ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / વિશ્વ / બોલિવૂડ / husband and wife worship amitabh bachchan like bhagwan built huge statue of big b in new jersey

જબરો ફેન / અમેરિકામાં રહેતો આ પરિવાર બચ્ચનને માને છે ભગવાન, 60 લાખનો ખર્ચ કરી ઘરની બહાર લગાવી વિશાળ પ્રતિમા

Published By: Pravin

Last Updated: 07:31 PM, 29 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રહેતા અમિતાભ બચ્ચનના ફેન્સે તેમની વિશાળ કદની પ્રતિમા તેમના નિવાસ સ્થાન બહાર લગાવી છે.

ADVERTISEMENT

  • બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચનના ફેન્સ અમેરિકામાં ઘરની બહાર સ્ટેચ્યૂ લગાવ્યું
  • પરિવાર અમિતાભ બચ્ચનને માને છે ભગવાન
  • 60 લાખનો ખર્ચો કરી 600 લોકોની હાજરીમાં પ્રતિમાનું અનાવરણ કરાયું

બોલિવૂડ એક્ટરના દુનિયાભરમાં ફેન્સ હોય છે. મોટી સંખ્યામાં બિગ બીના ફેન્સ તેમને આદર્શ માને છે, પણ અમે અહીં એક એવા ફેન્સ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, તેમના માટે અમિતાભ બચ્ચન ભગવાનથી જરાંયે કમ નથી. અમિતાભના ફેન્સની દિવાનગી એટલી છે કે, છેક અમેરિકામાં તેની ચર્ચા થઈ રહી છે. 

ઘરની બહાર લગાવી બિગ બીની વિશાળ પ્રતિમા

આ ન્યૂ જર્સીનો પરિવાર છે, જે અમિતાભ બચ્ચનને ભગવાનની માફક પૂજે છે. પરિણામ સ્વરુપ ન્યૂ જર્સીના પતિ પત્નીએ પોતાના ઘરની આગળ તેમની એક વિશાળકાય પ્રતિમા લગાવી દીધી છે. 

અનાવરણના સમયે 600 લોકો એકઠા થયા

ભારતીય અમેરિકી-રિંકૂ અને ગોપી સેઠે પોતાના ઘરની બહાર પ્રતિમા બનાવી અને તેના અનાવરણમાં 600 લોકોને ભેગા કર્યા હતા. નેતા અલ્બર્ટ જસાની દ્વારા અભિનેતાની પ્રતિમાનું ઔપચારિક રીતે અનાવરણ કરાયું હતું. મૂર્તિને એક મોટા કાંચના ડબ્બાની અંદર રાખવામાં આવી છે. એટલુ જ નહીં અનાવરણની સાથે ફટાકડા પણ ફોડ્યા હતા અને ફેન ક્લબના સભ્યોએ ખુબ ડાંસ પણ કર્યો હતો.

તે મારા અને મારી પત્ની માટે ભગવાનથી જરાંયે ઉતરતા નથી

ઈંરનેટ સિક્યોરિટી એન્જીનિયર ગોપી સેઠે જણાવ્યું હતું કે, તે મારા અને મારા પત્ની માટે કોઈ ભગવાનથી જરાંયે ઉતરતા નથી. ગોપી સેઠના પરિવારના ટ્વિટર હેંડલ પર આ કાર્યક્રમની તસ્વીરો શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, શનિવાર 27 ઓગસ્ટના રોજ અમે એડિસન એનજે યુએસમાં પોતાના ઘરની બહાર @SrBachchanની પ્રતિમા લગાવી. બચ્ચનની પ્રતિમાના ઉદ્ધાટન સમારંભમાં મિસ્ટર બચ્ચનના ઘણા બધાં પ્રશંસકો હાજર રહ્યા હતા. 

ફેન્સે અમિતાભ બચ્ચન વિશે કહી આ વાત

સેઠે કહ્યું કે, સૌથી મોટી વાત એ છે કે, મને અમિતાભ બચ્ચન વિશે પ્રેરણા આપે છે. તે ફક્ત તેમની રીલ લાઈફ જ નહીં પણ વાસ્તવિક જીવનમાં પણ ખુદને કેવી રીતે પ્રબંધિત કરે છે, કેવી રીતે બતાવે છે, અને સંવાદ કરે છે. બધુ આપ જાણો છો, તેઓ ખૂબ જમીન સાથે જોડાયેલ શખ્સ છે. તે પોતાના પ્રશંસકોનો ખ્યાલ રાખે છે. તે અન્ય સ્ટારની માફક નથી. એટલા માટે મેં વિચાર્યું કે, મારે તેમનો દરજ્જો ઘરની બહાર રાખવો જોઈએ.

જોઈ લો સ્ટેચ્યૂની કિંમત

સેઠે જણાવ્યું કે, અમિતાભ બચ્ચનને ખબર છે કે, ન્યૂ જર્સીમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તેમણે બચ્ચનનું આ સ્ટેચ્યૂ રાજસ્થાનમાં ડિઝાઈન કરાવ્યું હતું અને ત્યાં જ બનાવડાવ્યું હતું. બાદમાં અમેરિકા મોકલવામાં આવ્યું. તેમની કિંમત $75,000 (લગભગ 60 લાખ રૂપિયા) છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan New Jersey amitabh bachchan statue bhagwan America

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ