ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ‘Flying Kremlin’થી AI કેમેરા સુધી, BRICS સમિટમાં વિશ્વના દિગ્ગજ નેતાઓની સુરક્ષા માટે હાઈટેક બંદોબસ્ત
Last Updated: 11:37 PM, 10 September 2026
ADVERTISEMENT
નવી દિલ્હી હવે આગામી BRICS સમિટ માટે સંપૂર્ણરીતે હાઈ એલર્ટ પર રહેશે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાતને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષાનો એવો કડક બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં આ બંને નેતાઓ જ્યાં રોકાશે ત્યાં આસપાસનો વિસ્તાર જાણે સુરક્ષાના કિલ્લામાં ફેરવાઈ ગયો હોય.
ADVERTISEMENT
18મી BRICS સમિટને લઈને ખાસ કરીને પુતિન અને જિનપિંગની સુરક્ષા પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જેમાં પુતિન 11 સપ્ટેમ્બરે જ્યારે જિનપિંગ 12 સપ્ટેમ્બરે દિલ્હી પહોંચવાના છે. આ બંને નેતાઓ પાલમ એરફોર્સ સ્ટેશન પરથી પોતાના-પોતાના હોટેલ સુધી અને ત્યાંથી ભારત મંડપમ સુધી જશે. આ સમગ્ર રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા હાઈ એલર્ટ પર રહેશે.
Delhi: Bharat Mandapam, Mandi House decked up for BRICS Summit; security tightened across city.#BRICS #BRICSSummit #Delhi #BRICSIndia2026 #BRICS2026 pic.twitter.com/YNl9dufnSG
— All India Radio News (@airnewsalerts) September 9, 2026
ADVERTISEMENT
પુતિન માટે ચાર લેયરની સુરક્ષા
પુતિનના સંભવિત રોકાણસ્થળ ITC મૌર્ય હોટેલમાં ચાર સ્તરનું સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી અંદરના ઘેરામાં પુતિનની પોતાની Close Protection Team (CPT) રહેશે જે દરેક ક્ષણે તેમની નજીક રહીને સુરક્ષા સંભાળશે. તેની બહારના ઇનર સર્કલમાં દિલ્હીના સીનીયર પોલીસ અધિકારીઓ રહેશે. ત્યારબાદ મિડલ સર્કલમાં દિલ્હી પોલીસના કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત રહેશે. સૌથી બહારના સર્કલની જવાબદારી સ્થાનિક પોલીસ પાસે રહેશે. અહેવાલ મુજબ પુતિનની પોતાની સુરક્ષા ટીમમાંથી આશરે 25થી 30 કમાન્ડો અને સુરક્ષા અધિકારીઓ તેમની સાથે રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
Delhi: Security arrangements have been intensified at the Sheraton Hotel in Saket ahead of the BRICS Summit, with heavy Delhi Police deployment outside the hotel. pic.twitter.com/wAwA1PXSmg
— IANS (@ians_india) September 10, 2026
જિનપિંગ માટે પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા
ADVERTISEMENT
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સુરક્ષા બંદોબસ્તમાં પણ કોઈ કચાશ રાખવામાં આવી નથી. તેમની સુરક્ષા માટે ચીનની વિશેષ સુરક્ષા ટીમ પહેલેથી જ દિલ્હી પહોંચી ચૂકી છે. જેમાં રાષ્ટ્રાધ્યક્ષ જે માળે રોકાશે ત્યાંથી લઈને હોટેલની છત અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી છે. આ બંને નેતાઓના હોટેલ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે પોલીસ બંદોબસ્ત રહેશે.
VIDEO | Delhi: Ahead of the BRICS Summit, police are on high alert; tight security has been placed along key routes.
— Press Trust of India (@PTI_News) September 10, 2026
Incharge Constable Hukum says, "Under this security arrangement, all VVIP routes are being comprehensively covered using CCTV surveillance. The key highlight of… pic.twitter.com/9fPOS75zPW
ADVERTISEMENT
હોટેલ સ્ટાફથી લઈને રસ્તા સુધી ચેકિંગ
સુરક્ષા એજન્સીઓએ માત્ર હોટેલની બહાર જ નહીં પરંતુ અંદરની વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. જેમાં સંબંધિત હોટેલના કર્મચારીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને તેમના દિલ્હી તેમજ તેમના મૂળ રાજ્યોના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી છે. જેમાં વિદેશી મહેમાનો જે રસ્તે ભારત મંડપમ પહોંચશે તે રૂટ પણ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે આ માર્ગો પર અનેક વખત રિહર્સલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
દિલ્હીને અલગ-અલગ સેક્ટરમાં કરાયું ડીવાઈડ
આમની સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે દિલ્હીને અલગ-અલગ સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે. દરેક સેક્ટરની જવાબદારી DCP કે Additional DCP લેવલના અધિકારીઓને સોંપવામાં આવી છે. BRICSમાં ભાગ લેનારા અન્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો જ્યાં રોકાશે ત્યાં પણ સુરક્ષાની કડક વ્યવસ્થા રહેશે. જેમાં હોટેલોની સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ સીનીયર પોલીસ અધિકારીઓ કરશે. જ્યારે ભારત મંડપમની સુરક્ષાની કમાન સ્પેશિયલ સેલના અધિકારીઓ પાસે રહેશે.
Sources say, "• From 11 September 2026, 01:30 UTC to 13 September 2026, 17:30 UTC, special security rules will apply due to the BRICS Summit.
— ANI (@ANI) September 10, 2026
• No take-offs or landings are allowed at Indira Gandhi International Airport and any other airports within a 300 km radius of Delhi.…
પુતિનનો 11 સપ્ટેમ્બરનો કાર્યક્રમ
પુતિન 11 સપ્ટેમ્બરની રાત્રે આશરે 1:15 વાગ્યે પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચે તેવી યોજના છે. ત્યારબાદ તેઓ હોટેલ જશે. એ જ દિવસે બપોરે લગભગ 3:30 વાગ્યે ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમની બેઠક આયોજિત છે. પુતિન 11થી 13 સપ્ટેમ્બર સુધી ભારતની મુલાકાતે રહેશે અને BRICS સમિટ સિવાય BRICSની 20મી વર્ષગાંઠ સાથે જોડાયેલા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. 11 સપ્ટેમ્બરે તેઓ BRICS બિઝનેસ ફોરમને સંબોધશે અને ભારત-રશિયા વચ્ચેના વેપાર તથા ઉદ્યોગ સંબંધિત કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
Delhi: Security arrangements have been intensified at the Sheraton Hotel in Saket ahead of the BRICS Summit, with heavy Delhi Police deployment outside the hotel. pic.twitter.com/wAwA1PXSmg
— IANS (@ians_india) September 10, 2026
12 સપ્ટેમ્બરથી મુખ્ય BRICS બેઠક
12 સપ્ટેમ્બરથી BRICS નેતાઓની મુખ્ય બેઠક શરૂ થશે. તેમાં વૈશ્વિક રાજકારણ, સુરક્ષા, અર્થતંત્ર, નાણાંકીય સહયોગ અને સાંસ્કૃતિક-માનવીય સંબંધો જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
13 સપ્ટેમ્બરે વિસ્તૃત બેઠક યોજાશે. જેમાં સભ્ય દેશો સિવાય પાર્ટનર અને આમંત્રિત દેશોના પ્રતિનિધિઓ તથા ઇન્ટરનેશનલ સંગઠનોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ સમિટ દરમિયાન થયેલા મહત્વના નિર્ણયો અંતિમ ડોક્યુમેટમાં સામેલ થવાની શક્યતા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 12 સપ્ટેમ્બરની રાત્રે આશરે 12:25 વાગ્યે પાલમ એરપોર્ટ પહોંચશે. જેથી દિલ્હી હવે BRICSના મહાસંમેલન માટે માત્ર રાજદ્વારી નહીં, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ પણ સંપૂર્ણ કિલ્લાબંધીના મૂડમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ