બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વધુ એક રાજીનામું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને પડતા પર પાટું

રાજનીતિ / વધુ એક રાજીનામું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને પડતા પર પાટું

Gautam Purohit

Last Updated: 12:02 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Politics : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, ઉપલેટામાં મહામંત્રીનું રાજીનામું

Rajkot Politics : રાજકોટની રાજનીતિને લઈ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. હવે ઉપલેટા તાલુકામાં પક્ષને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટા તાલુકા કોંગ્રેસના મહામંત્રી તરીકે કાર્યરત સિરાજ ખેભરે પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી પક્ષમાં સક્રિય રહી કાર્ય કરી રહ્યા હતા અને સ્થાનિક સ્તરે સારી ઓળખ ધરાવતા હતા. ચૂંટણી પહેલા જ પક્ષમાં આ પ્રકારના રાજીનામાઓને કારણે આંતરિક મતભેદો અને અસંતોષ સામે આવી રહ્યો છે. તાજેતરમાં જ જેતપુર વિસ્તારમાં પણ પક્ષના એક પીઢ કાર્યકરે રાજીનામું આપ્યું હતું, જેના પગલે હવે ઉપલેટામાં પણ ભંગાણ સર્જાયું છે.

આ પણ વાંચો : કાર્યકર્તાઓ સાથે બેઠક દરમિયાન અચાનક હાર્ટ એટેકથી કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

આ તરફ સિરાજ ખેભરે પોતાનું રાજીનામું સ્વેચ્છાએ આપ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે પક્ષની અંદરની ગતિવિધિઓ અને અસંતોષ તેના પાછળનું કારણ હોઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આવી ઘટનાઓ પક્ષ માટે પડકારરૂપ બની શકે છે. કારણ કે ચૂંટણી સમયે સંગઠન મજબૂત હોવું જરૂરી હોય છે, પરંતુ હાલ કોંગ્રેસમાં એક પછી એક ઝટકાઓને કારણે સંગઠન પર અસર પડવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

political crisis congress congress resignation upleta politics
Gautam Purohit

Gautam has over 33 years of experience in print and digital media journalism with passion and dedication. With extensive experience in political and administrative reporting at Gujarat’s Secretariat and Legislative Assembly, his interests include social media, wildlife, and agriculture

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ