બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઇ, કારણ જાણીને ચોંકી જશો

મહેસાણા / ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઇ, કારણ જાણીને ચોંકી જશો

Priyankka Triveddi

Last Updated: 11:45 AM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે એ પહેલા મહેસાણામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અથડામણમાં મહેસાણામાં આ ચૂંટણીએ લોહિયાળ રૂપ લીધું છે. શું છે આ સમગ્ર મામલો વાંચો વિગતે..,

BJP Congress Clash Mehsana: મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. પરંતુ આ વચ્ચે એક દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકીય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક યુવાનનું મૃત્યુ થયું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે.

રાજકીય અથડામણમાં જીવલેણ હુમલો

આ મામલે મળતી માહિતી મુજબ મહેસાણા શહેરના તાવડિયા રોડ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરી પર 4થી 5 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ છરી, લાકડીઓ અને પાઈપ જેવા હથિયારોનો ઉપયોગ કરીને મિતેન પર જીવલેણ હુમલો કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મિતેનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં તો આવ્યો પણ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનામાં મિતેનનો મિત્ર ધીમંત ચૌધરી પણ ઘાયલ થયો છે. જ્યારે સામે પક્ષના કોંગ્રેસ ઉમેદવારના પતિ ભરત ચૌધરીને પણ ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

શું છે ઘટનાની વિગત?

DySP મિલાપ પટેલના જણાવ્યા મુજબ આ ઘટના મોડી રાત્રે બની હતી. મિતેન ચૌધરી અને તેના મિત્રો કારમાં તાવડિયા તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમની ગાડી રોકીને 4થી 5 શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારો અને લાકડી-પાઈપ વડે હુમલો કરતા મિતેનને ગંભીર ઇજાઓ થઈ હતી. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. CCTV ફૂટેજ અને CDRના આધારે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપવા માટે તપાસ તેજ બનાવાઈ છે. કોણ કોણ આરોપીઓ છે અને આ હુમલા પાછળ શું કાવતરું હતું તે અંગે પણ પોલીસ દ્વારા વિગતવાર તપાસ ચાલી રહી છે.

પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ યાત્રા

આ ઘટનાને પગલે આખા વિસ્તારમાં હાલ ભારે તણાવનો માહોલ છે. અને જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મિતેન ચૌધરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેને તાવડિયા ગામે લાવવામાં આવ્યો હતો. અહીં પોલીસની ચુસ્ત હાજરી વચ્ચે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં ચૌધરી સમાજ સહિત ગામના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શાંતિપૂર્ણ રીતે અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સ્ટ્રોંગરૂમથી EVM ડિસ્પેચની કામગીરી શરૂ, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ખડેપગે તૈનાત

ચૂંટણી દરમિયાન શાંતિ જાળવવાની જરૂર

આ ઘટના ચૂંટણી દરમિયાન વધતી રાજકીય તણાવની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવી હિંસક ઘટનાઓ ન બને તે માટે તંત્ર અને રાજકીય પક્ષોએ સંયમ રાખવો જરૂરી છે. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને આવનારા દિવસોમાં વધુ વિગતો બહાર આવશે. ચૂંટણી દરમિયાન શાંતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે. છતાં આવી ઘટના ચિંતા વધારનારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mehsana political clash BJP Congress clash Mehsana Gujarat local election
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ