બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / બસ ફૉલો કરો આ સ્ટેપ્સ, ને ગણતરીની મીનિટોમાં તમારું આધાર PANCARD સાથે લિંક
Last Updated: 02:19 PM, 29 December 2025
જો તમે પણ તમારું આધારકાર્ડ પાન કાર્ડ સાથે લિંક નથી કર્યું તો આ સમાચાર તમારા માટે છે. જી હા, આ જરૂરી કામને કરવા માટે હવે માત્ર તમારી પાસે ત્રણ દિવસનો જ સમય બાકી છે કારણ કે આ કામને કરવા માટે 31 ડિસેમ્બર છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. એટલે કે તમારે કોઈ પણ ભોગે વર્ષના છેલ્લા દિવસ સુધી આ પ્રોસેસ કરી લેવી પડશે. જો તમે આવું કરવામાં ચુકી ગયા તો પછી તમારું પાનકાર્ડ બંધ થઈ જશે અને ડિએક્ટિવેટ થઈ જશે. ત્યારપછી તમે ઘણી પરેશાનીઓ સામે લડવું પડશે.
ADVERTISEMENT
CBDTએ ભારતીય કાયદા હેઠળ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી કર્યું છે. આધાર-પાન લિંક પ્રોસેસ 31 ડિસેમ્બર સુધી એવા કાર્ડ હોલ્ડર્સ માટે જરૂરી છે જે લોકોનું પાન કાર્ડ 1લી ઓક્ટોબર, 2024 પહેલા આધાર નંબરનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હોય.ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ગત 3 એપ્રિલ 2025ના રોજ સૂચના આપીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવા પાનકાર્ડ યુઝર્સને આ વર્ષના અંત સુધી લિકિંગ પ્રોસેસ પુરી કરવી પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
31 ડિસેમ્બરની નક્કી તારીખ સુધી Aadhaar-PAN Link નહી કરો તો પછી વર્ષના પહેલા દિવસ એટલે કે 1લી જાન્યુઆરી 2026થી આવા યુઝર્સનું પાનકાર્ડ ડિએક્ટિવ થઈ જશે. આ ઉપરાંત આવા લોકોને પરેશાનીઓનો પણ સામનો કરવો પડી શકે છે જેમાં દંડ, આવકવેરા રિટર્ન ફાઈલ કરવા પર પ્રતિબંધ, રિફંડ લેટ આવવું અને અન્ય સોર્સ પર પણ વધારે ટેક્ટ કટ થવાનું સામેલ છે. એટલા માટે બીજા બધા કામ પડતા મુકીને આ કામ પહેલા કરી લેજો.
ADVERTISEMENT
જો નક્કી કરેલી તારીખ સુધી આધારકાર્ડ પાન કાર્ડ સાથે લિંક ન કરવામાં આવે તો પછી તમારું પાનકાર્ડ ડિએક્ટિવેટ થઈ જશે.ડિએક્ટિવેટ પાનકાર્ડ ટેક્સપેયર્સને આઈટીઆર ભરવા, રિફંડ મેળવવા અને તમામ પ્રકારની લેવડ દેવડ કરવાથી રોકી શકે છે. જ્યા પાનકાર્ડ જરૂરી હોય. કેવાયસી જેવી સમસ્યાઓને કારણે બેંક, મ્યુઅચલ ફંડ અને બ્રોકર્સ સર્વિસ સ્થગિત કરી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃઆધાર કાર્ડમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે આ વિગતો, જાણી લો નહીંતર થશે નુકસાન
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.