Jagdish Thakore Congratulates PM Modi, CM Patel, See What He Said About Congress' Crushing Defeat
હારનો કર્યો સ્વીકાર /
જગદીશ ઠાકોરે PM મોદી, CM પટેલને પાઠવ્યા અભિનંદન, જુઓ કોંગ્રેસની કારમી હાર વિશે શું બોલ્યા
Team VTV05:18 PM, 08 Dec 22
| Updated: 05:22 PM, 08 Dec 22
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે.પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ કાર્યાલયે સોંપો પડી જવા પામ્યો હતો. કોંગ્રેસના નેતા રઘુ શર્મા દ્વારા હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસની હારનો કર્યો સ્વીકાર
CM, સી. આર.પાટીલ અને PM મોદીને પાઠવ્યા અભિનંદન
કોંગ્રેસની હારમાં AAP અને ઔવેસીનો મહત્વનો રોલ : જગદીશ ઠાકોર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે. ત્યારે ગાંધીનગર કમલમ ખાતે કાર્યકરો દ્વારા એક બીજાને મીઠાઈ ખવડાવીને અને ગરબા ગાઈને વિજયને વધાવ્યો હતો. ત્યારે આ વખતે ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે આજે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ કાર્યાલયે સોંપો પડી જવા પામ્યો હતો અને આપ કાર્યાલયે ખંભાતી કાર્યાલયે કાર્યકરોની ઓછી હાજરી જોવા મળી હતી. કોંગ્રેસના નેતા રઘુ શર્મા દ્વારા હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દીધું છે.
કોંગ્રેસની હારમાં AAP અને ઔવેસીનો મહત્વનો રોલ : જગદીશ ઠાકોર
આ બાબતે વધુમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે કોંગ્રેસની હારનો સ્વીકાર કર્યો છે. તેમજ મુખ્યમંત્રી અને સી.આર.પાટીલને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે સાથે કહ્યું હતું કે અમારી અપેક્ષા મુજબ પરિણામ આવ્યા નતી. ગુજરાતની જનતાએ ફરી એકવાર ભાજપને મેન્ડેટ આપ્યું છે અને આપ અને ઔવેસી પર આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસની હારમાં આપ અને ઔવેસીનો મહત્વનો રોલ છે.
પ્રદેશ ભાજપ પ્રમુખ શું કહે છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, ગુજરાતની જનતાએ પીએમ નરેન્દ્ર મોદીમાં ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પાર્ટીને મળેલી જંગી જીત પીએમ મોદીની પ્રભાવશાળી છબીનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આપણે બધાએ લોકોના વિશ્વાસ પર ખરા ઉતરવાનું છે. ભાજપને રેકોર્ડ મતોથી જીતાડીને લોકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અન્ય કોઈ પક્ષ પર વિશ્વાસ કરતા નથી. પરંતુ ભાજપના કાર્યકરોએ મેદાનમાં જઈને લોકોના હિત માટે કામ કરવું પડશે. તેમણે લોકોની સમસ્યાઓને સમજીને તેના ઉકેલ માટે કામ કરવું પડશે.
આ સાથે તેમણે કહ્યું કે, આજે ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે, તેમનો વિશ્વાસ માત્ર ભાજપમાં છે. પાટીલના કહેવા પ્રમાણે વિરોધપક્ષનો ખાત્મો બતાવે છે કે, જનતા હવે તેમની વાત સાંભળવાની નથી. ઓછામાં ઓછા ગુજરાતમાં તેમના માટે કોઈ સ્થાન બાકી નથી. પાટીલે કહ્યું કે, નવી સરકાર 12 ડિસેમ્બરે ગાંધીનગર મેદાનમાં શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી પોતે હાજરી આપશે. પાટીલે લોકોને સરકારના શપથ સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, અમારી સરકાર જનતા માટે છે અને જ્યારે શપથ સમારોહ માટે જનતા આવશે ત્યારે અમારું મનોબળ વધુ વધશે.