બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગર નજીક રાયપુર કેનાલમાં દુર્ઘટના, બે યુવકોના ડૂબી જવાથી મોત

દુઃખદ / ગાંધીનગર નજીક રાયપુર કેનાલમાં દુર્ઘટના, બે યુવકોના ડૂબી જવાથી મોત

Vishal Khamar

Last Updated: 03:12 PM, 30 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર નજીક રાયપુર કેનાલમાં પડતા બે યુવકોના મોત નિપજ્યા હતા. પારિવારિક ઝઘડામાં યુવકે ગઈકાલે કેનાલમાં ઝંપલાવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના દેહગામ નજીક પસાર થતી રાયપુર કેનાલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં બે યુવકોના ડૂબી જવાથી મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ બંને યુવકો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના રહેવાસી હતા.

ભારે પ્રવાહના કારણે બંને ડૂબી ગયા

મળતી વિગતો અનુસાર, પારિવારિક ઝઘડાના પગલે એક યુવકે ગઈકાલે ગુસ્સામાં આવી કેનાલમાં ઝંપલાવ્યું હતું. યુવકને બચાવવા તેનો ભાઈ પણ તરત જ કેનાલમાં કૂદી પડ્યો, પરંતુ પાણીના ભારે પ્રવાહને કારણે બંને ડૂબી ગયા હતા.

બે યુવકોના મૃતદેહ મળી આવ્યા

ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બીજા યુવકનો શોધખોળ દરમ્યાન મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ, 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટાની આગાહીસમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ

સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Canal Gandhinagar news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ