ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / jayeshbhai jordaar flop saunkan saunkne dharmaveer sarkaru vaari paata shines box office collection

સમય બદલાયો / બોલિવૂડ માટે ખતરાની નિશાની: બોક્સ ઓફિસ પર સાઉથ અને પંજાબી ફિલ્મોની ધમાલ, હિન્દી ફિલ્મોનો ધબડકો

Published By: Pravin

Last Updated: 06:37 PM, 17 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કાળમાં ઘણુ બધું બદલાઈ ગયું છે, તેમાં બોલિવૂડ પણ બાકાત નથી. એક સમય એવો હતો જ્યાં હિન્દી ફિલ્મો આગળ ભલભલા પાણી ભરતા હતા. પણ હાલમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે, દાવ ઉલ્ટો પડી રહ્યો છે.

ADVERTISEMENT

  • બોલિવૂડ માટે ખતરાની નિશાની
  • બોલિવૂડ કરતા અન્ય ઈંડસ્ટ્રીની ફિલ્મોએ ધૂમ મચાવી
  • બોલિવૂડની ફિલ્મો પાણીમાં બેસી ગઈ

 

કોરોના કાળમાં ઘણુ બધું બદલાઈ ગયું છે, તેમાં બોલિવૂડ પણ બાકાત નથી. એક સમય એવો હતો જ્યાં હિન્દી ફિલ્મો આગળ ભલભલા પાણી ભરતા હતા. પણ હાલમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે, દાવ ઉલ્ટો પડી રહ્યો છે. પોસ્ટ પેનડેમિક બોલિવૂડની એકાદ બે ફિલ્મોને બાકાત કરતા મોટા ભાગની ફિલ્મો ઉંધેમાથે પટકાઈ છે. એમ કહો તો પણ ચાલે કે બોલિવૂડમાં હાંસિયામાં ધકેલાઈ ગયું છે. હવે ઈસ્ટ અને વેસ્ટ સાઉથ મૂવીઝનો ક્રેઝ છે. થોડુ ઘણુ બાકી રહેતુ તેમા હવે મરાઠી અને પંજાબી ફિલ્મોએ પુરી કરી દીધી. સાઉથ અને પંજાબી સિનેમાની ફિલ્મો બંપર કમાણી કરી રહી છે અને તમામને સરપ્રાઈઝ આપી રહી છે. 

હિન્દી ફિલ્મોનું કંગાળ પ્રદર્શન

હિન્દી ફિલ્મોને ઓટીટી હોય કે થિયેટર રિલીઝ, ક્યાંયથી પણ ગુડન્યૂઝ નથી મળી રહ્યા. 2022નાં ગંગૂબાઈ કાઠિયાવાડી અને દ કશ્મીર ફાઈલ્સને છોડીને સાઉથ ફિલ્મો (પુષ્પા,  RRR, KGF-2)ની સફળતા આગળ હિન્દી ફિલ્મો પાણીમાં બેસી ગઈ છે. તેમાં ઝુંડ, અટૈક, બચ્ચન પાંડે, જર્સીથી લઈને જયેશભાઈ જોરદાર સુધીની ફિલ્મો સામેલ છે. 

જયેશભાઈ જોરદાર ઓપનિંગ કમાણી માટે તરસી રહ્યા છે, ત્યાં ઓપનિંગ વીકેન્ડ઼માં આ ફિલ્મે 12 કરોડ રૂપિયા માંડ માંડ કમાણી કરી ચે. તો વળી સાઉથ, પંજાબી અને મરાઠી ઈંડસ્ટ્રીની ફિલ્મોએ રેકોર્ડ કમાણી કરી છે. આ રિપોર્ટમાં જાણીએ કે, બોલિવૂડને અરીસો બતાવતા અન્ય ઈંડસ્ટ્રીઝની હિટ ફિલ્મો વિશે અને તેના કલેક્શન વિશે...

KGF ચેપ્ટર 2

સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 ની કમાણી નોનસ્ટોપ ચાલી રહી છે. આ ફિલ્મના હિન્દી વર્ઝનને પાંચ અઠવાડીયા થઈ ચુક્યા છે અને કમાણીનો અવિરત પ્રવાહ હડૂ પણ ચાલુ છે. 427.05 કરોડ કલેક્શન કરી લીધું છે. ફિલ્મની વર્લ્ડવાઈડ કલેક્શન 1200 કરોડની પાર થઈ ચુક્યું છે. 

ધર્મવીર

મરાઠી ફિલ્મ ધર્મવીરીની ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મની કમાણીમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. મૂવીના ક્રિટિક્સે પણ વખાણ કર્યા છે. શુક્રવારે આ મૂવીએ 2.05 કરોડથી ખાતું ખોલ્યું હતું અને ઓપનિંગ વિકેન્ડની કમાણી 9.08 કરોડ થઈ છે. મહારાષ્ટ્રમાં આ ફિલ્મને લઈને જબરદસ્ત લોકોમાં ઉત્સાહ છે. 

ગત શુક્રવારે રિલીઝ થયેલી મહેશ બાબૂની ફિલ્મ  Sarkaru Vaari Paataની પણ દમદાર કમાણી ચાલુ છે. ફિલ્મે ગ્લોબલી 150 કરોડનું કલેક્શન કરી લીધું છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં મૂવીએ 4 દિવોસમાં 108.12 કરોડની કમાણી કરી છે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood hindi movie sauth indian movie બોલિવૂડ સાઉથ ફિલ્મો હિન્દી ફિલ્મો Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ