ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / laal singh chaddha earns rs 8 crore from advance booking raksha bandhan has a low score with only rs 3 cror
ADVERTISEMENT
ADVERTISEMENT
બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની આવનારી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા ' અને અક્ષય કુમારની ફિલ્મ 'રક્ષાબંધન' 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝ પહેલા બંને ફિલ્મો ખૂબ ચર્ચામાં છે અને સોશિયલ મીડિયા પર બંને ફિલ્મોને બોયકોટ અને સપોર્ટમાં પોસ્ટ કરી રહ્યા છે. જો કે, લાગે છે કે બોયકોટ કરવાની માગનો કોઈ ખાસ્સો ફરક દેખાતો નથી, કારણ કે એડવાંસ બુકીંગના આંકડાઓ ચોંકાવનારા છે.
શાનદાર રહ્યું એડવાંસ બુકીંગ
ADVERTISEMENT
આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢા ની વાત કરીએ તો, તેનું એડવાંસ બુકીંગ શાનદાર રહ્યું છે. બોક્સઓફિસના રિપોર્ટ અનુસાર ફિલ્મ એડવાંસ બુકીંગથી 8 કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી રહી છે. દિલ્હી-એનસીઆરમાં ફિલ્મનું ખૂબ એડવાંસ બુકીંગ થઈ રહ્યું છે. આ ફિલ્મ પંજાબની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. પણ રાજ્યની એડવાંસ બુકીંગ માટે રિસ્પોન્સ હજૂ પણ કંઈ ખાસ નથી જણાતો.
રક્ષાબંધન ખૂબ પાછળ રહી ગઈ
ADVERTISEMENT
આ જ દિવસે રિલીઝ થનારી અક્ષય કુમારની રક્ષાબંધનની વાત કરીએ તો, તેના એડવાંસ બુકીંગમાં કંઈ ખાસ નથી રહ્યું. માનવામાં આવી રહ્યું છે કે, એડવાંસ બુકીંગથી ફિલ્મ 3 કરોડની આસપાસ કમાણી કરી શક્યુ છે. જો કે, એડવાંસ બુકીંગના આ આંકડા અક્ષય કુમારની પાછલી બંને ફ્લોપ ફિલ્મ બચ્ચન પાંડે અને સમ્રાટ પૃથ્વીરાજથી ખૂબ શાનદાર રહ્યું. ફિલ્મને જે ખૂબ ફાયદો મળ્યો છે, તે આવનારી રજાના અઠવાડીયાનો મળશે. એડવાંસ બુકીંગમા ંઆ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢા થી ખૂબ પાછળ રહી ગઈ છે.
લાંબા સમય બાદ થશે મોટો ક્લૈશ
ADVERTISEMENT
લાંબા સમય બાદ બોલિવૂડમાં 2 મોટી ફિલ્મ એક સાથે ક્લૈશ થઈ રહી છે. જો કે, બંને ફિલ્મ રક્ષાબંધન અને સ્વતંત્રતા દિવસની રજાઓ પર રિલીઝ થઈ રહી છએ. હવે જોવાનું એ રહેશે કે, રિલીઝ થયા બાદ તેનો બિઝનેસ કેવો રહે છે. આપને જણાવી દઈએ કે, લાલ સિંહ ચડ્ઢા આમિર ખાનની સાથે કરીના કપૂર, મોના સિંહ અને નાગા ચૈતન્ય મુખ્ય ભૂમિકાઓમાં દેખાઈ રહ્યા છે. જ્યારે રક્ષા બંધનની વાત કરીએ તો, આનંત એલ રાયના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર ઉપરાંત ભૂમિ પેડનેકર, સાદિયા ખતીબ અને સીમા પહવા જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ