ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut will play the role of sita in film sita the incarnation

બોલીવુડ / હવે સાઉથનો આ સુપરસ્ટાર બનશે રામ, કંગના રનૌત કરશે સીતાનો રોલ, Adipurush ની ટ્રોલિંગ વચ્ચે નવા ફિલ્મની ચર્ચા

Published By: Jaydeep Shah

Last Updated: 10:37 AM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી કંગના રનૌત ફિલ્મ ધ ઇન્કરનેશન : સીતામાં સીતાની ભૂમિકામાં જોવા મળશે અને રામના પાત્ર માટે તામિલ સ્ટાર ચિયાન વિક્રમના કાસ્ટિંગની અટકળો લગવાઈ રહી છે.

ADVERTISEMENT

  • આદિપુરુષના ટીઝરની ચારેતરફ થઈ રહી છે નિંદા 
  • હવે અન્ય ફિલ્મમાં કંગના રનૌત સીતાના પાત્રમાં જોવા મળશે 
  • રામના પાત્ર માટે તામિલ સ્ટાર ચિયાન વિક્રમને કાસ્ટ કરવામાં આવી શકે છે

 

જેમ જેમ બૉલીવુડની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે, સાઉથના કલાકારોની ડિમાન્ડ વધી રહી છે. આ જ કારણ છે કે બૉલીવુડમાં રિતિક રોશન, રણવીર સિંહ, રણબીર કપૂર, અમીર ખાન જેવા નામોની ચર્ચા ફિલ્મોમાં ભગવાન રામના પાત્રો માટે થતી હતી, હવે તેમની જગ્યાએ સાઉથના ચહેરા જોવા મળે છે. ત્રણ દિવસ પહેલા ભલે આદિપુરુષનાં ટ્રેલરની નિંદા થઈ હોય, પણ પ્રભાસને તો લોકોએ સ્વીકાર્યો છે. તેમને વર્ષ 2023માં આવનાર આ ફિલ્મ માટે ખૂબ  જ પ્રેમ મળ્યો છે. હવે રામ - સીતાને લઈને હજુ એક ફિલ્મની ચર્ચા છે, જેમાં સિતાનો રોલ કંગના રનૌત નિભાવશે, પણ રમનાં રોલ માટે તામિલ સ્ટારને કાસ્ટ કરવાની વાત ચાલી રહી છે. 

ડાયરેક્ટરે શેર કરી તસવીર 
કંગના આજકાલ પોતાની ફિલ્મ ઇમરજન્સીનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં ડાયરેક્ટર અને એક્ટર બંનેની ભૂમિકામાં છે. તેના આગામી VFX થી ભરપૂર પ્રોજેક્ટ ધ ઇન્કરનેશન : સીતાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં રામના રોલ માટે તામિલ સુપરસ્ટાર ચિયાન વિક્રમને ફાઇનલ કરવામાં આવશે. હાલમાં ફિલ્મના નિર્દેશક અલૌકિક દેસાઇએ વિક્રમ સાથે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીર પણ શેર કરી હતી. જોકે, તેમણે આ ફોટોમાં વિજરાંને તાજેતરની ફિલ્મ પીએસ-1 માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને સાથે જ લખ્યું છે કે મિટિંગ સારી રહી. હેશટેગમાં તેમણે રામ અને સીતા પણ લખ્યું છે. ત્યાર બાદથી એવી અટકળો લગાવાઈ રહી છે કે વિક્રમને કંગના સાથે આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવશે. 

સીતાના દ્રષ્ટિકોણથી રામાયણ 
આ ફિલ્મ મહાકાવ્ય રામાયણને સીતાના દ્રષ્ટિકોણથી પ્રસ્તુત કરશે. વિજેન્દ્ર પ્રસાદે અલૌકિક દેસાઈ સાથે મળીને આ ફિલ્મ લખી છે. વિજેન્દ્ર પ્રસાદે અગાઉ 2019માં કંગના માટે મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી લખી હતી. સલોની શર્મા અને અંશીતા દેસાઈ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. અલૌકિક  દેસાઈની આ ફિલ્મ ભગવાન રામને મળ્યા પહેલા અને લગ્ન પહેલા સીતાનું જીવન બતાવશે. આ ફિલ્મ સીતાના મૂલ્યો વિશે વાત કરશે અને જેણે તેમના વ્યક્તિત્વને આકાર આપ્યો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Gujarati News Kangana Ranaut કંગના રનૌત Bollywood

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ