ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / international internet speed survey latest report india internet mobile speed rank down from 109 to 121

ક્રમાંક / ઇન્ટરનેટ સ્પીડ મામલે ભારતનું રેન્કિંગ કથળ્યું, જાણો કોણ છે નંબર વન

Published By: vtvAdmin

Last Updated: 05:05 PM, 28 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને સસ્તી કિંમત પર ઇન્ટરનેટ ડેટા આપી રહી છે. દેશમાં સરેરાશ મોબાઇલ સ્પીડ ગત વર્ષની તુલનાએ 9.01 એમબીપીએસથી વધી 10.71 એમબીપીએસ થઇ ગઇ છે.

ADVERTISEMENT

દુનિયાભરમાં ભારતની રેન્કિંગ જોવામાં આવે તો તે 109થી સરકીને 121માં ક્રમે પહોંચી ગયું છે. આ વિશેની જાણકારી ડેટા સ્પીડ ચેક કરનારી યૂએસની કંપની Ooklaએ એક રિપોર્ટ જાહેર કરી છે. Ooklaની રિપોર્ટમાં ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ ઘટતી બતાવાઇ છે.

Ooklaએ એપ્રિલ 2019ની સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સ રિપોર્ટ જાહેર કરી છે. રિપોર્ટ મુજબ, એપ્રિલની રિપોર્ટમાં પણ સ્પીડ ટેસ્ટ ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 67થી 68 પર આવી ગયો. જ્યારે મોબાઇલ ડેટા સ્પીડમાં તેની રેન્કિંગ ઘટીને 121 થઇ ગઇ છે. 

આપને જણાવીએ કે ભારતમાં બ્રોડબેન્ડની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 29.25 એમબીપીએસ છે. જ્યારે મોબાઇલમાં ઇન્ટરનેટ સ્પીડ સરેરાશ 10.71 એમબીપીએસ થઇ ગઇ છે. 2018ની શરૂઆતમાં ભારત બ્રોડબેન્ડ સ્પીડમાં 67માં અને મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડમાં 109માં ક્રમે હતું.

Ooklaની રિપોર્ટમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ મામલે નોર્વે સૌથી ટોપ પર છે. અહીં મોબાઇલ ઇન્ટરનેટ સ્પીડ સરેરાશ 65.41 એમબીપીએસ છે. જ્યારે બ્રોડબેન્ડ સ્પીડ મામલે સિંગાપુર પહેલા સ્થાન પર છે. અહીં બ્રોડબેન્ડની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 197.50 એમબીપીએસ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

India Mobile Speed rank Ookla Speedtest by Ookla technology news ranking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ