બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 500થી વધુ પદ માટે બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી પડી છે, અહીં ક્લિક કરીને કરો અરજી

વેકેન્સી / 500થી વધુ પદ માટે બેંક ઓફ ઇન્ડિયામાં ભરતી પડી છે, અહીં ક્લિક કરીને કરો અરજી

Published By: Nirav Kumar

Last Updated: 05:18 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે સરકારી નોકરીની તૈયારી કરો છો? તો BOI તમારા માટે એક શાનદાર મોકો લઈને આવ્યું છે. જેમાં બેંક ઓફ ઈન્ડિયાએ 514 ખાલી જગ્યાની ભરતી પાડી છે.

જે લોકો લાંબા સમયથી બેન્કમાં નોકરી માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. કેમ  કે, બેંક ઓફ ઈન્ડિયાએ ક્રેડિટ ઓફિસર્સની જગ્યા માટે ભરતી પાડી છે. જેમાં આ બેન્કની ક્રેડિટ ઓપરેશન્સ અને રિસ્ક મેનેજમેન્ટ વિભાગને મજબૂત બનાવવા માટે આ ભરતી કરવામાં આવશે.

  • એજ્યુકેશનલ ક્વોલોફિકેશન
    અહિંયા ફોર્મ ભરવા ઇચ્છતા અરજદારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ સિવાય ઉમેદવારો પાસે બેંકિંગ કે ફાઇનાન્સમાં MBA હોવું જોઈએ કે CA, CFA, અથવા ICWA જેવી પ્રોફેશનલ ડિગ્રી હોવી જોઈએ. તેમને પ્રાયોરિટી આપવામાં આવશે.

અહિંયા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જાન્યુઆરી 2026 રાખવામાં આવી છે. જેમાં તમે તેની ઓફિશિયલ વેબસાઇટ bankofindia.bank.in પર જઈને ફોર્મ ભરી શકો છો. અહિંયા ફોર્મ ભરવા માટે છેલ્લા દિવસ સુધી રાહ ન જોવો.

  • વય મર્યાદા કેટલી છે?
    આ ભરતીમાં 1 નવેમ્બરથી MMGC-II માટે વય મર્યાદા 25 થી 35 વર્ષ રાખવામાં આવી છે. તો MMGS-III માટે વય મર્યાદા 28 થી 38 વર્ષ રાખવામાં આવી છે.  SMGS-IV માટે વય મર્યાદા 30 થી 40 વર્ષ રાખવામાં આવી છે. આ સિવાય અનામત કેટેગરીના લોકો માટે વય મર્યાદામાં થોડી છૂટછાટ આપવામાં આવશે.
vtv app promotion

BOIએ કુલ 514 પદો માટે ભરતીની જાહેરાત કરી છે, જેને ત્રણ સ્તરોમાં વહેંચણી કરાઈ  છે. જેમાં સૌથી મોટી ભરતી MMGS-II માં છે, તેમાં 418 પદો ભરવામાં આવશે. MMGS-III માં 60 પદો ભરાશે. અને SMGS-IVમાં 36 પદો ભરાશે. તો અહિંયા MMGS-II માટે 3 વર્ષનો અનુભવ (2 વર્ષ ક્રેડિટ સહિત) અને ઉચ્ચ પદો માટે 5 થી 8 વર્ષનો અનુભવ જરૂરી છે.

વધુ વાંચો : બસ ફૉલો કરો આ સ્ટેપ્સ, ને ગણતરીની મીનિટોમાં તમારું આધાર PANCARD સાથે લિંક

  • પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા મેઈનલી ઓનલાઈન પરીક્ષા દ્વારા થશે. ત્યાર બાદ ઇન્ટરવ્યુ લેવામાં આવશે. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ બાદ તમારી ભરતી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bank of India Credit Officers Management Department

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ