ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માત્ર એક SMS અને રેલવે મુસાફરોની સમસ્યા દૂર, દરેક જણ ખાસ જાણી લે

કામની વાત / માત્ર એક SMS અને રેલવે મુસાફરોની સમસ્યા દૂર, દરેક જણ ખાસ જાણી લે

Published By: Nirav Kumar

Last Updated: 05:00 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવે વિભાગે તેમના મુસાફરો માટે 139 હેલ્પલાઇનને વધુ સ્માર્ટ બનાવી છે. જેમાં તમે માત્ર એક મેસેજ કરીને રેલવે સંબંધિત અનેક સમસ્યાઓ દૂર કરી શકશો.

ADVERTISEMENT

ટ્રેન મુસાફરી દરમિયાન અનેક સમસ્યાઓ આવે છે. જેમાં ટ્રેન લેટ પડવી, પ્લેટફોર્મમાં ફેરફાર, સ્ટેશનની સમસ્યાઓનો સમાવેશ થાય છે. હવે આ પ્રોબ્લેમને ટેકલ કરવા રેલવે વિભાગે 139 હેલ્પલાઇનને વધુ સ્માર્ટ બનાવી છે. જેમાં માત્ર કોલ જ નહીં પણ એક SMS મોકલવાથી પણ મુસાફરો અનેક જરૂરી સેવાઓનો લાભ લઈ શકે છે.

જેમાં લાઈવ ટ્રેન સ્ટેટસથી લઈને પાર્સલ માહિતી અને ફરિયાદ નોંધાવવા સુધી અનેક સેવાઓ તેમના મોબાઇલ ફોનથી કરી શકાય છે. આ સર્વિસની એક ખાસ વાત એ છે કે, તેના માટે ઇન્ટરનેટ કે એપ્લિકેશનની જરૂર નથી. મોબાઇલ ફોનથી મોકલવામાં આવેલા એક સરળ મેજેસ તમારી સમસ્યા રેલવેને પહોંચાડશે અને જવાબ પણ અપાવશે.

vtv app promotion
  • SMS મોકલીને સમસ્યાઓનું કરો નિરાકરણ
    રેલવેની આ સિસ્ટમે મુસાફરો માટે અનેક ઉપયોગી સર્વિસ ઉમેરવામાં આવી છે. જો તમારે જાણવું હોય કે ટ્રેન ક્યાં પહોંચી છે તો માત્ર SMS મોકલો અને તમને થોડીક સેકન્ડોમાં જવાબ મળશે. આ રીતે અમુક તારીખે ટ્રેનની સ્થિતિ, તે કયા સ્ટેશન પર કેટલો સમય રોકાશે કે રૂટની માહિતી પણ ટેક્સ્ટ મેસેજ દ્વારા મેળવી શકાશે.

આ સર્વિસ પાર્સલ મોકલનારાઓ માટે પણ ઉપયોગી છે. કેમ કે, પાર્સલની સ્થિતિ અને સંદર્ભ નંબર સંબંધિત માહિતી તેમના ફોન પર સીધી ઉપલબ્ધ થશે. મતલબ કે ટ્રેન માહિતી માટે હવે લાંબા કોલ કે કાઉન્ટર પર લાઈનની જરૂર રહેશે નહીં.

વધુ વાંચો : હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય, શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય

139 નંબર માત્ર માહિતી પૂરી પાડવા માટે નથી. મુસાફરો તેમની ફરિયાદો નોંધાવવા માટે પણ SMS મોકલી શકે છે. પછી ભલે તે ટ્રેનમાં સ્વચ્છતાનો અભાવ હોય, પાણીની તંગી હોય, કોચમાં કોઈ સમસ્યા હોય. આ  માહિતી મેસેજ દ્વારા રેલવેને પહોંચાડી શકાય છે. ફરિયાદ નોંધાયા બાદ તે સંબંધિત વિભાગને ફોરવર્ડ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Train Delays Railway Problems Helpline Number

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ