બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં ફક્ત એક જ વાર બદલી શકાય છે આ વિગતો, જાણી લો નહીંતર થશે નુકસાન
Last Updated: 06:22 PM, 26 December 2025
હવે દરેક ભારતીય નાગરિક માટે આધારકાર્ડ સૌથી મહત્ત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. બેંકિંગને લગતા કામ હોય કે સરકારી યોજનાઓનો લાભ લેવાનો હોય, સરનામાનો પુરાવો આપવો હોય કે રેલવેની ટિકિટ બૂક કરાવવાની હોય, આવા દરેક કામો માટે આધાર દરેક જગ્યાએ જરૂરી બની ગયું છે. તેમાં જે-તે વ્યક્તિનું નામ, જન્મ તારીખ, સરનામું જેવી મહત્ત્વપૂર્ણ માહિતી હોય છે.
ADVERTISEMENT
આધાર કાર્ડ સાથે જોડાયેલી આ બધી જ વિગતો અપડેટ પણ કરી શકાય છે. ઘણા લોકોએ આધારમાં સરનામુ કે કોઈ અન્ય વિગતો બદલવી પડતી હોય છે. આધારમાં એમ તો વિગતો અપડેટ કરી શકાય છે, પણ કેટલીક વિગતો એવી છે કે જે વારંવાર બદલી શકાતી નથી. UIDAIના નિયમો પ્રમાણે, આધાર કાર્ડ પર નામ બદલવાની સુવિધા લિમિટેડ હોય છે. આધાર કાર્ડ પર નામ ફક્ત બે વાર જ બદલી શકાય છે. ઘણી મહિલાઓ લગ્ન પછી પોતાની અટક બદલાવતી હોય છે, એવા કિસ્સાઓમાં નામ અપડેટ કરાવી શકાય છે. જો કે નક્કી કરવામાં આવેલી મર્યાદાથી વધારે આધારમાં નામ અપડેટ કરી શકાતું નથી.

ADVERTISEMENT
એવી જ રીતે આધાર કાર્ડ પર જો પહેલી વખતે જન્મ તારીખ ખોટી અપાઈ ગઈ હોય, તો એ પણ એક જ વાર સુધારી શકાય છે. એકવાર જન્મ તારીખ અપડેટ થઈ ગઈ, એ પછી તેને ફરીથી બદલી શકાતી નથી. જો એકવાર મળેલી તક વખતે જન્મ તારીખ ખોટી નખાઈ ગઈ, તો પછી આગળ ચાલીને સમસ્યા વધી શકે છે. એવી જ રીતે જેન્ડર સાથે જોડાયેલી માહિતી બદલાવવા માટેના નિયમો પણ ઘણા સખત છે. જો આધારમાં પુરુષ, મહિલા કે અન્યનું સિલેક્શન ખોટું થઈ જાય તો તેને સુધારવાની તક પણ એક જ વાર મળે છે.

ADVERTISEMENT
UIDAIએ સ્પષ્ટપણે જણાવ્યું કે જેન્ડર અપડેટ જીવનમાં ફક્ત એક જ વાર કરી શકાય છે. જોકે, સરનામા અંગેના નિયમો થોડા સરળ છે. આધાર કાર્ડ પરનું સરનામું ગમે તેટલી વાર બદલી શકાય છે. ઘર કે શહેર બદલ્યું હોય, તો સરળતાથી સરનામું બદલાઈ શકાય છે.
આ પણ વાંચો: માત્ર 5000ના રોકાણ પર 92 લાખનો ફાયદો? બદલાઈ ગઈ NPS સિસ્ટમ
ADVERTISEMENT
હાલમાં આધાર સાથે લિંક મોબાઇલ નંબર પણ ખૂબ જ જરૂરી બની ગયો છે. બેંકો, સરકારી પોર્ટલ અને ઘણી સેવાઓ માટે આધાર સાથે લિંક નંબર પર જ OTP મોકલવામાં આવે છે. એટલે જો આધાર સાથે લિંક મોબાઇલ નંબર બદલવો હોય તો UIDAI એના માટે સ્કામપૂર્ણ છૂટ આપે છે. મોબાઇલ નંબર જરૂર પ્રમાણે, ઘણી વાર અપડેટ કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.