બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / 'Sorry આન્ટી, મેને આપકો દેખા નહીં', અને લેડી ક્રિમિનલે ઘડી કાઢી મોતની સ્ક્રિપ્ટ, કહાની કમકમાટીભરી
Last Updated: 09:00 AM, 13 July 2025
ચહેરો માસૂમ, ઇરાદો ખૌફનાક
ADVERTISEMENT
ઇન્દોરના ચળકતા-ભળકતા રસ્તા અને શ્રીનગરનો ઓર્બિટ મોલ, જેને એક એવી કહાનીને અંજામ આપ્યો કે જે કોઇ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી. ખલનાયિકા નેહા વર્મા, ઉંમર 23 વર્ષ અને ચહેરો તો જાણે માસૂમ બાળક, પરંતુ અંદરથી પૈસાની જે તલપ હતી તેને આખી જીંદગીને યુટર્ન અપાવી દીધો. એશો આરામની જીંદગી, તિજોરી ભરીને રૂપિયા હોય, શાનદાર કાર હોય અને આલિશાન બંગલો હોય, બીજું જોઇએ શું જેવાં સપનાઓ જોતી, એજ તેને લઇ જાય છે નર્કના રસ્તા તરફ. આ સપનાઓ તેને એક એવી દિશા તરફ લઈ જાય છે કે જ્યાંથી પરત ફરવાનો એકમાત્ર રસ્તો હતો ક્રાઇમની દુનિયા.
આ પણ વાંચો: કેસ એક, પુરાવા અનેક, છતાંય 25 વર્ષે આરોપીને પકડવામાં પોલીસ નાકામ, મગજના તાર હલાવી દેશે આ મર્ડર મિસ્ટ્રી
ADVERTISEMENT
મૉલમાં રચાઇ મોતની સ્ક્રિપ્ટ
29 જૂન 2011નો એ દિવસ, જ્યારે ઑર્બિટ મોલમાં કલબલ-કલબલ વાતાવરણ હતું, ત્યાંજ કહાનીની મુખ્ય ખલનાયિકા નેહાની નજર પડી એક મહિલા પર. ઉંમર 45 વર્ષ, ગળામાં ભપકાદાર જ્વેલરી, હાથોમાં હતી મોંઘા શોરૂમની બેગ્સ, પત્ની બેંક મેનેજરની, અને નામ હતું મેઘા દેશપાંડે. અને નેહાએ જઇને ડાયરેક્ટ કહ્યું 'આન્ટી સૉરી! મે તમને જોયા નહીં...'. અને અહીંથી જ શરૂ થયો કહાનીનો અસલી ખેલ.
ADVERTISEMENT
ખબર નહીં, નેહાના મગજમાં શું ચાલતું હતું, એ ઓચિંતા આન્ટીને કહી દીધું Sorry. અને માફી માંગી તોય એવી રીતે કે જાણે કોઇ મોટી ભૂલ ના કરી દીધી હોય. નેહાના અવાજમાં જ એવી મીઠાશ હતી કે મેઘા દેશપાંડેનું હ્રદય પીગળી ગયું. નેહાએ સ્ફૂર્તીથી મેઘાનો સામાન ઉપાડ્યો, અને તેની કાર સુધી મૂકી આવી. હવે શરૂ થયો વાતચીતનો દોર. એમાંય પાછું રહી જતું હતું તો મેઘાએ નેહામાં પોતાની જ દીકરી શાલુને જોઇ. એટલે મેઘાએ તુરંત નેહાને ઘરે આવવાનું આમંત્રણ આપી દીધું.
દોસ્તીના નામે દગો
ADVERTISEMENT
ધીરે-ધીરે વાતચીતનો સિલસિલો એટલો આગળ વધી ગયો કે નેહાએ મેઘાને પોતાની જાળમાં ફસાવવાનું શરૂ કરી દીધું. તેણીએ કહ્યું કે, 'પોતે એક બ્યુટિશિયન છે.' એ દરમ્યાન તેના શબ્દોમાં પણ એટલી નિર્દોષતા હતી કે મેઘાનો વિશ્વાસ જીતવો એ નેહા માટે કોઈ મોટી વાત નહોતી. ધીરે-ધીરે આ મુલાકાતો દોસ્તીમાં પરિણમી. કારણ કે મેઘાને તો નેહામાં પોતાની દીકરી દેખાતી. એટલે મેઘાને તો એવું જ લાગતું કે, આ તો મારી દીકરી જેવી જ છે, માસૂમ, મહેનતું અને પ્રેમાળ. પરંતુ મેઘાને ક્યાં ખબર હતી કે તેના બધા જ પાસા ઉલટા પડવાના. કારણ કે નેહાના હ્રદયમાં દોસ્તી નહીં, પરંતુ મગજમાં એક ખૌફનાક કહાની લખાઇ રહી હતી.
ADVERTISEMENT
એ ગોઝારો દિવસ
29 જૂન, 2011નો બપોરનો એ સમય, કે જ્યારે મેઘાની 21 વર્ષીય દીકરી અશ્લેષા અને મેઘાની માતા રોહિણી ઘર પર જ હતા. એજ સમયે ત્યાં ઘરે આવી પહોંચી નેહા. મેઘાને મળવાના બહાને નેહા સીધી ઘરે આવી ગઇ. એ પણ કંઇક બ્યુટી પ્રોડક્ટ્સ વિશે વાતચીત કરવાના બહાને. એટલે લિવિંગ રૂમમાં નેહા-મેઘા બંને પોતાની વાતોમાં મશગૂલ હતા. દરમ્યાન અચાનક નેહાએ અપનાવી ખૌફનાક યુક્તિ. અને મેઘાને કહ્યું 'આન્ટી, મને પ્રોડક્ટ્સમાં થોડીક મૂંઝવણ છે, તો હું મારા બોયફ્રેન્ડ રાહુલને બોલાવી લઉં?' પરંતુ મેઘાને ગંધ સુદ્ધાં ન આવી, કે નેહા કંઇક નવાજૂની કરવાના મૂડમાં છે અને તરત કહી દીધું 'હા બોલાવી લે, એમાં શું વાંધો છે.' અને નેહાએ લગાવ્યો રાહુલને ફોન.
ADVERTISEMENT
હવે નેહા અને રાહુલે પહેલેથી જ એવો માસ્ટર પ્લાન બનાવી દીધેલો કે રાહુલ રાહ જોઇને જ બેઠેલો કે ક્યારે નેહાનો કોલ આવે. જોતજોતામાં જ મેઘાના ઘરનો બેલ રણક્યો. દરવાજો ખોલ્યો તો નીકળ્યો નેહાનો બોયફ્રેન્ડ. ધીરેકથી રાહુલ અંદર આવ્યો, એ પણ એવા અંદાજમાં અંદર આવ્યો કે જાણે પરિસ્થિતિનો તાગ ના મેળવવાનો હોય. સાથે તેનો મિત્ર મનોજ પણ હતો. દરમ્યાન થોડી જ વારમાં જે ઘટના ઘટી તેની મેઘાએ કદાચ સપનેય કલ્પના નહીં કરી હોય. કારણ કે હજુ તો મેઘા અંદર પ્રવેશે ત્યાંજ મેઘાને કાને અથડાયો ધાંય-ધાંય ગોળીઓનો અવાજ. ત્યાં જ રાહુલ-મનોજે મેઘા પર શરૂ કરી દીધું તાબડતોબ ફાયરિંગ. ગોળીઓનો અવાજ સંભળાતા જ અશ્લેષા-રોહિણી પણ પોતાના રૂમમાંથી બહાર દોડી આવી, અને તેઓ પણ આ ખૂની ખેલનો શિકાર બની ગયા. પરંતુ થયું એવું કે બંદૂકની ગોળીઓ જ ખતમ થઇ ગઇ, તો શું જવા દીધા એમ? ના, ત્યાં જ મનોજ-રાહુલે કર્યો ચપ્પાથી હુમલો. મિનિટોમાં જ મેઘા, અશ્લેષા અને રોહિણીનો શ્વાસ થંભી ગયો, થોડી વાર પહેલા ઘરમાં જે કલબલ-કલબલનો માહોલ હતો, ત્યાં હવે લોહીના ખાબોચિયા દેખાવા લાગ્યા. ઘરમાં એવો સન્નાટો છવાઇ ગયો કે જાણે ઘરમાં કોઇ રહેતું જ ના હોય.
બીજી તરફ નેહાને તો એવું લાગવા લાગ્યું કે હાશ, હવે મારું સપનું પૂરું થયું. એવાં વિચારની સાથે જ નેહાએ ત્રણેય લાશો પરથી ફટાફટ જ્વેલરી ઉતારી દીધી. સાથે રાહુલ-મનોજ સાથે મળીને ઘરમાં મૂકેલી રોકડ રકમ સહિત કિમતી સામાન પણ લૂંટી લીધો, અને હળવા પગે ત્રણેય ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયા. જાણે કે કંઇ થયું જ ના હોય. એ જ દિવસે સમય જતા મેઘાનો પતિ ઘરે પરત ફર્યો, ત્યારે તેને નજર સમક્ષ જે દ્રશ્ય જોયું તેને જોતા જ તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઇ. કારણ કે તેની નજર સમક્ષ હતી પત્ની, પુત્રી અને સાસુની ડેડબોડી. જેને જોતા જ તે ધડામ દઇને જમીન પર પટકાયો. પછી હળવેકથી શાંત ચિત્તે લગાવ્યો પોલીસને ફોન. એ પણ અચકાતા-અચકાતા, કારણ કે તેની આંખોમાં હતો ડર, અને અવાજમાં હતો એક ખૌફ. તોય રડતા અવાજે પોલીસને કહ્યું 'સાહેબ, મારો પરિવાર વિખેરાઇ ગયો. જલ્દીથી મારા ઘરે આવો.' ત્યાંજ જોતજોતામાં ઘરે આવી પહોંચી પોલીસ ટીમ.
આ પણ વાંચો: ખોપડીઓને ટ્રોફીની જેમ સજાવતો, મગજનું સૂપ બનાવીને પીતો આ સીરિયલ કિલર, ડાયરીએ ખોલ્યા ધ્રુજાવી નાખે એવાં રહસ્ય
પોલીસે આવતાની સાથે જ શરૂ કર્યો તપાસનો ધમધમાટ અને લાગી ગઇ પુરાવાની શોધમાં. ત્યાંજ પોલીસને હાથ લાગ્યો એવો સુરાગ કે જાણીને ચોંકી જશો. કારણ કે કહેવાય છે ને ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય છતાંય તે કોઇને કોઇ સુરાગ જરૂરથી છોડીને જતો હોય છે. આ કેસમાં પણ એવું જ થયું. રાહુલે ફાયરિંગમાં એવી ઉતાવળ કરી નાખી કે ગોળી તેના જ પગમાં આવીને ઘૂસી ગઇ અને જવું પડ્યું હોસ્પિટલ, બસ અહીંથી જ પોલીસને આરોપી પકડવામાં સફળતા હાથ લાગી. ત્રણેય આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી તો એક માત્ર રાહુલના લીધે. દરમ્યાન જે ખુલાસો થયો તેને જાણતા જ પોલીસ પણ ખુદ અવાક બની ગઇ. કારણ કે તપાસમાં જાણવા મળ્યું કે, નેહા-રાહુલનું તો અફેયર હતું અને બંને લગ્ન કરવાની ફિરાકમાં હતા. પરંતુ હાથ પર નહોતો પૈસો, નહોતી ગાડી કે નહોતો બંગલો. એટલે ચડી ગયા અવળા રસ્તે. જે તેઓને ધકેલી જાય છે જેલની દુનિયા તરફ.
કોર્ટનો ચુકાદો અને સજાનો ખેલ
હવે પોલીસ ત્રણેય આરોપીઓને રજૂ કરે છે કોર્ટમાં. દરમ્યાન થાય છે એવું કે કોર્ટ ત્રણેયને ત્રણ-ત્રણ વાર ફટકારે છે ફાંસીની સજા. 2014માં આ નિર્ણયને હાઇકોર્ટ પણ યથાવત રાખે છે અને કહે છે કે, 'તેઓ દયાને લાયક નથી.' પરંતુ સુપ્રીમ કોર્ટ એવો ચુકાદો આપે છે કે, કેસમાં આવી જાય છે નવો વળાંક. કારણ કે સુપ્રીમ કોર્ટ આ સજાને 25 વર્ષની આજીવન કેદમાં પરિવર્તિત નાખે છે. કારણ કે એવું કહેવાય છે કે, ત્રણેયનું વર્તન જેલમાં ખૂબ જ સારું રહ્યું અને તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ પણ નહોતો. એટલે જ કદાચ સુપ્રીમ કોર્ટ પણ આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારવાને બદલે ત્રણેયને આજીવન કેદ આપવાનો નિર્ણય લે છે.
આ પણ વાંચો: વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
બસ આ જ રીતે જાહોજલાલીના સપનાઓ જોતી નેહાના સપનાઓ પળભરમાં ચકનાચૂર થઇ જાય છે. પરંતુ નેહાનો એ માસૂમ ચહેરો અને ખૌફનાક ષડયંત્રની વાતો આજેય ઇન્દોરની એ ગલીઓમાં ગૂંજતી જોવા મળી રહી છે. કારણ કે હવેલીના સપના જોતી એ નેહાને ક્યાં ખબર હતી કે તે જે રસ્તે જઇ રહી છે તે એકસાથે 6 લોકોની જીંદગી તબાહ કરી નાખશે. અંતે ક્રાઇમ જગતની દુનિયામાં આ કેસ ઓળખાવા લાગે છે 'રેરેસ્ટ ઓફ ધ રેર' કેસ તરીકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.