-વિઝા જેવી સુવિધાઓ ખૂબ જ સરળ છે. કનેક્ટિવિટીના મામલે પણ આ દેશો બહારથી ઘણા નજીક છે એટલે કે ફ્લાઇટ્સ પણ ઘણી મળી જશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ રિપોર્ટમાં એક ખૂબ જ રસપ્રદ વાત સામે આવી છે. લોકપ્રિયતાના મામલે ભલે અમેરિકા, બ્રિટન, સ્પેન જેવા પશ્ચિમી દેશો ભારતીયોની લિસ્ટમાં ઉપર હોય, પણ ખરેખર ત્યાં પહોંચવું કોઈ પડકારથી ઓછું નથી. વિઝાની લાંબી પ્રક્રિયા, મહિનાઓનું લાંબુ વેઇટિંગ લિસ્ટ અને ભારે-ભરખમ ખર્ચને કારણે આ દેશ રેન્કિંગમાં ઘણા નીચે સરકી ગયા છે. રેન્કિંગમાં ફ્રાંસ 14મા અને જર્મની 15મા નંબર પર છે, પણ બ્રિટન 23મા અને અમેરિકા 26મા સ્થાન પર છે. એટલીસ પ્રમાણે, લોકો આ દેશો વિશે સર્ચ તો ઘણું કરે છે, પણ વિઝામાં આવતી અડચણોને કારણે ટિકિટ બૂક કરાવી શકતા નથી.
આ પણ વાંચો: Hug Day 2026: કેમ ઉજવવામાં આવે છે હગ ડે? સાથે જાણો વૈજ્ઞાનિક કારણ
ADVERTISEMENT
ઓછા પૈસામાં વિદેશ ફરવા જવું હોય, તો રિપોર્ટ પ્રમાણે, નેપાળ, લાઓસ, શ્રીલંકા, થાઇલેન્ડ અને વિયેતનામ સૌથી સસ્તા ડેસ્ટિનેશન છે. જો કે, લકઝરી ટ્રીપનો શોખ હોય તો માલદીવ, સ્વિટ્ઝર્લૅન્ડ, ફિજી, ફ્રાન્સ અને ઇટલી સૌથી સારા ઓપ્શન છે. ખાસ વાત એ છે કે ભારતીય પાસપોર્ટની તાકાત પણ હવે પહેલા કરતાં વધી છે. જાન્યુઆરી 2026ના ડેટા પ્રમાણે, ભારતીય પાસપોર્ટ હવે 80મા ક્રમે છે અને હવે ભારતીયો 55 દેશોમાં કોઈ પણ વિઝાની ઝંઝટ વિના જઈ શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહિલા મુસાફરો વચ્ચે થાઇલેન્ડ, યુએઈ, જાપાન, હોંગકોંગ અને શ્રીલંકા સૌથી વધુ પસંદ કરાતા દેશો છે. જો સોલો ટ્રીપ કરવી હોય તો વિયેતનામ અને લાઓસ જેવા દેશો સૌથી સલામત અને સૌથી સુલભ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.