બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આ કાર ભારતમાં હંમેશા માટે બંધ, વધેલા સ્ટોક પર આવ્યું 4 લાખનું ડિસ્કાઉન્ટ

ઓટો / આ કાર ભારતમાં હંમેશા માટે બંધ, વધેલા સ્ટોક પર આવ્યું 4 લાખનું ડિસ્કાઉન્ટ

Nirav Kumar

Last Updated: 02:14 AM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

JSW MG મોટર ઇન્ડિયાએ ભારતમાં ગ્લોસ્ટર SUV ને હટાવી દીધી છે. જેમાં હવે તેની જગ્યા Magester લેશે. ચાલો તેના ફીચર્સ વિષે જાણીએ.

JSW MG મોટર ઇન્ડિયાએ તેની વેબસાઇટ પરથી ગ્લોસ્ટર SUV દૂર કરી દીધી છે. આ 7-સીટર SUV ને Magester દ્વારા રિપ્લેસ કરવામાં આવી છે. છેલ્લા 5 મહિનામાં આ કારનું એક પણ યુનિટ વેચાયું નથી. હવે બાકી રહેલ સ્ટોક સાફ કરવા માટે કંપની 4 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ડિસ્કાઉન્ટમાં 3.5 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 50,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. SUV ની એક્સ-શોરૂમ કિંમતો 38.33 લાખ થી 42.49 લાખ રૂપિયા સુધીની છે.

ભારતીય માર્કેટમાં તે ટોયોટા ફોર્ચ્યુનર, જીપ મેરિડિયન અને સ્કોડા કોડિયાક સાથે સ્પર્ધા કરે છે. કંપનીએ Magester ના લોન્ચ સમયે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે Gloster નું વેચાણ ચાલુ રાખશે, પરંતુ હવે તેને તેની વેબસાઇટ પરથી 7-સીટર SUV ને દૂર કરી દીધી છે.

જ્યારે વિન્ડસર લોન્ચ કરવામાં આવી હતી ત્યારે કંપની એવી ઓફર આપી રહી હતી જે માનવામાં મુશ્કેલ હતું. જેમાં 1 જાન્યુઆરી 2025 પહેલાં વિન્ડસરની ડિલિવરી લેનારા ખરીદદારો માટે MG એ માલિકીના પહેલા વર્ષ માટે અનલિમિટેડ ફ્રી પબ્લિક ચાર્જિંગનો વાયદો કર્યો હતો. આનાથી વિન્ડસરને પ્રસિદ્ધિ મળી હતી. જેના લીધે તે ભારતમાં EVsમાં માર્કેટ લીડર બની હતી. પણ કંપનીને ટૂંક સમયમાં જ ખ્યાલ આવ્યો કે આ ઈમ્પોસીબલછે અને તેને માત્ર 40 દિવસ બાદ તેની ઓફર પાછી ખેંચી લીધી.

vtv hiring 2
  • MG Gloster ના ફીચર્સ અને સ્પેસીફીકેશન

MG Gloster 2WD અને 4WD ઓપ્શનમાં આવે છે. તેના ઇન્ટરનલ બેજિંગ મેટલ બ્લેક અને મેટલ એશ કલરમાં હાઈલાઈટ કરવામાં આવ્યું છે. જેમાં ડાર્ક થીમ રૂફ રેલ, સ્મોક્ડ બ્લેક ટેલલાઇટ્સ, વિન્ડો સરાઉન્ડ્સ, ફેંડર્સ અને ફોગ ગાર્નિશ પર પણ લઈ જવામાં આવી છે. આ પ્રીમિયમ SUV માં રેડ સ્ટીચિંગ સાથે ડાર્ક-થીમ બેસ્ડ લેધરની સીટ અપહોલ્સ્ટરી આવે છે. ગ્લોસ્ટર બ્લેકસ્ટોર્મ વેરિઅન્ટમાં પણ ખરીદી શકાય છે.

આ કાર 2.0-લિટર ટર્બો ડીઝલ એન્જિન સાથે આવે છે જે 161.5 bhp અને 373.5 Nm ટોર્ક પેદા કરે છે. બીજો ઓપ્શન 2.0-લિટર ટ્વીન-ટર્બો ડીઝલ એન્જિનનો છે જે 215.5 bhp અને 478.5 Nm ટોર્ક પેદા કરે છે. બંને એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે કનેક્ટેડ છે.

આ પ્રીમિયમ SUV માં ડ્યુઅલ પેનોરેમિક ઇલેક્ટ્રિક સનરૂફ, 12-વે પાવર એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ડ્રાઇવર સીટ મસાજ અને વેન્ટિલેશન ફીચર અને સેન્ડ, ઇકો, સ્પોર્ટ, નોર્મલ, રોક, સ્નો અને મડ જેવા ઓલ-ટેરેન રાઇડિંગ મોડ્સ આવે છે.

વધુ વાંચો : દમદાર લુક, પાવરફુલ એન્જિન, TVS લાવી રહ્યું છે 160 સીસીનું સ્કૂટર, જાણો ખાસિયતો

તો આ SUV માં સેફટી માટે એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ આવે છે, જેમાં એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ, ઓટોમેટિક પાર્કિંગ આસિસ્ટ, ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, લેન ડિપાર્ચર વોર્નિંગ, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, ડોર ઓપન વોર્નિંગ , રીઅર ક્રોસ ટ્રાફિક એલર્ટ, લેન ચેન્જ આસિસ્ટ અને ડ્રાઇવર ફેટીગ રિમાઇન્ડર સિસ્ટમનો સમાવેશ થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gloster SUV Magester JSW MG Motor
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ