ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં અધિકારી બનવાનો મોકો, સ્નાતક ઉમેદવારો ફટાફટ કરો એપ્લાય

તમારા કામનું / યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં અધિકારી બનવાનો મોકો, સ્નાતક ઉમેદવારો ફટાફટ કરો એપ્લાય

Last Updated: 11:40 PM, 6 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં વેલ્થ મેનેજર બનવા માટે સુવર્ણ મોકો જાણો કે કેવી રીતે અરજી કરવી, અરજી કરવાની છેલ્લી તારીખ વિશે ચાલો તમને જણાવીએ.

ADVERTISEMENT

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા વેલ્થ મેનેજરની પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન જાહેર કર્યું છે આની અરજી પ્રક્રિયા 5 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે જે પાંચ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની આ આ ભરતીમાં સિનિયર રિલેશનશિપ મેનેજરની પોસ્ટ ભરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ પ્રક્રિયા 5ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે જે પણ ઉમેદવારો અરજી કરવા માગતા હોય તે અરજી કરી શકે છે કારણ કે તે 5સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે.

BANK-HOLIDAY-3

શું હોવી જોઈએ લાયકાત

આ પદ માટે ઉમેદવાર પાસે કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. તેની સાથે વેલ્થ મેનેજર અને ઇન્વેસ્ટમેન્ટ સાથે જોડાયેલા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. MBA, CA, CFA અથવા CFP જેવા પ્રોફેશનલ ડિગ્રી વાળ ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.

વય મર્યાદા

ઉમેદવારની ઉંમર 5 ઓગસ્ટ 2025 સુધી ઓછામાં ઓછી 30 વર્ષ અને વધારેમાં વધારે 45 વર્ષની હોવી જોઈએ અને આરક્ષણ વર્ગના ઉમેદવારો માટે સરકારી નિયમ મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

એપ્લિકેશનની ફી

અરજી કરતી વખતે ઉમેદવારો એ નક્કી કરેલ ફી પણ જમા કરવાની રહેશે જેમાં જનરલ, ઓબીસી અને ઇડબલ્યુએસ વર્ગમાં આવતા ઉમેદવાર હોય 850 રૂપિયા આપવા પડશે, જ્યારે SC/ST અને પીડબ્લ્યુબીડી(pwdbd) ઉમેદવારોએ 175 રૂપિયા આપવાના રહેશે. ફી ભરવા માટે ઓનલાઈન મૂળનો ઉપયોગ કરવાનો રહેશે જેમાં ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ અને નેટબેન્કિંગનો ઉપયોગ થઈ શકશે.

આ પણ વાંચો:કેન્દ્ર સરકારની યોજનામાં દરરોજ 500 રૂપિયા કમાવવાની તક, જાણો કેવી રીતે કરવી અરજી

સિલેક્શન પ્રોસેસ શું રહેશે

પહેલા ચરણમાં ઉમેદવારનો અનુભવ અને પ્રોફાઈલને ધ્યાનમાં રાખીને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શૉર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે ઇન્ટરવ્યૂ વર્ચ્યુઅલ અથવા તો ફિઝિકલ માધ્યમથી લેવાશે.

અરજી કેવી રીતે કરવી?

યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પર જવું, રિક્રુટમેન્ટ સેક્શન પર ક્લિક કરવું, વેલ્થ મેનેજર રિક્રુટમેન્ટ 2025ની લીંક પર ક્લિક કરી જે પણ માહિતી અને જાણકારી માગવામાં આવે તેના અનુસંધાનમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા. અરજી માટે ફી ભરી ફોર્મ સબમીટ કરી દેવું અને તમારી અરજીની એક પ્રિન્ટ કાઢી લેવી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WealthManagerRecruitment BankingCareer UnionBankJobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ