ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મતદાતાઓ ટાઢાપોરે મતદાન કરવા નીકળજો! 26મી એ ગુજરાતભરમાં ગરમી ભુક્કાં બોલાવશે

હીટવેવ એલર્ટ / મતદાતાઓ ટાઢાપોરે મતદાન કરવા નીકળજો! 26મી એ ગુજરાતભરમાં ગરમી ભુક્કાં બોલાવશે

Published By: Priyankka Triveddi

Last Updated: 12:52 PM, 25 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે રાજ્યભરમાં ચુંટણી યોજવાની છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મતદાઓને ટાઢાપોરે જવાની સલાહ આપી છે. આવતીકાલે રાજ્યમાં ગરમીનો કહેર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ADVERTISEMENT

Gujarat Heatwave: રાજ્યમાં મતદાનને આડે અમુક કલાકો માંડ બાકી છે ત્યારે મતદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના સામે આવી છે. 26 એપ્રિલના રોજ રાજ્યમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. જેને ધ્યાનમાં રાખીને લોકોને ટાઢાપોરે મતદાન કરવા જવાની સલાહ આપવામાં આવી રહી છે. ખાસ કરીને બપોરના સમયે તાપમાન ખૂબ વધી શકે છે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી સવારના સમયગાળામાં મતદાન કરવું વધુ અનુકૂળ રહેશે.

બપોરે વધશે ગરમીનો ત્રાસ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 26 એપ્રિલના દિવસે બપોરે 12 વાગ્યા પછી ગરમી વધુ અકળાવનારી બની શકે છે. ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં 42 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે હોવાને કારણે લોકોમાં અકળામણ વધુ અનુભવાઈ શકે છે. આ પરિસ્થિતિમાં બપોરના સમયમાં બહાર જવું ટાળવું અને પૂરતું પાણી પીવું જરૂરી છે.

મે મહિનામાં વધશે ગરમીનો પ્રભાવ

અંબાલાલના અનુમાન મુજબ મે મહિના સુધી ગરમીનો પ્રભાવ વધુ વધી શકે છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. જોકે, 28 અને 29 એપ્રિલ આસપાસ તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆત દરમિયાન પ્રિમોન્સૂન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ વરસાદ ગરમીમાંથી થોડી રાહત આપશે. પરંતુ ત્યાં સુધી લોકોને સાવચેત રહેવું જરૂરી છે.

આ પણ વાંચો: ભાજપ ઉમેદવારના ભાણાની છરીના ઘા ઝીંકીને હત્યા કરાઇ, કારણ જાણીને ચોંકી જશો

મતદાતાઓ માટે મહત્વપૂર્ણ સલાહ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાતાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સવારના ઠંડા સમયમાં મતદાન કરવા જાય. ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને બપોરના ગરમ સમયમાં બહાર ન નીકળવું જોઈએ. ચૂંટણીના દિવસે સ્વસ્થ અને સુરક્ષિત રહેવા માટે પૂરતું પાણી પીવું, છાંયોવાળા સ્થળે રહેવું અને હળવા કપડાં પહેરવા જેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. રાજ્યમાં લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવા સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું એટલું જ મહત્વપૂર્ણ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

હીટવેવ એલર્ટ ગુજરાત Ambalal Patel weather forecast Gujarat Heatwave

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ