ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 04:21 PM, 8 February 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
બંગાળમાં થવાવાળા 108 નગર નિકાયોના ચુનાવો માટે ઉમેદવારોની સૂચિને લઈને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસમાં કલેશ ઘણો વધી ગયો છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ફેલાઈ ગયું. પાર્ટીના શીર્ષ અધિકારીઓએ ડેમેજ કંટ્રોલ માટે ઉતરવું પડ્યું. આ મુદ્દાએ ટીએમસી તથા પ્રશાંત કિશોરના નેતૃત્વવાળી રાજનીતિક સલાહકાર આઈ-પીએસી વચ્ચે સબંધોમાં તણાવની અફવાઓને સામે લાવી. જોકે, સંબંધના ભવિષ્ય પર મીડિયાની અટકળોને I-PAC એ નિરાધાર કરાર આપ્યો છે.
વિવાદ શુક્રવારે સાંજે એ સમયે શરુ થયો જ્યારે તૃણમૂલ કોંગ્રેસ મહાસચિવ પાર્થ ચેટર્જી તથા પાર્ટી અધ્યક્ષ સુબ્રત બક્ષીએ પાર્ટીના ઉમેદવારોની એક અલગ સૂચી જાહેર કરી જેના પર તેમના હસ્તાક્ષર હતા. પાર્ટીના અધિકારીક સોશિયલ મીડિયા હેન્ડલ પર ઉમેદવારોની એક અલગ સૂચી જોવા મળી, જેના પર કોઈના જ હસ્તાક્ષર ન હતા. બંને સૂચીઓના બહાર પડ્યા બાદ રાજ્યના વિભિન્ન હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શનો શરુ થઇ ગયા. ટીએમસીના ઘણા અસંતુષ્ટ કાર્યકર્તાઓને ટાયર સળગાવવા તથા નારાઓ લગાવવા માટે સડકો પર ઉતરતા જોવામાં આવ્યા. મમતા બેનર્જીએ આ મામલા પર હવાઈઅડ્ડા પર સંવાદદાતાઓને કહ્યું કે પાર્થ ચેટર્જી તથા સુબ્રત બક્ષી દ્વારા જાહેર થયેલ ઉમેદવારોની સૂચી જ અંતિમ છે. દરેકને ખુશ ન કરી શકાય.
ADVERTISEMENT
પીકેને લઈને શું બોલી મમતા?
ટીએમસી તથા આઈ-પીએસીના સંબંધો તૂટવાની કગાર પર હોવાનો જવાબ આપતા મમતા બેનર્જીએ કહ્યું કે કૃપા કરી આવા સવાલ ન પૂછો, જે પાર્ટીના આંતરિક મામલાથી સંબંધિત નથી. જો પાર્ટીના આંતરિક મામલાઓથી સંબંધિત કંઈ છે તો તમે પૂછી શકો છો. તમે જે પૂછી રહ્યા છો તે પાર્ટીના આંતરિક મામલાથી સંબંધિત નથી.
મમતા બેનર્જીના બયાનનું સમર્થન કરતા ટીએમસી મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું કે તેઓ ટીએમસી તથા આઈ-પીએસી વચ્ચેના સંબંધો પર ટીપ્પણી ન કરી શકે. તેમણે કહ્યું કે જેમની સાથે તેમના (આઈ-પીએસી) સંબંધ છે, તેઓ આ પર ટીપ્પણી કરી શકે છે. હું આ પર કોઈ ટીપ્પણી કરી શકું તેમ નથી. હું પાર્ટીનું સંગઠન સંભાળું છું.
ADVERTISEMENT
I-PAC અધિકારીઓએ કહ્યું કે I-PAC તથા ટીએમસી વચ્ચે સંબંધ તૂટવાનો રિપોર્ટ નિરાધાર છે, જેમાં કોઈપણ પ્રકારનું સત્ય નથી.
જ્યારે, તૃણમૂલ કોંગ્રેસના શીર્ષ નેતાઓએ વિરોધ પ્રદર્શનને રોકવાની કોશિશમાં કહ્યું કે બધાએ અધિકારીક સૂચીનું પાલન કરવું પડશે. તેમણે કહ્યું કે અમારામાંથી બે(પાર્થ ચેટર્જી તથા સુબ્રત બક્ષી) દ્વારા હસ્તાક્ષરિત શુક્રવારે બહાર પડેલ સૂચી મમતા બેનર્જીની અંતિમ મંજૂરી બાદ જાહેર કરાયેલ છે, તથા તે જ અંતિમ સૂચી છે. ચેટરજીએ આગળ કહ્યું કે અમુક મુદ્દાઓ જે હતા તે સુલજાઈ ગયા છે. ઘણા લોકોની પાર્ટીની ટિકિટ પર લડવાની આકાંક્ષાઓ છે. પરંતુ દરેકને ખુશ કરવા સંભવ નથી. અસંતુષ્ટો સાથે સંપર્ક કરી ચેટર્જીએ કહ્યું કે પાર્ટી એક છે તથા બધાએ ભાજપા વિરુદ્ધ એકજૂટ થવું પડશે.
ADVERTISEMENT
પીકેની ટીમને લીધે ઉદ્ભવી મૂંઝવણ
નામ ન જાહેર કરવાની શરત પર એક વરિષ્ઠ નેતાએ આખી મૂંઝવણ માટે આઈ-પીએસીને જવાબદાર કહ્યું. તેમણે કહ્યું કે આ મૂંઝવણ આઈ-પીએસીને કારણે જ ઉભી થઇ છે. અપલોડ કરાયેલ અહસ્તાક્ષરી સૂચી એ સૂચી હતી જેને પાર્ટી નેતૃત્વએ મંજૂરી આપી ન હતી. પાર્ટી નેતૃત્વના એક વર્ગે આઈ-પીએસીને મૂંઝવણ માટે જવાબદાર ગણ્યું. સંગઠનના સુત્રોએ દાવો કર્યો કે આ ઉપદ્રવમાં તેમની કોઈ ભૂમિકા નથી.
જ્યારે આઈ-પીએસીના એક અધિકારીએ કહ્યું કે આમાં અમારી કોઈ જ ભૂમિકા નથી. અમારું કામ પાર્ષદોના પ્રદર્શનનું આકલન કરવાનું છે. અમે એ જ કર્યું અને પોતાનો રિપોર્ટ સોંપ્યો. ત્યાર બાદ, એ પાર્ટી નેતૃત્વએ નક્કી કરવાનું છે કોને નામિત કરવામાં આવે.
ADVERTISEMENT
વિધાનસભા ચુનાવોમાં થઇ હતી મમતા-પીકેની ડીલ
ટીએમસીએ કિશોર તથા તેના આઈ-પીએસીને 2021ના પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુનાવો માટે ચુનાવી રણનીતિ તૈયાર કરવા માટે કામ પર રાખ્યા હતા. વિધાનસભા ચુનાવોમાં પાર્ટીની ભારી જીત બાદ તેમણે 2026ના વિધાનસભા ચુનાવો સુધી અનુબંધનો વિસ્તાર કરવાનો નિર્ણય કર્યો, જે પાર્ટીને અન્ય રાજ્યોમાં પોતાનો વિસ્તાર કરવામાં લાભદાયી સાબિત થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ