ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / RBIમાં ભરતી પડી છે, જલ્દી કરો, કલાકના મળશે આટલાં રૂપિયા
Last Updated: 03:43 PM, 19 October 2026
ADVERTISEMENT
સરકારી સંસ્થા સાથે કામ કરવાની તક શોધી રહેલા ફાર્મસી ક્ષેત્રના ઉમેદવારો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંકના મુંબઈ પ્રાદેશિક કાર્યાલય દ્વારા ફાર્માસિસ્ટની 22 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં લાયક ઉમેદવારોને પરીક્ષા આપ્યા વગર ઇન્ટરવ્યૂના આધારે પસંદગી મેળવવાની તક મળી શકે છે. જેમાં પસંદ થયેલા ઉમેદવારોને કલાક દીઠ 600 રૂપિયા મહેનતાણું આપવામાં આવશે.
ADVERTISEMENT
RBIમાં ફાર્માસિસ્ટની કેટલી જગ્યાઓ ખાલી ?
રિઝર્વ બેંકની આ ભરતી મુંબઈ અને નવી મુંબઈ વિસ્તારમાં આવેલી ડિસ્પેન્સરીઓ માટે કરવામાં આવી રહી છે. જેમાં કુલ 22 જગ્યાઓ પર કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. આ ભરતીમાં જનરલ માટે 13, OBC માટે 5, EWS માટે 2, SC માટે 1 અને ST માટે 1, આમ કુલ 22 જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT
કેટલો મળશે પગાર ?
આ ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારોને કલાક દીઠ 600 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવશે. કામના કલાકો અને નક્કી કરેલી શરતો અનુસાર રોજનું મેક્સીમમ મહેનતાણું 3000 રૂપિયા સુધી થઈ શકે છે. કરારનો સમયગાળો એક સમયે વધુમાં વધુ 240 દિવસ સુધી રાખવામાં આવ્યો છે. આ નિમણૂક કાયમી સરકારી નોકરી સમાન નથી. કરાર પૂરૂ થયા પછી RBIમાં કાયમી નિમણૂકનો ઓટોમેટીક કોઈ અધિકાર મળતો નથી.
ADVERTISEMENT
કોણ કરી શકે છે અરજી ?
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે ફાર્મસી ક્ષેત્રની નિર્ધારિત શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. જેમાં ઉમેદવાર ધોરણ 10 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલો હોવો જોઈએ. માન્ય સંસ્થામાંથી ડિપ્લોમા ઇન ફાર્મસી (D.Pharm) ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. બેચલર ઑફ ફાર્મસી (B.Pharm)ની ડિગ્રી ધરાવતા ઉમેદવારો પણ અરજી માટે પાત્ર બની શકે છે. આ સિવાય ઉમેદવારનું સંબંધિત ફાર્મસી કાઉન્સિલમાં નોંધણી પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ફાર્માસિસ્ટ તરીકે ઓછામાં ઓછા બે વર્ષનો કામનો અનુભવ જરૂરી છે.
ADVERTISEMENT
પસંદગી આ રીતે થશે
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષાને બદલે ઇન્ટરવ્યૂ આધારિત પ્રક્રિયા રાખવામાં આવી છે. અરજીઓમાંથી યોગ્ય ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. જેમાં અરજી અને લાયકાતની ચકાસણી. પાત્ર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવા. શૈક્ષણિક અને અનુભવના ડોક્યુમેન્ટ વેરીફીકેશન. જરૂરી મેડીકલ યોગ્યતાનું વેરીફીકેશન થશે.
ADVERTISEMENT
અરજી કરવાની છેલ્લી તારીખ
RBI Pharmacist Recruitment 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર, 2026 સાંજે 5 વાગ્યા સુધી છે. ઉમેદવારોએ અરજી નિયત સમયમર્યાદામાં સંબંધિત કાર્યાલય સુધી પહોંચે તેની ખાતરી રાખવી. આ ભરતીમાં અરજી કરવાની પ્રક્રિયા મુખ્યત્વે ઓફલાઇન છે. સાથે સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓનલાઈન વિગતો પણ ભરવાની રહેશે.
ADVERTISEMENT
અરજી આ રીતે કરવી
અરજી મોકલવાનું સરનામું
ધ રિજનલ ડિરેક્ટર,
હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, રિક્રૂટમેન્ટ સેક્શન,
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા, મુંબઈ રિજનલ ઑફિસ,
શહીદ ભગતસિંહ રોડ ફોર્ટ, મુંબઈ – 400001.
સંકળાયેલા મુદ્દાઓ