ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:48 PM, 16 October 2025
ADVERTISEMENT
ધનતેરસને ખુબ શુભ અને પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા અને નકારાત્મકતા દૂર કરવા તેમની પૂજા પણ કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 18 ઓક્ટોબર 2025 (શનિવાર) ના રોજ ઉજવવામાં આવશે, ત્યારબાદ 19 કાળી ચૌદશ અને 20 ઓક્ટોબરે દિવાળી છે. ધનતેરસથી દિવાળી સુધીના ત્રણ દિવસ દરમિયાન લક્ષ્મી માતા, વિષ્ણુ ભગવાન અને કુબેર દેવતાની પૂજા કરવી ખાસ ફળદાયી મનાય છે. તેથી આ સમયગાળા દરમિયાન લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે ખાસ ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે.
ADVERTISEMENT
ધનતેરસ પર શ્રી યંત્રની સ્થાપના અને પૂજા કરવાને ખુબ શુભ મનાય છે. આ ઉપાયથી ધન-ધાન્યમાં વધારો થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
ADVERTISEMENT
ધનતેરસથી દિવાળી સુધી દરરોજ શ્રી સૂક્ત કે લક્ષ્મી અષ્ટકનો પાઠ કરવો જોઈએ. તેનાથી ઘરમાં સંપત્તિ, સૌભાગ્ય અને લક્ષ્મી માતાનો આશીર્વાદ મળે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ધનતેરસથી દિવાળી સુધીનો સમય લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવા માટે સૌથી શુભ સમય મનાય છે. આ સમય દરમિયાન તુલસીની પૂજા કરવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવે છે.
ADVERTISEMENT
આ સમયગાળા દરમિયાન ગરીબો, જરૂરિયાતમંદોને કે ગાય, કૂતરા અને પક્ષીઓને ખોરાક, કપડાં કે પૈસાનું દાન કરો. દાન કરવાથી લક્ષ્મી માતાના કાયમી આશીર્વાદ મળે છે. ધનતેરસ અને દિવાળી પર દાન કરવું ખાસ કરીને શુભ મનાય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો