બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે આનંદના સમાચાર, 3.15 લાખ નવા આવાસો-મફત અનાજની જાહેરાત

ગુજરાત બજેટ 2026 / ઘરના ઘરનું સપનું જોતા પરિવારો માટે આનંદના સમાચાર, 3.15 લાખ નવા આવાસો-મફત અનાજની જાહેરાત

Priyankka Triveddi

Last Updated: 01:58 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026: ગુજરાત રાજ્યનું આજે નાણાકીય વર્ષ 2026-27 માટે નાણામંત્રી કનું દેસાઇ સતત પંચમી વાર બજેટ રજૂ કરી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓની ઉપસ્થિતમાં કનુ દેસાઇએ વિકસિત ગુજરાત @ 2047 ને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યું છે.

Gujarat Budget 2026: નાણામંત્રી કનુ દેસાઇ દ્વારા રજૂ વર્ષ 2026-27નું બેજત રજૂ કરવામા આવી રહ્યું છે. જે અંતર્ગત તેમણે ઘણી મોટી અને અગત્યની જાહેરાતો કરી છે. કોમવેલ્થને ધ્યાનમાં રાખીને અને આ ઉપરાંત આદિવાસી જાતિ, શિક્ષણ, વિજ્ઞાનને પણ ધ્યાનમાં રાખીને તેનો બજેટમાં સમાવેશ કરવામા આવ્યો છે ત્યારે આવાસ યોજના માટે પણ બજેટમાં 4272 કરોડ ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે.

‘ઘર સૌના માટે’ સંકલ્પને મજબૂત આધાર

એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર પૂરું પાડવાનો “ઘર સૌના માટે” સંકલ્પ સાકાર કરવા રાજ્ય સરકારે આવાસ યોજનાઓ માટે 4272 રૂપિયા કરોડની જોગવાઈ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના Pradhan Mantri Awas Yojana (ગ્રામીણ અને શહેરી), ડો. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) , પંડિત દિન દયાળ આવાસ યોજના ( Pandit Deendayal Awas Yojana) તેમજ હળપતિ આવાસ યોજના (Halpati Awas Yojana) જેવી વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં આ વર્ષે આશરે 3 લાખ 15 હજારથી વધુ આવાસો પૂર્ણ કરવાની યોજના બનાવવામાં આવી છે. જેથી જરૂરિયાતમંદ પરિવારોને સુરક્ષિત અને સન્માનજનક નિવાસ મળી શકે. આ જોગવાઈ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના જીવનસ્તરમાં સુધારો લાવવાનો અને સર્વાંગી વિકાસને ગતિ આપવાનો સરકારનો હેતુ સ્પષ્ટ થાય છે.

બજેટને લગતી પળેપળની લેટેસ્ટ અપડેટ માટે નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.

આ પણ વાંચો: 'કોંગ્રેસના શાસનમાં શું ધંધા કરતા'તા' વિધાનસભામાં હર્ષ સંઘવી અમિત ચાવડા-શૈલેષ પરમાર પર બગડ્યાં

vtv app promotion

નમો સેન્ટ્રલ લાયબ્રેપી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ડિજિટલ રીડિંગ ઝોન, ઈ-લાઇબ્રેરી, સંશોધન કેન્દ્ર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખાસ વિભાગ અને બાળકો માટે વિશેષ વાંચન વિસ્તાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રાજ્ય સરકારનો હેતુ યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવાનો અને સંશોધન માટે ઉત્તમ માહોલ પૂરું પાડવાનો છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન નશાબંધી પર ચર્ચા થઈ, જે દરમિયાન સતત પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાનું દારૂ અને ડ્રગ્સ પકડાયા હોવાના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. શૈલેષ પરમારે જણાવ્યું કે વિપક્ષ તરીકે અમે ચર્ચામાં સહભાગી થઈએ છીએ. શૈલેષ પરમારે કહ્યું કે અમદાવાદ શહેરમાં કરોડોના દારૂ-ડ્રગ્સ પકડાયા. બે વર્ષમાં 17 કરોડ રૂપિયાનું દારૂ અને 20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Housing for All scheme Gujarat housing budget Gujarat Budget 2026
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ