બ્રેકિંગ ન્યુઝ
Khyati
Last Updated: 06:25 PM, 6 August 2022
ADVERTISEMENT
દેવાધિદેવ મહાદેવને અતિ પ્રિય માસ એટલે શ્રાવણ માસ. શ્રાવણ માસમાં ભગવાન શિવ અને પાર્વતીની સાચા મનથી પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. તેમાં પણ શ્રાવણના સોમવારનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આવો જાણીએ શ્રાવણમાસમાં શિવપાર્વતીની પૂજા કેવી રીતે કરવી અને શું ફળ પ્રાપ્ત થાય.
શ્રાવણમાં સોમવારનું ખાસ મહત્વ
ADVERTISEMENT
શ્રાવણ માસમાં દરેક સોમવારનું વિશેષ મહત્વ છે. શ્રાવણના સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીનું સાચા હૃદયથી ધ્યાન કરવાથી તમામ રોગો અને દોષ દૂર થાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે.
શિવ-પાર્વતીની પૂજાથી મનની ઇચ્છા પુરી થાય છે
કહેવાય છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં બ્રહ્માંડ ચલાવવાની જવાબદારી સ્વીકારે છે. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી સોમવારે સ્વચ્છ વસ્ત્રો પહેરો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને ભગવાન શિવનો જલાભિષેક કરો. ભગવાન શિવને ફૂલ અને બિલિના પાન ચઢાવો. શિવલિંગ પર ગંગાજળમાં કાળા તલ મિક્સ કરીને અર્પણ કરો. ભગવાન શિવને પ્રસાદ તરીકે ઘી અને ખાંડ અર્પણ કરો. નિયમ પ્રમાણે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે.
શિવજીને કરો જલાભિષેક
ભગવાન શિવને પંચામૃત દૂધ, દહીં, ઘી, અમૃત, મધ અર્પણ કરો. ભગવાન શિવને ફળ અને મીઠાઈ અર્પણ કરો. જનોઈ અને વસ્ત્રો પણ અર્પણ કરો. શ્રાવણ માસમાં શિવલિંગના રૂદ્રાભિષેકનું પણ વિશેષ મહત્વ છે. શિવપુરાણ અનુસાર, શ્રાવણ મહિનાના દરેક સોમવારે ઉપવાસ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે. મહામૃત્યુંજય મંત્ર, શિવ પુરાણનો પાઠ, અને સોમવારે રુદ્રાભિષેક કરવાથી રોગ અને દુઃખથી મુક્તિ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.