બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM મોદી ફરી ગુજરાત આવશે, કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

ગાંધીનગર / PM મોદી ફરી ગુજરાત આવશે, કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

Vishal Khamar

Last Updated: 06:09 PM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 20 હજાર કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી વાવ-થરાદ ખાતેથી 20 હજાર કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

જેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના 10 હજાર 921 કરોડના તેમજ ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ અને મકાન, GIDC, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પ્રવાસન અને આદિજાતિ વિકાસ વિભાગના 8 હજાર 886 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ કડી શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક, ધોળા દિવસે મહિલાને નિશાન બનાવી લૂંટ

પીએમ મોદી તેમના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે, જ્યાં ગાંધીનગરના કોબા ખાતે જૈન ઇતિહાસને સમર્પિત ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કરી અહિંસાનો વૈશ્વિક સંદેશ આપશે. જે બાદ સાણંદમાં 'કેન્સ સેમિકોન પ્લાન્ટ'નું ઉદ્ઘાટન કર્યા બાદ વાવ-થરાદ ખાતે વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar PM Modi Gujarat Gandhinagar News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ