ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / BHEL Recruitment 2026: 10મું પાસ અને ITI માટે સરકારી નોકરીની તક, 660 જગ્યાઓ પર ભરતી

Opportunity / BHEL Recruitment 2026: 10મું પાસ અને ITI માટે સરકારી નોકરીની તક, 660 જગ્યાઓ પર ભરતી

Published By: Nirav Kumar

Last Updated: 03:03 PM, 19 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BHEL Recruitment 2026 હેઠળ 10મું પાસ અને સંબંધિત ITI-NAC લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 660 આર્ટિઝન જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અરજી 21 ઓક્ટોબરથી શરૂ થશે અને 18 નવેમ્બર છેલ્લી તારીખ છે.

ADVERTISEMENT

સરકારી નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે મહત્વના સમાચાર છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) દ્વારા આર્ટિઝન ગ્રેડ-IVની કુલ 660 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન સહિત વિવિધ ટેકનિકલ ટ્રેડમાં નોકરી મેળવવાની તક મળશે. લાયકાત ધરાવતા ઉમેદવારો 21 ઓક્ટોબર, 2026થી ઓનલાઈન અરજી કરી શકશે.

કેટલી જગ્યાઓ પર ભરતી થશે?

BHEL દેશની જાણીતી સરકારી ક્ષેત્રની કંપની છે. આ ભરતી હેઠળ અલગ-અલગ ટેકનિકલ ટ્રેડમાં આર્ટિઝન ગ્રેડ-IVના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. કુલ 660 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

ટ્રેડ પ્રમાણે જગ્યાઓ

ફિટરની 278, વેલ્ડરની 104, મશિનિસ્ટની 101, ઇલેક્ટ્રિશિયનની 90, ટર્નરની 52, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિકની 23, ફાઉન્ડ્રીમેનની 12 આમ કુલ કુલ 660 જગ્યા પર ભરતી થશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે માત્ર ધોરણ 10 પાસ હોવું પૂરતું નથી. ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં જરૂરી ટેકનિકલ લાયકાત પણ હોવી જરૂરી છે. જેમાં માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. સંબંધિત ટ્રેડમાં ITIનું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ (NTC) હોવું જોઈએ. સંબંધિત ટ્રેડમાં નેશનલ એપ્રેન્ટિસશિપ સર્ટિફિકેટ (NAC) હોવું જરૂરી છે. સામાન્ય, EWS અને OBC-NCL વર્ગના ઉમેદવારો માટે ITI અને NAC બંનેમાં ઓછામાં ઓછા 60 ટકા ગુણ જરૂરી છે. SC અને ST વર્ગના ઉમેદવારો માટે બંને લાયકાતમાં ઓછામાં ઓછા 55 ટકા ગુણ જરૂરી છે.

વયમર્યાદા કેટલી ?

BHELની આ ભરતીમાં ઉંમરની ગણતરી 1 ઓક્ટોબર 2026ના આધારે કરવામાં આવશે. વર્ગ પ્રમાણે વયમર્યાદામાં જનરલ/EWS માટે 27 વર્ષ, OBC-NCL માટે 30 વર્ષ અને SC/ST માટે 32 વર્ષ હોવી જોઈએ. જેમાં બીજા પાત્ર ઉમેદવારોને લાગુ નિયમો મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળી શકે છે.

કેટલો મળશે પગાર ?

આ ભરતીમાં પસંદગી પામનારા ઉમેદવારો માટે શરૂઆતના એક વર્ષના કામચલાઉ સમયગાળા દરમિયાન દર મહિને આશરે 24,000 રૂપિયાનું એકીકૃત મહેનતાણું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારબાદ નિયમિત ગ્રેડમાં પગારધોરણ આશરે 29,500થી 65,000 રૂપિયા સુધીનું હોઈ શકે છે. જોકે પગાર અને બીજા ભથ્થાં સંબંધિત ચોક્કસ શરતો નિમણૂકના નિયમો તથા ઓફીશીયલ નોટિફિકેશન પ્રમાણે લાગુ પડશે.

પસંદગી આ રીતે થશે?

BHEL આર્ટિઝન ભરતીમાં ઉમેદવારોની પસંદગી માટે પરીક્ષાના વિવિધ તબક્કા રાખવામાં આવ્યા છે. જેમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT): ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે. સ્કિલ ટેસ્ટમાં સંબંધિત ટેકનિકલ કામ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. ત્યાર બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.

મહત્ત્વની તારીખો

  1. ભરતીની વિગતવાર જાહેરાત: 17 ઓક્ટોબર, 2026
  2. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 21 ઓક્ટોબર, 2026
  3. અરજી કરવાની છેલ્લી તારીખ: 18 નવેમ્બર, 2026
  4. કમ્પ્યુટર આધારિત પરીક્ષાની સંભવિત તારીખ: 11 ડિસેમ્બર, 2026
  5. પરીક્ષાની તારીખમાં ફેરફાર થઈ શકે છે, તેથી ઉમેદવારોએ BHELની સત્તાવાર વેબસાઇટ પર નિયમિત અપડેટ તપાસતા રહેવું.

વધુ વાંચો : પત્ની, બાળક કે માતા-પિતા? જાણો કોના નામે પ્રોપર્ટી ખરીદવી સૌથી વધારે સુરક્ષિત

BHEL ભરતી માટે અરજી આ રીતે કરવી

  1. BHELની વેબસાઇટ https://careers.bhel.in પર જાઓ.
  2. ભરતી વિભાગમાં Artisan Grade-IV Recruitment 2026ની જાહેરાત શોધો.
  3. નોટિફિકેશન વાંચીને તમારી લાયકાત અને ટ્રેડની યોગ્યતા ચેક કરો.
  4. ઓનલાઈન અરજી ફોર્મમાં જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો.
  5. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને લાગુ પડતી અરજી ફી ભરો.
  6. ફોર્મ સબમિટ કર્યા બાદ તેની નકલ ડાઉનલોડ કરીને સાચવી રાખો.
  7. ધ્યાનમાં રાખો કે ઉમેદવાર એક જ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે અરજી કરી શકે છે. તેથી યુનિટ પસંદ કરતાં પહેલાં તેની વિગતો તપાસવી જરૂરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BHEL Bharti BHEL Recruitment BHEL 660 Vacancy

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ