ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / મુંબઈ / હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય, શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય

મહારાષ્ટ્ર / હવે મતદાન સમયે માર્કર પેનનો ઉપયોગ નહીં થાય, શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:19 PM, 16 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maharashtra News: મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે શાહી માટે માર્કર પેનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

Maharashtra News: મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે શાહી માટે માર્કર પેનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. વિપક્ષી શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેએ મતદાન પ્રક્રિયામાં ખામીઓ અંગે ચૂંટણી પંચ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, જેના કારણે પંચે શાહી વિવાદની તપાસનો આદેશ આપ્યો હતો.

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે શાહી માટે માર્કર પેન પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પંચે આગામી જિલ્લા પરિષદની ચૂંટણીઓ માટે આ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે શાહી વિવાદની તપાસનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે બીએમસી ચૂંટણી દરમિયાન એવું બહાર આવ્યું હતું કે મતદાન પછી લગાવવામાં આવેલી શાહી સરળતાથી ભૂંસાઇ જતી હતી.

voting

શાહી વિવાદ શું છે?

મતદાન પછી મતદારોની આંગળીઓ પર લગાવવામાં આવતી અમીટ શાહી ઝાંખી પડવાની ફરિયાદોએ રાજકીય ગરમાવો વધાર્યો હતો. કલ્યાણથી MNS ઉમેદવાર ઉર્મિલા તાંબેએ સૌપ્રથમ આ મુદ્દો ઉઠાવ્યો હતો, રાજ્ય ચૂંટણી પંચ પર શાસક પક્ષની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

મતદાન દરમિયાન વિપક્ષી શિવસેના (યુટીબી) ના વડા ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચની ટીકા કરી હતી. મતદાન પ્રક્રિયામાં ખામીઓનો ઉલ્લેખ કરીને ઠાકરેએ આરોપ લગાવ્યો કે મતદાન કર્યા પછી આંગળીઓ પરની શાહી સરળતાથી ભૂંસી નાખવામાં આવતી હતી. આ માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવવું જોઈએ.

ઉર્મિલા તાંબેની ફરિયાદ બાદ મીડિયા કર્મચારીઓએ આ બાબતની તપાસ કરી, જેમાં ચોંકાવનારા પરિણામો બહાર આવ્યા. પ્રયોગમાં જાણવા મળ્યું કે આંગળીના નિશાન પર એસીટોન લગાવતાની સાથે જ શાહી તરત જ ભુસાઇ ગઈ. મનસે ઉમેદવારનો આરોપ છે કે ચૂંટણી પંચ જાણી જોઈને શાહીનો ઉપયોગ કરી રહ્યું છે જેનાથી ફર્જી વોટિંગ દ્વારા શાસક પક્ષને ફાયદો થઇ શકે છે.

voting-1

બીએમસી કમિશનર ભૂષણ ગગરાણીએ પણ સહમતિ વ્યક્ત કરી કે માર્કર પેનથી બનાવેલ નિશાન કાયમી નથી અને તેને સરળતાથી ભૂંસી શકાય છે. જોકે, ચૂંટણી પંચના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) એ આ પ્રથાનો બચાવ કરતા કહ્યું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ માટે આ પરંપરાગત પદ્ધતિ છે. તેમણે સ્પષ્ટતા કરી કે 2012 થી ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, અને આ વખતે પણ તે જ કરવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર હુમલો કર્યો

આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ શાહી વિવાદ વચ્ચે શુક્રવારે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ નાગરિકોને "ગેસલાઇટ" કરી રહ્યું છે. વધુમાં મહારાષ્ટ્ર નિકાય ચૂંટણીના પરિણામોમાં ભાજપની મજબૂત લીડ વચ્ચે રાહુલ ગાંધીએ ફરી એકવાર "વોટ ચોરી" ના આરોપનો પુનરોચ્ચાર કર્યો. આ ચૂંટણીઓની ગણતરી હાલમાં ચાલી રહી છે.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, "ચૂંટણી પંચ દ્વારા નાગરિકો પર ગેસલાઇટિંગ એ બતાવે છે આપણા લોકશાહીમાં વિશ્વાસ કેટલો ઓછો થઈ ગયો છે. મત ચોરી એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે."

vtv app promotion

આ પણ વાંચોઃ 1 એપ્રિલથી દેશભરના નેશનલ હાઇવે પર કેશ ટોલ થશે બંધ, માત્ર FASTag કે UPIથી જ થશે ચૂકવણી

ચૂંટણી પંચે આ વિવાદનો જવાબ આપતા કહ્યું

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે જણાવ્યું હતું કે મતદારોમાં તેમની આંગળી પર લગાવેલી શાહી ભૂંસી નાખવાનો પ્રયાસ કરીને ભ્રમ ઊભો કરવો એક પ્રકારની ગડબડી છે. જો કોઈ શાહી ભૂંસી નાખ્યા પછી ફરીથી મતદાન કરવાનો પ્રયાસ કરતો જોવા મળશે, તો તેમની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટતા કરી હતી કે જો કોઈ મતદાર શાહી ભૂંસી નાખીને ગેરરીતિ કરવાનો પ્રયાસ કરશે તો પણ તે ફરીથી મતદાન કરી શકશે નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra State Election Commission Maharashtra News Voting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ