ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ઉદ્યોગપતિ વસંત-ચુનીભાઈ ગજેરાના ઠેકાણા પર પડ્યાં ITના દરોડા, 30 જગ્યાએ સર્ચ
Last Updated: 02:37 PM, 28 January 2026
ADVERTISEMENT
સુરતના જાણીતા ઉદ્યોગકારના અનેક સ્થળે દરોડા પડ્યા છે. ઉદ્યોગપતિ વસંત ગજેરા અને ચુનીભાઈ ગજેરાને ત્યાં તપાસ હાથ ધરી છે. ડાયમંડ અને રીયલ એસ્ટેટમાં કુલ 30 થી વધુ જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરત સહિત મુંબઈમાં પણ આઈટીની ટીમો ત્રાટકી હતી. કતારગામ, પીપલોદ અને વરાછા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સ્કૂલની ઓફિસ, ડાયમંડ ઓફિસ અને રીયલ એસ્ટેટ ઓફિસ ખાતે આઈટી વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
ADVERTISEMENT
આઈટી રેડને લઈ ભાગીદાર અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરૂણ ભગત તથા પ્રવિણ ભૂતના રહેણાંક મકાનો, ધંધાકીય સ્થળો તેમજ વિવિધ પ્રોજેક્ટસ પર તપાસ ચાલી રહી છે. કાર્યવાહીને પગલે સુરતના અન્ય ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ADVERTISEMENT
રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટા નાણાંકીય વ્યવહારો ખુલવાની શક્યતા
આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલા આ ઓપરેશનમાં લક્ષ્મી ગ્રુપ સાથે સંકળાયેલી અનેક જગ્યાઓ પર એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં થયેલા મોટા નાણાકીય વ્યવહારો, અઘોષિત આવક અને શંકાસ્પદ લેવડદેવડ અંગે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે. અધિકારીઓ દ્વારા ખાતાવહી, ડિજિટલ ડેટા તેમજ મિલકત સંબંધિત દસ્તાવેજો જપ્ત કરી તેમની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ ખુલાસા થવાની શક્યતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT

ગજેરા પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ
ADVERTISEMENT
ગજેરા પરિવાર સામે તપાસનો ઘેરો વધુ કડક બન્યો છે. પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચિનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત તમામ સભ્યોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે અને તેમના નાણાકીય વ્યવહારોની વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે. સાથે સાથે, આવકવેરા વિભાગ દ્વારા સંભવિત હવાલા નેટવર્ક સાથેના જોડાણો અંગે પણ નવી કડીઓના આધારે તપાસને વધુ આગળ વધારવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરી ઉડાવાની ધમકી મળી, પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની તપાસ
ADVERTISEMENT
આઈટી રેડને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ
આ કાર્યવાહીને લઈને રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો છે. ગજેરા પરિવારના ધીરુ ગજેરા પોતાની બદલાતી રાજકીય ભૂમિકાઓ માટે ઓળખાય છે. ભાજપમાંથી કોંગ્રેસ અને ફરી ભાજપમાં વાપસી કર્યા બાદ પણ તેઓ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતૃત્વ અને નીતિઓ પર પરોક્ષ ટિપ્પણીઓ કરતા નજરે પડ્યા હતા. આવા સંજોગોમાં આવકવેરા વિભાગની અચાનક કાર્યવાહીથી માત્ર ઉદ્યોગજગત જ નહીં પરંતુ રાજકીય ગલિયારાઓમાં પણ ભારે ચકચાર મચી ગઈ છે અને આ પગલાં પાછળના કારણોને લઈને વિવિધ તર્કવિતર્ક શરૂ થયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.