બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ભેગું થઇ જશે રૂ. 25 લાખનું ફંડ! પોસ્ટ ઓફિસ તમારા માટે લઇને આવી 'ધુરંધર' સ્કીમ

તમારા કામનું / ભેગું થઇ જશે રૂ. 25 લાખનું ફંડ! પોસ્ટ ઓફિસ તમારા માટે લઇને આવી 'ધુરંધર' સ્કીમ

Ajitsinh Jadeja

Last Updated: 10:49 AM, 24 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office Recurring Deposit: પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓ લોકોમાં પોપુલર છે.

Post Office Recurring Deposit: પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓ લોકોમાં પોપુલર છે. કારણ કે તેમા રોકાણ કરવાથી કોઇ જોખમ રહેતુ નથી. આ યોજનાઓના વ્યાજ દરો દર ત્રણ મહિને સુધારવામાં આવે છે.

આજના સમયમાં લોકો પોતાની પાછળનું જીવન સારી રીતે જીવી શકાય તે માટે બચત કરતા હોય છે પરંતુ આ બચત એવી જગ્યાએ કરે છે જેમા કોઇ જોખમ ન હોય અને રિટર્ન પણ સારુ મળી રહે. સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા, તમામ ઉંમરના લોકો માટે નાની બચત યોજનાઓ ચલાવે છે. આ તેમના સુરક્ષિત રોકાણ અને ઉત્તમ વળતરને કારણે લોકપ્રિય છે. આવી જ એક સરકારી યોજના પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ છે.

post office schemes 2023.jpg

સારુ વ્યાજ અને જીરો રિસ્ક

તમે જોખમ-મુક્ત રોકાણ વિકલ્પ શોધી રહ્યા છો, તો પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ તમારા માટે એક સારો વિકલ્પ છે. તમે ગમે તેટલું રોકાણ કરો, તમારા પૈસા ગુમાવવાની કોઈ શક્યતા નથી. વધુમાં સરકાર આ યોજના પર સારુ વ્યાજ દરો આપે છે. રિકરિંગ ડિપોઝિટમાં ફક્ત 100 ના પ્રારંભિક રોકાણ સાથે ખાતું ખોલી શકાય છે.

25 લાખ એકત્ર કરવાની ગણતરી

હવે ચાલો સમજાવીએ કે તમે આ સરકારી યોજનામાં નિયમિત રોકાણ દ્વારા 25 લાખનું ભંડોળ કેવી રીતે એકત્ર કરી શકો છો. ગણતરી એકદમ સરળ છે. પોસ્ટ ઓફિસ આરડી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આ રકમ પ્રાપ્ત કરવા માટે તમારે દર મહિને 15,000 નું રોકાણ કરવાની જરૂર પડશે. આરડી યોજનામાં દર મહિને આ રકમનું રોકાણ કરીને તમારી કુલ થાપણ 5 વર્ષની પાકતી મુદત સુધીમાં 10,70,492 થશે, અને તમે ફક્ત વ્યાજ તરીકે રૂપિયા 1,70,492 કમાઈ શકશો.

vtv app promotion

આ પણ વાંચોઃ રેલવેમાં ફરી મોટા પાયે ભરતી પડી, એકસાથે 5000 ખાલી જગ્યાઓ ભરાશે

તમે આ માસિક રોકાણને આગામી પાંચ વર્ષ માટે લંબાવશો, એટલે કે કુલ 15,000 પ્રતિ માસ 10 વર્ષ માટે રોકાણ કરશો, તો તમારી વ્યાજ આવક 7,52,822 થશે. આ વ્યાજ આવકને ઉમેરીને તમારુ કુલ ફંડ રૂપિયા 25,62,822 થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Schemes Post Office Savings
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ