ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:50 PM, 22 May 2026
ADVERTISEMENT
વિદેશ જવું આજકાલ આપણા બધાનું સપનું છે. એમાંય જો ભણવા મળે તો પછી આગળની લાઈફમાં ઘણો ફરક પડતો હોય છે. હવે લોકો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં તો જાય જ છે. પરંતુ, જો ગુજરાતીઓના કાને અમેરિકાનું નામ પડે તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. અમેરિકા ભણવા જવાની વાત આવે તો આપણે બધા જ રેડી થઈ જઈએ.
ADVERTISEMENT

પણ આ જગત જમાદાર દેશમાં ભણી લીધા પછી ખરી ચેલેન્જ નોકરીની છે. એટલે કે જેમ બીજા દેશોમાં પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ હોય છે, એવું જ કંઈક અહીંયા પણ છે, પરંતુ અહીં જોબ મેળવવા તમારે વધારે મહેનત કરવી પડશે. અમેરિકા પણ જોબ માટે હેલ્પ તો કરે છે ખાલી ટેકનીક અલગ હોય છે us જોબ આપવા કરતા જોબ રેડી કરવામાં માને છે એટલે સ્પુન ફીડીંગ નહિ પણ સ્કીલ્સ રેડી કરવા માંગે છે. US માં ભણવાની સાથે જોબ સર્ચ કરવી એ તમારી પોતાની જવાબદારી છે.જેમાં વર્ક કરવું છે એ માહિતી તમને હોવી જોઈએ જેથી પ્રોસેસ ઇઝી રહે, કોલેજ ખાલી પ્લેટફોર્મ આપે છે એટલે શરૂઆતથી જ સ્કીલ, સ્ટ્રોંગ રેસ્યુમે રાખવું નેટવર્કિંગ સ્ટ્રોંગ રાખવું જરૂરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
F-1 વિઝા ધરાવતા વિદ્યાર્થી યુ.એસ.માં તેમની યુનિવર્સિટીની મદદથી ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે. ઇન્ટર્નશિપ શરૂ કરતા પહેલા અપડેટ થયેલ I-20 ફોર્મ રેડી હોવું જરૂરી છે આ સાથે F-1 વિઝા પર વિદ્યાર્થી કોલેજના પહેલા વર્ષ દરમિયાન કેમ્પસની બહાર કામ કરી શકતા નથી, પરંતુ તેમને કેમ્પસની અંદર કામ કરવાની તક મળે છે. વાત કરીએ OPT (Optional Practical Training)ની તો તેના દ્વારા F-1 સ્ટુડન્ટ સ્ટડી પછી વર્ક એક્સપીરિયન્સ મેળવી શકે છે.
આ પણ વાંચો : જાપાનમાં કામ શીખવાની તક અને ખર્ચ પણ ઝીરો, METI પ્રોગ્રામથી થઈ જશે કામ!
ADVERTISEMENT
LinkedIn, જોબ બોર્ડ્ઝ અને કરિયર વેબસાઈટ્સ પર ઘણી કંપનીઓ પોતાની ઓપનિંગ્સ મૂકે છે. તમે તમારું રેસ્યુમ અને કવર લેટર સબમીટ કરી શકો છો. કેટલીક નાની કંપનીઓમાં સીધી પર્સનલ મીટ કરીને પણ ઇન્ટર્નશિપ વિશે પૂછો. આથી તમનેપર્સનલ કનેક્શન મળી શકે છે. આ સાથે ઇન્ટર્નશિપના ઇન્ટરવ્યૂ માટે પ્રેક્ટિસ કરો અને એપ્લીકેશન આપ્યા પછી ફોલો અપ પણ લો. તમારી સ્કીલ, કોમ્યુનીકેશન અને કોન્ફિડન્સ પર ફોકસ કરો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો