ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 500 વર્ષ બાદ આવી રહ્યો છે વૈભવલક્ષ્મી રાજયોગ, જે આ જાતકોના જીવનમાં પૂરશે નવા રંગ

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / 500 વર્ષ બાદ આવી રહ્યો છે વૈભવલક્ષ્મી રાજયોગ, જે આ જાતકોના જીવનમાં પૂરશે નવા રંગ

Last Updated: 11:27 AM, 16 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ દિવાળી પર એક દુર્લભ અને શક્તિશાળી વૈભવ લક્ષ્મી રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેના કારણે કુંભ સહીત ત્રણ રાશિના જાતકોને આર્થિક લાભની સાથે સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.

1/5

photoStories-logo

1. વૈભવ લક્ષ્મી રાજયોગ

દિવાળી 20 ઓક્ટોબર 2025 ના રોજ ઉજવાશે. આ દિવસ જ્યોતિષના દૃષ્ટિકોણથી પણ ખૂબ જ ખાસ દિવસ છે. આ વર્ષે દિવાળી પર ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એક દુર્લભ અને શક્તિશાળી વૈભવ લક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે. જે લગભગ 500 વર્ષ બાદ બની રહ્યું છે. આ ચંદ્ર અને શુક્રની ખાસ યુતિ કન્યા રાશિમાં થઇ રહી છે. આ યુતિ અમુક ચોક્કસ રાશિઓ પર અસર કરશે, જેમાં સંપત્તિ, કરિયરમાં અણધાર્યા લાભ થઇ શકે છે. ચાલો જાણીએ કે તેનાથી કઈ રાશિઓને લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કન્યા

વૈભવ લક્ષ્મી રાજયોગ આ રાશિના લોકો માટે ખુબ શુભ સાબિત થશે .આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યો છે. આ સમયે તમને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ રહેશે, જેનાથી નવા મોકાનો લાભ લેવાનું સરળ બનશે. કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોને નેતૃત્વની નવી તકો મળશે, તમારી મહેનતનું ફળ મળશે. વિદેશમાં કામ કે મુસાફરીની પણ શક્યતાઓ છે, જે તમારી સફળતા વધારશે. કૌટુંબિક અને વૈવાહિક જીવન માટે પણ ખૂબ જ સકારાત્મક સમય રહેશે, સંબંધો મજબૂત થશે. પરિણીત વ્યક્તિઓ સુખી લગ્ન જીવન માણશે. જે લોકો અપરિણીત છે તેમના માટે લગ્નના પ્રસ્તાવો આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. મકર

વૈભવ લક્ષ્મી રાજયોગ તમારી કુંડળીના ભાગ્ય સ્થાન પર બની રહ્યો છે. આ સમય દરમિયાન તમારું નસીબ ચમકશે. બાકી રહેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે. કરિયરમાં નવા મોકા મળશે, જે પ્રમોશન કે પ્રગતિ તરફ દોરી જશે. વ્યવસાયમાં પણ નફો થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાશે. જો તમે વ્યવસાય કરો છો તો તમને નવા ગ્રાહકો મળવાની કે નફાકારક ડીલ મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન દેશ અને વિદેશમાં મુસાફરી પણ શક્ય છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. ધાર્મિક અથવા શુભ કાર્યક્રમોમાં ભાગ લેવાનો મોકો મળશે, જે તમારા મનને શાંતિ આપશે. આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પણ શુભ સાબિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કુંભ

આ રાશિમાં વૈભવ લક્ષ્મી રાજયોગ આવક અને રોકાણના ભાવમાં બની રહ્યો છે, જેનાથી તમારી આવકમાં વધારો થશે. નવી ડીલ મળી શકે છે, જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જશે. રોકાણો પણ સારો નફો મળી શકે છે. લોટરી જેવા સ્ત્રોતોમાંથી પણ લાભ થઇ શકે છે. વ્યવસાયિકોને નવી પાર્ટનરશીપ કે સહયોગ માટે ઓફર મળી શકે છે, જેનાથી ભવિષ્યમાં લાભ થશે. આ સમયે તમને તમારા સંતાન સંબંધિત સારા સમાચાર પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Diwali Vaibhav Lakshmi Rajyoga Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ