ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / kamal haasan said chols were not hindus

વિવાદનો ભડકો / આખરે કેમ અમુક લોકો કહી રહ્યા છે શિવને માનીએ પણ હિન્દુ નથી, કમલ હાસનનાં નિવેદન બાદ ભડક્યો મોટો વિવાદ

Published By: Jaydeep Shah

Last Updated: 02:25 PM, 7 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા કમલ હાસને કહ્યું કે ચોલ વંશ હિન્દુ ન હતો. આ નિવેદનને કારણે મોટો વિવાદ શરૂ થઈ ગયો છે.

ADVERTISEMENT

  • કમલ હાસને કહ્યું ચોલ રાજાઓ હિન્દુ ન હતા 
  • ચોલ રાજાઓના સમયે 'હિન્દુ ધર્મ' ન હતો : કમલ હાસન 
  • ચોલ રાજાઓ કરતાં હતા શિવની ઉપાસના 

કમલ હાસને કહ્યું ચોલ રાજાઓ હિન્દુ ન હતા 

અભિનેતાથી નેતા બનેલા કમલ હાસને ચોલ રાજાઓને લઈને એક એવું નિવેદન આપ્યું છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે. હાસને કહ્યું હતું કે ચોલ રાજાઓના સમયે 'હિન્દુ ધર્મ' ન હતો. નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર વેત્રિમારણે કહ્યું હતું કે રાજા ચોલ હિન્દુ હતા નહીં. તેમના જ નિવેદનનું સમર્થન હસને કર્યું. તાજેતરના જ અમુક વર્ષોમાં ઘણા એવા મામલાઓ સામે આવ્યા છે જેમાં અલગ અલગ સમુદાયના લોકો ખુદને હિંદુ કહેતા નથી. આમાં કર્ણાટકનો લિંગાયત સમુદાય અને ઝારખંડ, ઓડિશા અને અસમનાં અમુક સમુદાયો પણ સામેલ છે. 

સરનાને મળે અલગ ધર્મનો દરજ્જો : કેટલાક આદિવાસીઓની માંગ 
ઝારખંડ, ઓડિશા અને આસામના 5 રાજ્યોના વિવિધ આદિવાસી સમુદાયના લોકો લાંબા સમયથી તેમના ધર્મ 'સરના'ને અલગ ધર્મ તરીકે માન્યતા આપવાની માંગ કરી રહ્યા છે. વાસ્તવમાં આદિવાસી સમુદાયનો મોટો હિસ્સો પોતાને હિંદુ માનતો નથી. બંધારણમાં અનુસૂચિત જાતિને હિંદુ માનવામાં આવે છે, પરંતુ એવા ઘણા કાયદા છે જે તેમને લાગુ પડતા નથી. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956, હિંદુ દત્તક અને જાળવણી અધિનિયમ 1956 સિવાય, હિંદુ લગ્ન અધિનિયમ 1955 આદિવાસીઓને લાગુ પડતો નથી. આ સમુદાયમાં હિંદુ ધર્મની ઘણી એવી પરંપરાઓ છે, જે માણી નથી ગણાતી. આદિવાસી સમુદાય પોતાની માન્યતાઓના હિસાબે લગ્ન અથવા અન્ય પરંપરાઓ નિભાવે છે. 

​​​​​​​

ચોલ રાજવંશનો ઇતિહાસ 
ચોલ રાજવંશની સ્થાપના ત્રીજી સદીમાં થઈ હતી. 13મી સદી સુધી આ રાજવંશનું રાજ ચાલી રહ્યું હતું. કહેવામાં આવે છે કે દેશમાં ચોલ રાજવંશનું શાસન લાંબા સમય સુધી રહ્યું હતું. રાજેન્દ્ર તૃતીય આ રાજવંશના છેલ્લા શાસક હતા. ચોલ રાજાઓમાં રાજારાજ પ્રથમ અને તેમના પુત્ર રાજેન્દ્ર પ્રથમ સૌથી વધારે પરાક્રમી ચોલ રાજા ગણાતા હતા. અશોકના 13માઆ શિલાલેખમાં તેમનો ઉલ્લેખ છે. છોળોના પોતાના શાસનકાળ દરમિયાનઆ વિશાળ સામ્રાજ્ય સ્થાપિત થયું હતું. ઇતિહાસમાં ચોલ રાજાઓ શૈવ માનવામાં આવે છે. તેઓ ભગવાન શિવની પૂજા કરતાં હતા. ચોલ રાજાઓએ પોતાના શાસનકાળ દરમિયાન ઘણા શિવ મંદિર પણ બનાવ્યા હતા. 

શૈવ અને ભક્તિ સાહિત્યનો ઉલ્લેખ 
ચોલ રાજાઓએ શિવ મંદિરની સાથે સાથે ભક્તિ અને સાહિત્યને પણ પ્રોત્સાહન આપ્યું હતું. જોકે તેઓ ધર્મ પ્રત્યે સહિષ્ણુ હતા. તેમના શાસનકાળ દરમિયાન વિષ્ણુની પણ પૂજા થતી હતી. રાજાઓએ અનેક મંદિરો અને મઠોનું નિર્માણ કરીને કલા, સંસ્કૃતિ વગેરેને પ્રોત્સાહન આપ્યું. ચોલ રાજાઓના સમયમાં હિંદુ ધર્મનો પ્રભાવ વધ્યો. આમ, હાસનનું નિવેદન કે ચોલ રાજાઓ દરમિયાન હિન્દુ ધર્મ ન હતો તે ઇતિહાસના તથ્યો સાથે મેળ ખાતો નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Kamal Haasan કમલ હાસન ચોલ વંશ entertainment

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ