ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:04 PM, 6 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
'લતા મંગેશકર' નામ હી કાફી હૈ. કહેવાય છે કે સફળ માણસ પાછળ ઘણી વાર્તાઓ તથા કિસ્સાઓ જોડાયેલ હોય છે. લતા મંગેશકરના જીવનના પણ ઘણા આવા સાંભળ્યા ન હોય તેવા કિસ્સાઓ છે. આ કિસ્સાઓથી ખબર પડે છે કે તેમણે પોતાના જીવનમાં ઘણું ગુમાવીને, કંઈક પામ્યું છે. આ કઠણાઈઓને પર કર્યા બાદ જ તેઓ દુનિયાભરમાં પોતાની ઓળખાણ બનાવી શક્યા.
લતા સંગીતની દુનિયામાં એક પૂજનીય તથા સમ્માનિત ગાયિકા હતા. એટલે ફેંસને તેમના જીવન સાથે જોડાયેલ દરેક નાની-મોટી વાત જાણવાનો હક છે. ચાલો જાણીએ કે લતા મંગેશકરની લાઈફ સાથે જોડાયેલ અમુક કિસ્સાઓ, જે કોઈને ખબર નથી. 28 સપ્ટેમ્બર, 1929ના રોજ લતાનો જન્મ ઇન્દોરમાં થયો હતો. જન્મ સમયે તેમનું નામ હેમા હતું. ત્યાર બાદ તેમના પિતા દીનાનાથે 'ભાવબંધન' નાટકના એક ફીમેલ કેરેક્ટરથી પ્રભાવિત થઈને પોતાની પુત્રીનું નામ 'લતા મંગેશકર' પાડ્યું.
ADVERTISEMENT
લતા મંગેશકર બાળપણથી જ ઘરની જવાબદાર પુત્રી હતા. સંગીત તથા નાટકોની કળા તેમને વિરાસતમાં મળી હતી. તેઓ ફક્ત પાંચ વર્ષના હશે, જ્યારે તેમને પોતાના પિતા દીનાનાથ સાથે મ્યુઝીકલ પ્લેમાં અભિનય કરવાનું શરુ કરી દીધું હતું. આ ઉપરાંત, તેમણે પોતાની નાની પાસેથી લોક ગીતો પણ શીખ્યા હતા.
તમન જાણીને હેરાની થશે કે પોતાના જીવનકાળમાં લતા ભણવા માટે ફક્ત એક દિવસ સ્કૂલ ગયા. કહેવાય છે કે લતા મંગેશકર સ્કૂલમાં બાળકોને ગાવાનું શીકવવા માંગતા હતા, પરંતુ સ્કૂલ ટીચરને તેમની આ વાત પસંદ ન આવી. તેમને એ ન કરવા મળ્યું, જે તેઓ કરવા માંગતા હતા. બસ એટલે જ લતાજીએ સ્કૂલ જવાનું બંધ કરી દીધું. બીજી બાજુ, એમ પણ કહેવાય છે કે લતા મંગેશકર પોતાની નાની બહેન આશા ભોસલેને સ્કૂલ સાથે લઇ જવા માંગતા હતા. પરંતુ એવું બન્યું નહિ, આ જ કારણ હતું કે તેમને સ્કૂલ જવાનું છોડી દીધું.
ADVERTISEMENT
1942માં પિતા દીનાનાથના મૃત્યુ બાદ લતા મંગેશકર પર દુખોનો પહાડ તૂટી પડ્યો. 13 વર્ષની ઉંમરમાં જ્યારે બાળકો રમતા હોય છે, ત્યારે લતાજી પર ઘર ચલાવવાની જવાબદારી આવી ગઈ. બસ ત્યારથી જ તેમણે ગાયિકી તથા અભિનયમાં કરિયર બનાવવાનું શરુ કરી દીધું.
1945માં લતા મંગેશકરને માસ્ટર વિનાયકે બડી માં ફિલ્મમાં નાનકડો રોલ પણ ઓફર કર્યો. પરંતુ લતાજીને ગાયિકી તરફ વધારે રૂચી હતી એટલે, તેમણે એ જ વર્ષે ઉસ્તાદ અમન અલી ખાન દ્વારા ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરુ કરી દીધું હતું.
ADVERTISEMENT
કહેવાય છે કે ઘણી વખત રીજેક્ષણ પણ તમારા જીવનમાં ખુશીઓ લઇ આવે છે. લતા મંગેશકરના જીવનમાં ઘણા એવા મોકાઓ આવ્યા જ્યારે તેમનો અવાજ રીજેક્ટ કરાયો હતો, પરંતુ લતાજી સાથે માં સરસ્વતીનાં આશીર્વાદ હતા. 1949માં મહાન ગાયિકાએ મહાલ ફિલ્મના ગીત 'આયેગા આનેવાલા' ને પોતાનો અવાજ આપ્યો. આ ગીતને તેમણે એટલી સુંદરતાથી ગયું કે સાંભળવાવાળો દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઇ જાય.
લાઈમલાઈટથી ખુદને દૂર રાખવાવાળી લતાએ પરિવારના લીધે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. પોતાની ગાયિકીથી લોકોના દિલો પર રાજ કરવાવાળી લતા મંગેશકરને ઘણા એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. પોતાની કરિયરમાં તેમણે સુંદર ગીતો ગાઈને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ