બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 01:20 PM, 1 June 2022
ADVERTISEMENT
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા સિંગર કેકેના નિધનથી કરોડો ફેન્સ શોકમાં ગરકાવ થયા છે. આખુ બોલિવુડ ગમગીન બન્યુ છે. કોલકાતામાં લાઇવ કોન્સર્ટમાં પોતાના સૂરોથી હાજર જનમેદનીને ડોલાવી રહેલા આ સિંગરે એકાએક જ ફાની દુનિયાને અલવિદા કહી દીધું. કોને ખબર હતી કે આ તેમનો લાસ્ટ શૉ હશે. અને કહેવાય છેને કે ઘણીવાર ઇશ્વર આપણને બોલાવે છે. ત્યારે કેકે સાથે પણ એવુ જ કંઇક બન્યુ. કેકેના કોન્સર્ટનો એક વીડિયો વાયરલ થયો તેમાં તેઓ એવુ બોલ્યા હતા કે હાય મે મર જાઉ.
કોન્સર્ટ દરમિયાન બગડવા લાગી હતી તબિયત
ADVERTISEMENT
કહેવામાં આવી રહ્યું છે કે કોન્સર્ટ દરમિયાન કેકેની તબિયત બગડવા લાગી હતી. કોન્સર્ટના કેકેના તમામ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે વારંવાર પરસેવો લૂછતો જોવા મળે છે.વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેકેની તબિયત ઠીક નથી લાગી રહી તેમ છતા તે શો કન્ટીન્યૂ કરે છે.
' હાય, મે મર જાઉં યહી પે' - કેકે
એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેકે એવુ બોલતા જોવા મળી રહ્યા છે કે હાય, મે મર જાઊં. કેકે પોતાનું જ સોન્ગ 'આંખો મેં તેરી અજબ સી અજબ સી અદાએ હૈ' ગાતા જોવા મળી રહ્યા છે. તે વખતે ચાહકો તરફ માઇક ફેરવીને ચાહકોને સોન્ગ ગાવાનું કહે છે. ચાહકો ગીતની લાઈનોનું પુનરાવર્તન કરે છે. આ સાંભળીને KK ખુશ થઈ જાય છે અને પ્રેમથી કહે છે 'હાય, મે મર જાઉં. કેકેનો આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.
શૉ દરમિયાન સ્પોર્ટ્સ લાઇટ કરાવી બંધ
મહત્વનું છે કે કોલકાતાની ગુરુદાસ કોલેજના ફેસ્ટમાં કેકેનો લાઇવ શોમાં પર્ફોમ કરી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર તેઓ કોન્સર્ટ દરમિયાન અનેકવાકર તબિયત બગડી રહી હોવાની વાત કરી રહ્યા હતા. જ્યારે વધુ મુશ્કેલી થવા લાગી તો તેણે નિર્માતાઓને સ્પોટલાઇટ બંધ કરવા કહ્યું.
West Bengal | Family of singer #KK arrives in Kolkata. The singer passed away last night after a live performance in the city. His body is kept at CMRI hospital from where it will be taken to SSKM hospital. pic.twitter.com/F9kDmZDqz4
— ANI (@ANI) June 1, 2022
લગભગ 8:30 વાગ્યાની આસપાસ, કેકે લાઇવ કોન્સર્ટ સમાપ્ત કરીને હોટેલ પરત ફર્યા. જો કે, અહીં પણ તેમને રાહત ન મળી અને તે અચાનક જ ઢળી પડ્યા. ત્યારબાદ તેમને સાડા દસની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ડૉક્ટરોએ તેમને મૃત જાહેરકર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT