સાઉથ કોરિયન ટેક્નોલોજી દિગ્ગજ કંપની Samsungએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy Note 8ને લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનને ન્યૂયોર્કમાં આયોજિત અનપેક્ડ ઇવેન્ટમાં લોન્ચ કર્યો. આ સ્માર્ટફોને મિડનાઇટ બ્લેક મેપલ ગોલ્ડ ઓર્ચિડ ગ્રે અને ડીપ સી બ્લૂ કલરના વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. યુએસમાં આ ફોનની કિંમત $930 (આશરે 59 500 રૂપિયા) થી લઇને અલગ-અલગ વેરિયન્ટને હિસાબે $960 (આશરે 61 500 રૂપિયા) રાખવામાં આવી છે.
આ સ્માર્ટફોનના સ્પેશિફિકેશનની વાત કરીએ તો 6.3 ઇંચનો Quad HD+ Super AMOLED(2960*1440 પિક્સલ) (521ppi) ઇન્ફિનિટી ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે સાથે એઝ ટૂ એઝ એક્સપિરિયન્સ માટે S પેન પણ આપવામાં આવ્યું છે. આ સિમ્પલ નોટ્સ સિવાય લાઇવ મેસેજ પણ સેન્ડ કરી શકી શકાય છે. આ વાસ્તવમાં તમારી રાઇટિંગ અને ડ્રોઇંગની GIF ફાઇલ થાય છે. બન્ને ફોન અને stylus IP68 વોટરપુફ્ર છે.
આ સ્માર્ટફોનમાં હાઇબ્રિડ સિમ સપોર્ટ કરશે એટલે કે એક નેનો સિમ અથવા તો માઇક્રો SD કાર્ડ (256GB સુધી) લગાવી શકાશે અથવા તો બન્ને નેનો સિમ પણ લગાવી શકાશે. Galaxy Note8 એન્ડ્રોઇડ 7.1.1 નૂગટ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે. સેમસંગના આ સ્માર્ટફોનમાં વર્ચુઅલ આટિસ્ટન્ટ Bixby આપવામાં આવ્યુ છે અને કંપની ઇચ્છે છે કે આ સ્માર્ટફોનની તમામ સર્વિસ માટે આ એક બોકબોન ની જેમ કામ કરે છે. સાથે આમાં લેટેસ્ટ VR ગેયર અને DeX વર્ક્સસ્ટેશનની પણ સપોર્ટ છે.
ક્નેક્ટિવીટી માટે Galaxy Note8માં Wi-Fi 802.11 a/b/g/n/ac (2.4/5GHz) VHT80 MU-MIMO 1024QAM Bluetooth v 5.0 ANT+ USB Type-C અને NFC સપોર્ટ છે.સૌથી મહત્વપૂર્ણ આ સ્માર્ટફોનની બેટરીની જો વાત કરવામાં આવે તો Galaxy Note 7ની સરખામણીમાં ઓછી ક્ષમતા ધરાવતી 3 300mAhની બેટરી આપવામાં આવી છે. Note 7માં 3 500mAhની બેટરી આપવામાં આવી છે. સેફ્ટીને ધ્યાનમાં રાખીને આ સ્માર્ટફોનની બેટરીને 8 પોઇન્ટ બેટરી સેફ્ટી ચેકમાં થઇ હતી. આ સાથે જ આમાં ચાર્જિગ માટે વાયરલેસ ચાર્જિગ અને USB-Cથી ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે.
કેમેરાની જો વાત કરવામાં આવે તો આમાં રિયરમાં ડ્યુઅલ ઓપ્ટિકલ ઇમેશ સ્ટેબિલાઇઝેશનની સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. એક કેમેરા વાઇડ એન્ગલ કેમેરા છે જે f/1.7 અપર્ચરની સાથે 12 મેગાપિક્સલનો છે જ્યારે બીજો કેમેરા ટેલિફોટો કેમેરા છે જે f/2.4 અપર્ચરની સાથએ 12 મેગાપિક્સલનો છે. આ કેમેરાથી 10X સુધી ડિજિટલ ઝૂમ કરી શકાશે. આ સેલ્ફી કેમેરાની જો વાત કરવામાં આવે તો f/1.7 અપર્ચરની સાથે 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે.