ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરી ઉડાવાની ધમકી મળી, પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની તપાસ
Last Updated: 02:38 PM, 28 January 2026
ADVERTISEMENT
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરી ઉડાવવાનો ધમકી ભર્યો મેલ મળ્યો છે. ઈ-મેઈલ મારફતે કોર્ટને ઉડાવાની ધમકી મળી છે. તમિલનાડુથી મેઈલ આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ધમકી મળતા પોલીસ, બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડે તપાસ શરૂ કરી છે. તેમજ ફાયર વિભાગની 3 ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. કોર્ટ પરિસર ખાલી કરાવીને ચેકિંગ શરૂ કર્યું છે.
ADVERTISEMENT
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. કોર્ટને ઈ-મેઈલ મારફતે ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઈ-મેઈલ તમિલનાડુમાંથી મોકલાયો હોવાની માહિતી મળી રહી છે.

ADVERTISEMENT
બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે ચેકીંગ હાથ ધર્યું
ધમકી મળતાની સાથે જ પોલીસ વિભાગ તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું અને સુરક્ષાની દૃષ્ટિએ સંપૂર્ણ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળે પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને પણ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ પણ કોર્ટ પરિસરમાં તૈનાત કરવામાં આવી છે. દરેક ખૂણે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સાયબરની ટીમ તપાસમાં જોડાઈ
પોલીસ દ્વારા ઈ-મેઈલ મોકલનારની ઓળખ માટે સાયબર ક્રાઇમ ટીમને પણ તપાસમાં જોડવામાં આવી છે. આ ઘટનાને પગલે કોર્ટ સ્ટાફ અને વકીલોમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.
ADVERTISEMENT

ત્રણ દિવસ પહેલા ત્રણ સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હતી
ADVERTISEMENT
થોડા સમયે પહેલા અમદાવાદ શહેરની સ્કૂલોમાં એકવાર ફરી બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા દોડધામની સ્થિતિ બની છે. વાસ્તવમાં શહેરના મણીનગર વિસ્તારમાં આવેલી સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને જાણીતી સંત કબીર સ્કૂલની ત્રણેય શાખાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે. ધમકી મળ્યા બાદ તરત જ પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે અને સ્કૂલ પરિસરમાં ચુસ્ત તપાસ શરૂ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સંત કબીર સ્કૂલની તમામ બ્રાન્ચોમાં સુરક્ષાના પગલાં વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. પોલીસની સાથે ફાયર બ્રિગેડની ટીમો પણ સ્કૂલો પર પહોંચી તપાસ કરી રહી છે. કોઈ પણ અણસારભરી વસ્તુ મળી ન આવે તે માટે દરેક ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સ્કૂલોને આપવામાં આવી મોટી સૂચના
આ તરફ હવે અમદાવાદ શહેરની તમામ સ્કૂલોને પોતાના ઈ-મેલ નિયમિત રીતે ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. જો કોઈ પણ પ્રકારનો ધમકીભર્યો સંદેશો મળે તો તરત નજીકની પોલીસ સ્ટેશનને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવી છે.
આ પણ વાંચોઃ ઉદ્યોગપતિ વસંત-ચુનીભાઈ ગજેરાના ઠેકાણા પર પડ્યાં ITના દરોડા, 30 જગ્યાએ સર્ચ
એક મહિના અગાઉ પણ મળી હતી શાળાઓને ધમકી
નોંધનીય છે કે, આશરે એક મહિના અગાઉ પણ અમદાવાદ, ગાંધીનગર અને કલોલની અનેક જાણીતી સ્કૂલોને બોમ્બ ધમકી મળેલી હતી. તે સમયે ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત કુલ 26 જેટલી સ્કૂલોને ઈ-મેલ મારફતે ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ સ્કૂલમાંથી શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. ત્યારે મોકલાયેલા ઈ-મેલમાં ચોક્કસ સમય દર્શાવી બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને તેમાં કેટલીક જાણીતી વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલની નવી ધમકીઓ બાદ ફરી એકવાર સ્કૂલ સંચાલન, વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો