બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર 5000ના રોકાણ પર 92 લાખનો ફાયદો? બદલાઈ ગઈ NPS સિસ્ટમ

તમારા કામનું / માત્ર 5000ના રોકાણ પર 92 લાખનો ફાયદો? બદલાઈ ગઈ NPS સિસ્ટમ

Vidhata Gothi

Last Updated: 02:14 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PFRDAએ થોડા દિવસો પહેલા જ NPSમાં એક મોટો ફેરફાર કર્યો છે. હવે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ તેમના કુલ કોપર્સમાંથી એકસાથે 80 ટકા રકમ ઉપાડી શકે છે. ચાલો જાણીએ વિગતવાર.

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ થોડા દિવસો પહેલા જ પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે NPSમાં મોટા ફેરફારની માહિતી આપી હતી. એ પ્રમાણે, હવે નોન-ગવર્નમેન્ટ એમ્પ્લોય NPSમાં પોતાના કુલ રોકાણના 80 ટકા રકમ રિટાયરમેન્ટના સમયે એક સાથે ઉપાડી શકે છે અને 20 ટકાની એન્યુટી ખરીદી શકે છે, જેના પર પછીથી પેન્શન મળતું રહેશે. પહેલા આ 60 અને 40 ટકાનો નિયમ હતો.

pension-final

આ નિયમ બદલાયા પછી હવે પેન્શનની રકમ ઘટી જશે પણ એક સાથ ઉપાડી શકાતી રકમ વધી જશે. ચાલો હવે આને દર મહિને 5000 રૂપિયાના રોકાણ પ્રમાણે ગણતરી કરીએ. જો અત્યારે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરશો, તો રિટાયરમેન્ટ વખતે કેટલા રૂપિયા મળશે અને પેન્શન એમાઉન્ટ કેટલી હશે એ વિશે ગણતરી કરીએ.

ધારો કે જો પ્રાઇવેટ સેક્ટરનો કર્મચારી દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરે છે, તો વાર્ષિક રોકાણ 60 હજાર રૂપિયા થશે. હવે સરેરાશ 10 ટકા વ્યાજ અને 60 વર્ષ રિટાયરમેન્ટની ઉંમર માની લઈને અને સાથે જ એન્યુટી ખરીદ્યા પછી માટે વાર્ષિક રિટર્ન સરેરાશ 6% પણ માની લઈને, તો આ બધી જ શરતો પછી ગણતરી આ પ્રકારે થશે.

vtv app promotion

જો કોઈ 30 વર્ષની ઉંમરથી રોકાણ શરૂ કરે છે તો -

  • રોકાણનો સમયગાળો - 30 વર્ષ
  • કુલ રોકાણ - 18 લાખ રૂપિયા
  • રિટર્ન - સરેરાશ 10 ટકા
  • કુલ કોપર્સ - લગભગ 1.15 કરોડ રૂપિયા

30 વર્ષની ઉંમરમાં 5000 રૂપિયાનું દર મહિને રોકાણ શરૂ કર્યા પછી 60 વર્ષની ઉંમર સુધીમાં કુલ કોપર્સ 1.15 કરોડ રૂપિયા જમા થઈ જશે. હવે નવા નિયમ પ્રમાણે, રોકાણકાર કુલ કોપર્સમાંથી 80 ટકા રકમ ઉપાડી શકે છે, એટલે કે 1.15 કરોડ રૂપિયામાંથી 92 લાખ રૂપિયા એક સાથે ઉપાડી શકાશે, પરંતુ 23 લાખ રૂપિયાની એન્યુટી ખરીદવી પડશે, જે કુલ કોપર્સના 20 ટકા છે. 23 લાખ રૂપિયાની એન્યુટી પર સરેરાશ 6 ટકાનું રિટર્ન મળે તો રિટાયરમેન્ટ પછી પણ રોકાણકારોને 11000થી 12000 રૂપિયાનું પેન્શન દર મહિને મળતું રહેશે.

આ પણ વાંચો: ભેગું થઇ જશે રૂ. 25 લાખનું ફંડ! પોસ્ટ ઓફિસ તમારા માટે લઇને આવી 'ધુરંધર' સ્કીમ

એ જ રીતે જો કોઈ 40 વર્ષની ઉંમરે રોકાણ શરૂ કરે છે તો -

  • રોકાણનો સમયગાળો - 20 વર્ષ
  • કુલ રોકાણ - 12 લાખ રૂપિયા
  • કુલ કોપર્સ - 48-50 લાખ રૂપિયા

પછી 60 વર્ષની ઉંમર થયા પછી એકસાથે 38થી 40 લાખ રૂપિયા ઉપાડી શકાય છે. જ્યારે 9-10 લાખ રૂપિયાની એન્યુટી ખરીદી શકાય છે. એવામાં માસિક પેન્શન 4,500-5,000 રૂપિયાનું મળતું રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National Pension System NPS New Rule NPS Calculation
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ