ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 2,00,000 નો ઇન્શ્યોરન્સ માત્ર 20 રૂપિયામાં? આ રીતે ઉઠાવો સરકારી સ્કીમનો લાભ

સરકારી યોજના / 2,00,000 નો ઇન્શ્યોરન્સ માત્ર 20 રૂપિયામાં? આ રીતે ઉઠાવો સરકારી સ્કીમનો લાભ

Published By: Nirav Kumar

Last Updated: 12:40 AM, 17 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા ગરીબ લોકો માટે એક વીમા યોજના ચલાવવામાં આવે છે. જેમાં માત્ર 20 રૂપિયા ભરીને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવર મળે છે.

ADVERTISEMENT

ભારત સરકાર અનેક યોજનાઓ ચલાવે છે. આ યોજનાઓ બનાવવાનો હેતુ જનતાની જિંદગી બેહતર બનાવવાનો છે. જેમાં આર્થીક સહાય માટે પણ યોજનાઓ ચાલે છે. આવી જ એક સ્કીમ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે, જે ખૂબ જ ઓછા ખર્ચે મોટું કવરેજ આપે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એવા લોકો માટે મદદરૂપ સાબિત થાય છે જેઓ ઓછી આવક હોવા છતાં તેમના પરિવારોનું રક્ષણ કરવા માંગે છે. અમુક વાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં જો કમાવનારને કોઈ અકસ્માત થાય છે તો આખું પરિવાર આર્થીક કટોકટીમાં ડૂબી જાય છે.

સરકારે આવું જોખમ ઘટાડવા માટે આ યોજના શરૂ કરી હતી. તે યોજના વાર્ષિક માત્ર 20 રૂપિયામાં વીમા કવર પૂરું પાડે છે. આટલું ઓછું પ્રીમિયમ લાખોનું રક્ષણ પૂરું પાડે છે. આથી જ લાખો લોકો આ યોજનામાં જોડાઈ ચૂક્યા છે. આ યોજનામાં 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવર મળે છે. આ યોજનાની અવધિ દર વર્ષે 1 જૂનથી 31 મે સુધી ચાલે છે. તે 2015 માં શરૂ કરાઈ હતી.

vtv app promotion

આ યોજનામાં આકસ્મિક મૃત્યુના કિસ્સામાં નોમિનીને 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. જો અકસ્માતમાં બંને આંખો, બંને હાથ અથવા બંને પગ સંપૂર્ણ રીતે ગુમાવે તો 2 લાખ રૂપિયાનું કવરેજ પણ મળે છે. જો કોઈ વ્યક્તિ આંશિક રીતે અપંગ થાય તો 1 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ. પ્રીમિયમ ઓટો-ડેબિટથી બેંક ખાતામાંથી ઓટોમેટીક કાપવામાં આવે છે.

વધુ વાંચો : માત્ર એક SMS અને રેલવે મુસાફરોની સમસ્યા દૂર, દરેક જણ ખાસ જાણી લે

જો તમે આ યોજનામાં જોડાવા માંગતા હોવ તો તમારે તમારી નજીકની બેંક શાખાની મુલાકાત લેવી જોઈએ. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું ફોર્મ અહીંયા ઉપલબ્ધ થશે. જેમાં જરૂરી માહિતી ભર્યા બાદ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે સબમિટ કર્યા બાદ તમારી અરજી થઈ જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Scheme PM Suraksha Bima Yojana Accident Insurance

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ