બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / પાણીમાં ડૂબવા પર પણ ફોન નહીં થાય ખરાબ, મળી ગઈ સિક્રેટ ટ્રિક
Last Updated: 08:24 PM, 14 June 2026
જો કોઈ મોંઘો ફોન પાણીમાં પડી જાય તો તે બગડી શકે છે. કોઈ પણ ઇચ્છતું નથી કે તેમનો ફોન બગડે કે પાણીમાં પડી જાય. ભૂલો કોઈની પણ સાથે થઈ શકે છે. દર વર્ષે લાખો લોકોના ફોન અજાણતાં પાણીમાં પડી જાય છે. જો તમારો ફોન પાણીમાં પડી જાય તો ચિંતા કરવાને બદલે શાંતિથી કાર્ય કરો. જો તમે પહેલી થોડી મિનિટોમાં જે કરો છો તે નક્કી કરી શકે છે કે તમારો ફોન ટકી રહેશે કે તેના માટે મોટો ખર્ચ થશે. અમુક ઝડપી પગલાં લેવાથી, કેટલીક સામાન્ય ભૂલો ટાળવાથી અને તમારા ફોનને સુરક્ષિત રીતે સૂકવવાથી કાયમી નુકસાન થતું અટકાવી શકાય છે.
ADVERTISEMENT
જ્યારે આજે મોટાભાગના ફોન વોટર .રજિસ્ટન્સ છે તેનો અર્થ એ નથી કે તે સંપૂર્ણપણે વોટરપ્રૂફ હોય છે. IP67 કે IP68 રેટિંગવાળા ફોન પણ લાંબા સમય સુધી પાણીમાં રહેવાથી નુકસાન થઈ શકે છે. મીઠું પાણી, સાબુવાળું પાણી કે બીજા પ્રવાહી ફોનની અંદર કણો છોડીને પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. જો તમારો ફોન પાણીમાં પડી જાય તો તમારે નીચે મુજબના તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
ફોનને તરત જ પાણીમાંથી કાઢી નાખો. જો તે હજુ પણ ચાલુ હોય તો તેને બંધ કરો. ચાર્જર, ઇયરફોન, સિમ કાર્ડ ટ્રે અથવા ફોન કેસ જેવી એસેસરીઝ દૂર કરો. નરમ કપડા કે ટીશ્યુનો ઉપયોગ કરીને બાહ્ય ભાગને સૂકવો. ચાર્જિંગ પોર્ટને ઊંધો રાખો જેથી કોઈપણ ફસાયેલુ પાણીને બહાર કાઢવામાં મદદ મળે.
ADVERTISEMENT

જો તમારા ફોનમાં રીમુવ કરી શકાય તેવી બેટરી હોય તો તેને તરત જ દૂર કરો. આજે મોટાભાગના ફોન આ સુવિધા આપતા નથી. ટોપના સ્માર્ટફોન બ્રાન્ડ્સ પણ યુઝર્સને ફોનને ફરીથી ચાર્જ કરતા પહેલા અમુક કલાકો સુધી સૂકા, સારી રીતે વેન્ટિલેટેડ વિસ્તારમાં રાખવાની સલાહ આપે છે. ભીના ફોનને ચાર્જ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ વધી શકે છે, જે ખર્ચાળ રીપેરીંગ કામ તરફ દોરી શકે છે. આ સિવાય ઉતાવળમાં પગલાં ટાળવાની સલાહ આપે છે.
ADVERTISEMENT
નિષ્ણાતો કહે છે કે ચોખા અંદરની ભેજને યોગ્ય રીતે સૂકવી શકતા નથી અને ધૂળના કણો પોર્ટમાં પ્રવેશી શકે છે. હેર ડ્રાયરનો ઉપયોગ કરશો નહીં. કેમ કે, ગરમ હવા ફોનમાં પાણી ઊંડે સુધી ધકેલાઈ શકે છે કે ભાગોને નુકસાન પહોંચાડી શકે છે. ફોનને જોરશોરથી હલાવો નહીં આ અંદર ભેજ ફેલાવી શકે છે. તેને તાત્કાલિક ચાર્જ કરશો નહીં કેમ કે જો ફોન ચાલુ થઈ જાય તો પણ તેને ચાર્જ કરવા માટે ઉતાવળ કરશો નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ફોન કેટલો ભીનો છે તેના આધારે, તેને ચાર્જ કરતા પહેલા ઓછામાં ઓછા 24 થી 48 કલાક રાહ જોવાની ભલામણ કરવામાં આવે છે. જો સ્ક્રીન ઝબકતી હોય, સ્પીકર મફલ થતો હોય, કે તે ચાર્જ થતો ન હોય તો તમારે તેને કોઈ પ્રોફેશનલ દ્વારા રિપેર કરાવવાની જરૂર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.