હુમલો /
VIDEO: પહેલા ધોકો માર્યો પછી કપડાં ફાડી નાંખ્યા: કાજલ મહેરિયાએ જણાવ્યું કોણે-કઈ રીતે કર્યો હતો હુમલો
Team VTV12:58 PM, 11 May 22
| Updated: 01:01 PM, 11 May 22
જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા પર કાર્યક્રમ દરમિયાન કપડા ફાડીને ધોકાથી હુમલો કરવામાં આવ્યો હતો. જાણો વિગતવાર
લોકગાયિકા કાજલ મહેરિયા પર થયો હુમલો
ધોકો માર્યો અને કપડા પણ ફાડી નાંખ્યા - કાજલ મહેરિયા
લાંબા સમયથી આરોપી પૈસા માંગતો હતો - કાજલ મહેરિયા
લોકગાયિકા કાજલ મહેરિયા પર થયો હુમલો
જાણીતા લોકગાયિકા કાજલ મહેરિયા ઉપર હુમલો થયો છે. પાટણનાં ધારપુરમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હોવાની જાણકારી ગાયિકાએ આપી છે. હુમલાથી ઈજાગ્રસ્ત ગાયિકાને હોસ્પિટલમાં પણ ખસેડાઈ હતી. આ ઘટનામાં કાજલ મહેરિયા પર પહેલાનાં મનમોટાવને લઈને હુમલો કરવામાં આવ્યો હતો.
ધોકો મારીને હુમલો કરવામાં આવ્યો
આ હુમલા વિષે જાણકારી આપતા કાજલ મહેરિયા કહે છે કે કાજલ અને તેના સાથીદારોને ધોકાથી માર માર્યો હતો. આ હુમલામાં કાજલના ગળામાં પહેરેલ સોનાની કંઠી તોડી છીનવી લીધી હતી અને અને અપમાનજનક શબ્દો બોલી જાહેરમાં અપમાનીત કરી હતી.
ગાયિકાની ગાડીનાં કાચ પણ તોડી નાંખવામાં આવ્યા હતા. હુમલા દરમિયાન અપમાનિત શબ્દો બોલીને સોનાની ચેન લુંટવાની પણ ફરિયાદ નોંધાવાઈ છે.
લાંબા સમયથી આરોપી પૈસા માંગતો હતો - કાજલ મહેરિયા
ફરિયાદ પ્રમાણે, દોઢ વર્ષ પહેલા આરોપી રામુભાઈ રબારી તેમની સાથે કામ કરતો હતો અને અલગ અલગ ગામનું બહાનું બતાવી તેમની પાસે પૈસા માંગતો હતો અને ના પાડતા તે કામ પરથી નીકળી ગયો હતો. તે અવારનવાર ડી.જે.નાં પ્રોગ્રામમાં પણ કાજલને બોલાવવા માંગતો હતો, પરંતુ ન આવતા તેણે દગાથી કાજલનો જ્યાં લાઈવ પ્રોગ્રામ હતો, ત્યાં તેણે ગાડીનો કાચ પણ તોડ્યો હતો.