ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
યે રિશ્તા ક્યા કહેલાતા ફેમ કરણ મેહરાની પર્સનલ લાઇફમાં ઘણી સમસ્યા ચાલી રહી છે. કરણ પર તેની પત્નીએ કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જો કે આ મામલે કરણે બોલવાનું ટાળ્યુ હતું. પરંતુ હવે કરણે ચુપ્પી તોડી છે. હાલમાં જ કરણ મહેરાએ પત્નીના તમામ આરોપો નકારી કાઢ્યા છે અને પત્ની નિશા પર દગાખોરીનો આરોપ લગાવ્યો છે. કરણ મેહરાનું કહેવુ છે કે નિશાએ ખુદ કેટલીક વાતો કબૂલ કરી છે. જ્યારે તેણે તે વાત લોકોને જણાવી અને લોકો તેને સાચી માની રહ્યા હતા. તેણે કહ્યુ મારી પત્નીએ મને દગો આપ્યો છે. એટલુ જ નહી 11 મહિનાથી કોઇ અન્ય શખ્સ મારા ઘરમાં રહી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
'11 મહિનાથી પરપુરુષ મારા ઘરમાં રહી રહ્યો છે'
એક ઇન્ટરવ્યુ દરમિયાન કરણે જણાવ્યું કે તેના અફેરની વાત ખુદ તેણે પોતે કબૂલી છે. અફેર બાદ પણ મે તેને ફરીથી ઘરમાં આવવા દીધી. અમે ફરીથી શરુઆત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ છેલ્લે તો સ્પષ્ટ ખબર પડી ગઇ કે કોના મનમાં શું છે. આજે પણ મારા ઘરે કોઇ પુરુષ મારા ઘરમાં રહી રહ્યો છે. છેલ્લા 11 મહિનાથી તે શખ્સ મારા ઘરમાં જ રહી રહ્યો છે.તે પોતાની પત્ની અને બાળકોને છોડીને મારા ઘરે રહેવા આવી ગયો છે. આવી સ્થિતિમાં હું પોતે મારી લડાઇ લડી રહ્યો છું.
ADVERTISEMENT
ADVERTISEMENT
'હું તેની બેવફાઇ સાબિત કરીને રહીશ'
ADVERTISEMENT
કરણે વધુમાં જણાવ્યું કે આ લડાઇ હું લડતો રહીશ. હું તેની બેવફાઇ સાબિત કરીને રહીશે. તેઓએ મળીને મને ઘરમાઁથી કાઢ્યો છે. મારી 20 વર્ષની મહેનત અને મારી છબીને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો છે જેથી સરળતાથી તે લોકોને મારુ ઘર, ગાડી, બિઝનેસ, અને પૈસા મળી જાય. આ મુશ્કેલીઓમાંથી હું પસાર થઇ રહ્યો છું અને હાલ પણ મજબૂતીથી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છું.
સંકળાયેલા મુદ્દાઓ