બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કાર્યકર્તાઓ સાથે બેઠક દરમિયાન અચાનક હાર્ટ એટેકથી કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

ગુજરાત / કાર્યકર્તાઓ સાથે બેઠક દરમિયાન અચાનક હાર્ટ એટેકથી કોંગ્રેસના દિગ્ગજ નેતાનું નિધન

Priykant Shrimali

Last Updated: 08:15 AM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kishore Chikhaliya passes away : સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી વચ્ચે કોંગ્રેસ પક્ષ માટે મોટો આઘાત, કાર્યકર્તાના ઘરે બેઠક દરમિયાનહાર્ટ એટેકથી જિલ્લા પ્રમુખનું નિધન

Kishore Chikhaliya passes away : મોરબીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું અચાનક હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેઓ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સક્રિય ભૂમિકા નિભાવતા હતા અને સ્થાનિક રાજકારણમાં તેમની મજબૂત ઓળખ હતી.

વિગતો મુજબ મહેન્દ્રનગર વિસ્તારમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ સાથે બેઠક માટે ગયેલા કિશોરભાઈને અચાનક તબિયત બગડી હતી. બેઠક દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું. આ ઘટના સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી વચ્ચે બની હોવાથી કોંગ્રેસ પક્ષ માટે મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : PM મોદી ફરી ગુજરાત આવશે, કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

કિશોરભાઈ ચીખલીયા અગાઉ રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને કારોબારી સભ્ય તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા હતા. તેઓને એક મિલનસાર અને લડાયક નેતા તરીકે ઓળખવામાં આવતા હતા, જે કાર્યકર્તાઓ સાથે નજીકથી જોડાયેલા રહેતા હતા.તેમણે ચક્ષુદાનનો સંકલ્પ લીધો હતો, જેના કારણે તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સમર્થકો ભેગા થયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમના અચાનક અવસાનથી સમગ્ર જિલ્લામાં શોકનું વાતાવરણ ફેલાયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Congress Leader Heart Attack Kishor Chikhaliya
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ