બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કડી શહેરમાં ચેઇન સ્નેચરોનો આતંક, ધોળા દિવસે મહિલાને નિશાન બનાવી લૂંટ
Last Updated: 03:44 PM, 30 March 2026
મહેસાણા જિલ્લાના કડી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. તાજેતરમાં ફરી એકવાર ધોળા દિવસે બનેલી ઘટનાએ શહેરવાસીઓમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.
ADVERTISEMENT

લૂંટારુઓ દોરો લઈ પલાયન થઈ ગયા
ADVERTISEMENT
માહિતી મુજબ કરણનગર રોડ વિસ્તારમાં એક મહિલા મંદિરેથી પરત ફરી રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને નિશાન બનાવી ગળામાંથી દોરો ઝૂંટવી લીધો હતો. ઘટના એટલી ઝડપથી બની કે મહિલાને પ્રતિક્રિયા આપવાનો મોકો પણ મળ્યો નહોતો. લૂંટારુઓ દોરો લઈ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

ADVERTISEMENT
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બાઈક પર આવેલા બે શખ્સો મહિલાને ટાર્ગેટ કરી ઝડપથી લૂંટને અંજામ આપે છે અને પછી ભાગી જાય છે.
ADVERTISEMENT

CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ
ADVERTISEMENT
ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ પણ વધારવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર નજીક રાયપુર કેનાલમાં દુર્ઘટના, બે યુવકોના ડૂબી જવાથી મોત
ADVERTISEMENT
પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી
સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે. લોકોએ પોલીસ તંત્રને વધુ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાઓ મજબૂત કરવાની માંગ કરી છે જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય. પોલીસે નાગરિકોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તરત જ જાણ કરવાની અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.