બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / તમારા કામનું / Aerospace X1: દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રિક વિમાને ભરી ઉડાણ, ખર્ચ માત્ર 480 રૂપિયા

કામની વાત / Aerospace X1: દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રિક વિમાને ભરી ઉડાણ, ખર્ચ માત્ર 480 રૂપિયા

Published By: Nirav Kumar

Last Updated: 05:41 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાર્ટ એરોસ્પેસના X1 ઇલેક્ટ્રિક વિમાને માત્ર 480 રૂપિયાના ખર્ચે સફળ ટેસ્ટ ફ્લાઇટ કરીને બતાવ્યું કે વધુ ફ્યુઅલ વગરની ઉડાન હવે શક્ય છે. આગામી વર્ષોમાં ES-30 હાઇબ્રિડ વિમાન રીજનલ ફ્લાઇટ્સનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

અત્યાર સુધી વિમાન ઉડાડવું એટલે આકાશમાં હજારો લિટર ફ્યુઅલ ખર્ચવું થતું પણ હવે આ વાત બદલાઈ રહી છે. અમેરિકામાં એક એવું વિમાન પહેલી વાર આકાશમાં પહોંચ્યું છે જે પેટ્રોલ કે કેરોસીન નહીં, માત્ર બૅટરીની શક્તિથી ઉડે છે. માત્ર 27 મિનિટની ટેસ્ટ ફ્લાઇટમાં તેનો વીજળીનો ખર્ચ માત્ર 480 રૂપિયા જ આવ્યો. એવિયેશનની દુનિયામાં આને મોટા ગેમ-ચેન્જર તરીકે જોવામાં આવી રહ્યું છે

અમેરિકન સ્ટાર્ટઅપ હાર્ટ એરોસ્પેસે તાજેતરમાં પોતાના ઓલ-ઇલેક્ટ્રિક વિમાન ‘X1’ની પહેલી સફળ ઉડાન પૂરી કરી છે. આને વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ માનવામાં આવી રહ્યું છે. 12 ઓગસ્ટે ન્યૂયોર્કના પ્લૅટ્સબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આ વિમાને ઉડાન ભરી. 27 મિનિટની આ ટેસ્ટમાં તે 1100 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યું અને સુરક્ષિત રીતે ઊતર્યું.

Aerospace X1 (2)

X1 કોઈ નાના પ્રાઇવેટ વિમાન જેવું નથી. તેની લંબાઈ લગભગ 106 ફૂટ છે અને નોઝથી ટેલ સુધી લગભગ 76 ફૂટ. ટેકઑફ વખતે તેનું વજન 25,000 પાઉન્ડ (11,340 કિલો)થી વધુ હતું. છતાં પણ તે સંપૂર્ણરીતે બૅટરીથી ચાલતી ઇલેક્ટ્રિક પાવરટ્રેનની મદદથી આકાશમાં ઊંચે ચઢ્યું.

આ ઉડાન દરમિયાન ઇલેક્ટ્રિક પાવરટ્રેને 1 મેગાવૉટથી વધુ પાવર આપ્યો. કંપનીના જણાવ્યા અનુસાર આખી ટેસ્ટ ફ્લાઇટમાં વપરાયેલી વીજળીનું બિલ માત્ર 5 ડોલર આવ્યું, જે આપણા રૂપિયામાં લગભગ 480 રૂપિયા થાય.

Aerospace X1 (1)
  • એરલાઇન્સની દુનિયા બદલાઈ જશે

ઇલેક્ટ્રિક વિમાનની સૌથી મોટી વિશેષતા માત્ર પ્રદૂષણ ઘટાડવાની નથી. તે એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચને પણ નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. આજે વિમાન ચલાવવું ખૂબ મોંઘું પડે છે. ટૂંકા અંતરની યાત્રામાં પણ હજારો લિટર ફ્યુઅલ ખર્ચાઈ જાય છે. ભારત જેવા દેશો પણ એવિયેશન ફ્યુઅલમાં બ્લેન્ડિંગ કરીને ખર્ચ ઘટાડવાના રસ્તા શોધી રહ્યા છે.

X1માં મોટું બૅટરી પૅક અને ભારે ઇલેક્ટ્રિક મોટર છે, જે સસ્તી વીજળીથી ચાર્જ થાય છે. કંપનીનું માનવું છે કે આ ટેક્નોલોજીથી એવિયેશન સેક્ટરનો મોટો ખર્ચ ઘટશે અને તેનો સીધો ફાયદો સામાન્ય મુસાફરોને મળશે.

Aerospace X1 (4)

ES-30: 30 મુસાફરો અને 804 કિમીનું સફર

કંપનીનો અસલી ટાર્ગેટ ES-30 નામનું હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક વિમાન તૈયાર કરવાનું છે. તેમના દાવા મુજબ આ વિમાન રીજનલ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચને 40 ટકાથી વધુ ઘટાડી શકે છે. ES-30માં 30 મુસાફરો તેમના સામાન સાથે બેસી શકશે. તેમાં પરંપરાગત ફ્યુઅલથી ચાલતા એન્જિન સાથે મોટી ઇલેક્ટ્રિક મોટર પણ હશે. બંને સાથે કામ કરશે અને પૂરા ટૅંક તથા સંપૂર્ણ ચાર્જ બૅટરી સાથે લગભગ 500 માઇલ (804 કિમી) સુધીની મુસાફરી કરી શકશે. માત્ર ઇલેક્ટ્રિક મોડમાં તે આશરે 125 માઇલ (201 કિમી) સુધી ઉડી શકશે.

બૅટરી ખાલી થયા બાદ ફરીથી ચાર્જ કરવામાં લગભગ 30 મિનિટ જ લાગશે. તેથી જ હાર્ટ એરોસ્પેસ આને ટૂંકા અંતરની રીજનલ ફ્લાઇટ્સ માટે મોટા ફેરફાર તરીકે જોઈ રહી છે.

X1 માત્ર ટેસ્ટિંગ પ્લેટફોર્મ

X1 મુસાફરોને લઈને ઉડવા માટે નથી. તે ભવિષ્યના ES-30 માટે જરૂરી ટેક્નોલોજી ચેક કરવા માટેનું પ્લેટફોર્મ છે. કંપની તેના દ્વારા ઇલેક્ટ્રિક પાવરટ્રેન, એરોડાયનામિક્સ અને ફ્લાઇટ પરફોર્મન્સની તપાસ કરી રહી છે. આ પહેલી ટેસ્ટ અમેરિકાની ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA)ના સ્પેશિયલ એરવર્થિનેસ સર્ટિફિકેટ હેઠળ પ્રાયોગિક કેટેગરીમાં થઈ હતી. ટેસ્ટમાં ટેકઑફ, ઊંચાઈ સુધી પહોંચવું, વિવિધ મેન્યુવર અને લૅન્ડિંગ જેવા તમામ પગલાં સફળતાપૂર્વક પૂર્ણ થયા.

Aerospace X1 (3)

કંપનીએ ES-30ના ટાઇપ સર્ટિફિકેશન માટે 2031નો ટાર્રાગેટ રાખ્યો છે. તે પહેલાં અનેક તબક્કાની ટેસ્ટિંગ અને સુરક્ષા પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. X1 આ લાંબી મુસાફરીનો મહત્ત્વનો ભાગ છે. ફાઉન્ડર અને CEOના મતે X1ની પહેલી ઉડાને બતાવ્યું છે કે ઇલેક્ટ્રિક ફ્લાઇટ હવે કમર્શિયલ એરલાઇનરના સ્તર સુધી પહોંચી શકે છે. તેઓ માને છે કે આ વિમાનો ભવિષ્યમાં એરલાઇન્સની અર્થવ્યવસ્થા બદલી નાખશે અને મુસાફરો માટે હવાઈ મુસાફરી સસ્તી બનાવશે.

વધુ વાંચો : આ 5 ટેવ મિડલ ક્લાસને બનાવી શકે અમીર, શું તમે પણ કરો છો આવી ભૂલ?

ક્યારે શરૂ થશે ઇલેક્ટ્રિક ફ્લાઇટ?

ES-30ના પ્રી-પ્રોડક્શન હાઇબ્રિડ વિમાનની મેન્યુફેક્ચરિંગ લોસ એન્જલસ સ્થિત પાયલટ પ્લાન્ટમાં શરૂ થઈ ચૂકી છે. ફ્લાઇટ ટેસ્ટિંગ પ્રોગ્રામ 2028માં શરૂ કરવાનું લક્ષ્ય છે. જો બધું બરાબર રહે તો આગામી બે વર્ષમાં પહેલી ઇલેક્ટ્રિક ફ્લાઇટની ટેસ્ટિંગ શરૂ થઈ શકે છે. તેના પરિણામ પર જ આગળનો રસ્તો નક્કી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hart Aerospace electric aircraft test flight

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ