બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IRCTCએ બદલી કાઢ્યો રેલવેનો રિઝર્વેશન ટાઇમિંગ, જાણો જરૂરી ફેરફાર
Last Updated: 06:55 PM, 29 December 2025
IRCTC એપ્લીકેશન પરથી રેલવેની ટીકીટ બુક કરતા લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. એડવાન્સ રિઝર્વેશન કરાવનાર લોકો પાસે કામકાજના દિવસ દરમ્યાન હવે જનરલ રિઝર્વ ટિકિટ બુક કરાવનારાઓ પાસે વધુ કલાકો હશે. તા. 29 ડિસેમ્બર 2025 થી આ નિયમ અમલમાં આવનાર છે. તેમજ તા. 12 જાન્યુઆરી 2026 થી બુકિંગ માટે ટિકિટ વિન્ડોનો સમય લંબાવવામાં આવશે.
ADVERTISEMENT
પહેલા દિવસે આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓને પ્રાથમિકતા આપવામાં આવશે
રેલવે દ્વારા આ બાબતે સ્પષ્ટતા કરાત કહ્યું હતું કે, તા. 29 ડિસેમ્બર 2025 થી આરક્ષિત ટિકિટ બુકિંગના આગળના દિવસે ફક્ત આધાર-પ્રમાણિત IRCTC એપ્લીકેશનનો ઉપયોગ કરતા લોકો સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. રેલવે બોર્ડ દ્વારા સમય મર્યાદાને આગામી દિવસો સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT

બુકિંગ વિન્ડો તબક્કાવાર વધશે
ADVERTISEMENT
મુસાફરોની સુવિધાને લઈ રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પહેલા દિવસ માટે બુકિંગ વિન્ડોનો સમય રાત્રીના 12 વાગ્યા સુધી લંબાવવામાં આવશે. તેમજ આ વિન્ડો માત્ર આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ માટે સવારે 8 થી રાત્રીના 12 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

ADVERTISEMENT
રેલ્વે પરિપત્રમાં શું કહેવામાં આવ્યું હતું
પૂર્વ કોસ્ટ રેલ્વેના પરિપત્રમાં જણાવાયું છે કે પહેલાથી જ જારી કરાયેલા સૂચનોને ચાલુ રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આધાર-પ્રમાણિત વપરાશકર્તાઓ માટે આરપી ઓપરેટિંગ દિવસોમાં સામાન્ય આરક્ષણનું બુકિંગ તબક્કાવાર રીતે મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી લંબાવવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 500થી વધુ પદ માટે બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી પડી છે, અહીં ક્લિક કરીને કરો અરજી
IRCTC એકાઉન્ટને આધાર સાથે કેવી રીતે લિંક કરવું
ADVERTISEMENT
જે મુસાફરોએ હજુ સુધી તેમના IRCTC એકાઉન્ટને આધાર સાથે પ્રમાણિત કરાવ્યું નથી તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ આ પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરે. IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનમાં લોગ ઇન કરો અને તમારા આધાર નંબરને 'માય પ્રોફાઇલ' વિભાગ સાથે લિંક કરો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.