બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / હવેથી WhatsApp કે કૉલ પર યુઝ કરી શકશો ChatGPT, એ કઇ રીતે? જુઓ Video

ટેક્નોલોજી / હવેથી WhatsApp કે કૉલ પર યુઝ કરી શકશો ChatGPT, એ કઇ રીતે? જુઓ Video

Last Updated: 01:46 PM, 19 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ChatGPT હવે કૉલ્સ અને વૉટ્સએપ પર પણ વાપરી શકાશે. ઓપનએઆઈએ (OpenAI) તેના ચેટબોટને કોલ અને વોટ્સએપમાં પણ ઉમેર્યા છે. જો કે હાલ બધા માટે આ સર્વિસ ઉપલબ્ધ કરાઇ નથી પણ જ્યાં વ્હોટ્સએપ પર ચેટબોટ છે જેને આ ChatGPT સર્વિસ મળી શકશે. જાણો તમે WhatsApp પર તેનો ઉપયોગ કેવી રીતે કરી શકશો.

OpenAI એ તેના ચેટબોટ ChatGPT નો વિસ્તાર કર્યો છે. અત્યાર સુધી આ ચેટબોટનો ઉપયોગ કરવા માટે તમારે એપ ડાઉનલોડ કરવી પડતી હતી અથવા વેબ વર્ઝનનો ઉપયોગ કરવો પડતો હતો. હવે તમે આ ચેટબોટને વોટ્સએપ અથવા કોલ પર એક્સેસ કરી શકો છો. આ માટે તમારે ફક્ત એક નંબર ડાયલ કરવાનો રહેશે અથવા વોટ્સએપ પર મેસેજ કરવાનો રહેશે અને તમારું કામ થઈ જશે. કંપનીએ કહ્યું છે કે અમેરિકામાં યુઝર્સને કોલ પર ChatGPTની ફ્રી એક્સેસ મળશે, પરંતુ આ એક્સેસ માત્ર 15 મિનિટ માટે જ હશે.

WhatsApp પર ChatGPT કોને મળશે?

જ્યાં પણ ChatGPT સેવા પહેલેથી ઉપલબ્ધ છે ત્યાં ChatGPT WhatsApp પર ઉપલબ્ધ રહેશે. કંપનીએ કહ્યું, 'આને શરૂ કરવા માટે, અમેરિકામાં દર મહિને વૉઇસ કૉલ્સ પર 15 મિનિટની ChatGPT ઍક્સેસ મળશે. હાલના તબક્કે આ એક પ્રયોગાત્મક પગલું છે અને તેથી ઉપલબ્ધતા અને સમય મર્યાદામાં બદલાવ પણ આવી શકે છે.

અદ્યતન સુવિધા માટે પરંપરાગત ChatGPT બેસ્ટ વિકલ્પ

કંપની આ નવી રીતે ChatGPT એ લોકો માટે સરળ મધ્યમથી પહોંચાડવા માંગે છે જેઓએ હજુ સુધી AI નો વપરાશ કર્યો નથી. એક રિપોર્ટ અનુસાર આ ફીચરને થોડા અઠવાડિયામાં જ ડેવલપ કરવામાં આવ્યું છે. ફોન લાઇન પર ChatGPT ને ઍક્સેસ કરવા માટે OpenAI ના રીઅલ-ટાઇમ API નો ઉપયોગ કર્યો છે. જ્યારે GPT 4o Mini WhatsApp પર ઉપલબ્ધ છે. જે API ની મદદથી જોડવામાં આવ્યું છે. જો કે, કંપનીએ સ્પષ્ટતા કરી છે કે જેઓ અદ્યતન સુવિધાઓ, ઉચ્ચ વપરાશ મર્યાદા અને વ્યક્તિગત અનુભવ ઇચ્છતા હોય તેઓએ તેમના પરંપરાગત ChatGPT એકાઉન્ટનો ઉપયોગ કરવો જોઈએ.

વધુ વાંચો: WhatsApp લઇને આવ્યું વધુ એક ન્યૂ ફીચર, સ્ટેટસ અપડેટ પર મળશે આ શાનદાર વિકલ્પ

WhatsApp પર ChatGPT નો ઉપયોગ

યુ.એસ.માં વપરાશકર્તાઓ 1-800-ChatGPT પર કૉલ કરીને આ ચેટબોટને ઍક્સેસ કરી શકે છે. તમે આ ચેટબોટને લેન્ડલાઈન દ્વારા પણ એક્સેસ કરી શકો છો. તેને WhatsApp પર એક્સેસ કરવા માટે તમારે 1-800-242-8478 પર મેસેજ કરવો પડશે. આ નંબર પર મેસેજ કરીને તમે ChatGPT એક્સેસ કરી શકશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Chatbot OpenAI ChatGPT
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ