બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 3.5 લાખ કિંમત, 32/KMની માઈલેજ- અચાનક વધ્યું આ કારનું વેચાણ

ઓટો / 3.5 લાખ કિંમત, 32/KMની માઈલેજ- અચાનક વધ્યું આ કારનું વેચાણ

Nirav Kumar

Last Updated: 04:23 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ટ્રી-લેવલ નાની અને હેચબેક કારની બાબતમાં મારુતિ સુઝુકીનું નામ અગ્રેસર છે. જેમાં તેના S-Presso નામના મોડલનું ખુબ વેચાણ થયું છે.

જ્યારે એન્ટ્રી-લેવલ નાની અને હેચબેક કારની વાત આવે છે ત્યારે મારુતિ સુઝુકીનું નામ પહેલા લેવાય છે. આ સેગમેન્ટમાં મારુતિનો પોર્ટફોલિયો સૌથી મોટી છે. જેમાં મે મહિનામાં ઘણી મારુતિ કારોએ સારું પર્ફોમ કર્યું હતું. આ સાથે દેશની સૌથી સસ્તી કારના વેચાણમાં અચાનક 254%નો ઉછાળો જોવા મળ્યો.

અમે મારુતિ S-Presso વિશે વાત કરી રહ્યા છીએ જેની શરૂઆતની કિંમત માત્ર 3.50 લાખ રૂપિયા છે જે દેશની સૌથી સસ્તી કાર છે. જેમાં મે મહિનામાં આ કંપનીએ આ નાની ફેમિલી કારના કુલ 6,388 યુનિટ વેચ્યા છે, જે ગયા વર્ષે મે મહિનામાં વેચાયેલા 1806 યુનિટની સરખામણીમાં 254% વધુ છે.

vtv hiring

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લાગુ કરાયેલા નવા GST સુધારા બાદ, S-પ્રેસોએ બ્રાન્ડની Alto K10 ને પાછળ છોડી દેશની સૌથી સસ્તી કાર બની છે. S-Presso ની શરૂઆત 3.50 લાખ રૂપિયાથી થાય છે, જેનું ઓટોમેટિક વેરિઅન્ટ 4.75 લાખ રૂપિયાથી શરૂ થાય છે, અને CNG વેરિઅન્ટ 4.62 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

  • ફીચર્સ અને સ્પેસિફિકેશન

મારુતિ S-Presso 1.0-લિટર K-સિરીઝ પેટ્રોલ એન્જિન દ્વારા ચાલે છે જે 67 PS પાવર અને 89 Nm ટોર્ક પેદા કરે છે. તેમાં 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી સુવિધાઓ સાથે આવે છે. આ નાની કારનું પેટ્રોલ વેરિઅન્ટ 24.76 kmpl સુધીનું માઇલેજ આપે છે અને CNG વેરિઅન્ટ 32.73 km/kg સુધીનું માઇલેજ આપે છે.

વધુ વાંચો : આ કાર ભારતમાં હંમેશા માટે બંધ, વધેલા સ્ટોક પર આવ્યું 4 લાખનું ડિસ્કાઉન્ટ

આ મારુતિ S-Presso ની લંબાઈ 3,565 mm, પહોળાઈ 1,520 mm અને વ્હીલબેઝ 2,380 mm છે. તે 180 મીમીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે છે. આ કાર ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS, રીઅર પાર્કિંગ સેન્સર, ESP અને હિલ હોલ્ડ આસિસ્ટ જેવી સેફટી સુવિધાઓ સાથે આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maruti Suzuki S Presso Entry Level Cars
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ