બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'કોંગ્રેસના શાસનમાં શું ધંધા કરતા'તા' વિધાનસભામાં હર્ષ સંઘવી અમિત ચાવડા-શૈલેષ પરમાર પર બગડ્યાં
Last Updated: 01:26 PM, 18 February 2026
Gujarat Assembly: ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન નશાબંધી પર ચર્ચા થઈ, જે દરમિયાન સતત પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નેતાઓ સામસામે આવી ગયા. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે અમદાવાદ શહેરમાં કરોડો રૂપિયાનું દારૂ અને ડ્રગ્સ પકડાયા હોવાના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. શૈલેષ પરમારે જણાવ્યું કે વિપક્ષ તરીકે અમે ચર્ચામાં સહભાગી થઈએ છીએ. શૈલેષ પરમારે કહ્યું કે અમદાવાદ શહેરમાં કરોડોના દારૂ-ડ્રગ્સ પકડાયા. બે વર્ષમાં 17 કરોડ રૂપિયાનું દારૂ અને 20 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું.
ADVERTISEMENT
શૈલેષ પરમારે કહ્યું, સરકારે સ્વીકાર કર્યો છે 2024 કરતા 2025માં દારૂ અને ડ્રગ્સ વધુ પકડાયો. સરકારે ચિંતા કરી ચૂંટાઈને તમને મોકલ્યા છે. પોલીસને પણ અભિનંદન આપીએ છીએ કે તેમણે દારૂ અને ડ્રગ્સ પકડ્યા. પરંતુ દારૂ પકડાય છે એટલે પીવાય છે એ પણ સાચું છે. નાના પીઆઈ કે પીએસઆઈની બદલી કરીને સંતોષ માનવો ખોટો છે. મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી નથી, જે ખોટું છે. ડીવાયએસપી અને ડીસીપી જેવા અધિકારીઓ સામે સરકારે પગલાં લેવા જોઈએ તેવી માંગ તેમણે ઉઠાવી.
દરમિયાન કોંગ્રેસના અમિત ચાવડાએ પણ નશાબંધીમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે નશાબંધીનો કાયદો અમલમાં છે કે કેમ? દારૂ અને ડ્રગ્સ સહિતના પદાર્થો પકડાવા બાબતે પણ તેમણે સવાલ ઉઠાવ્યા. તેમણે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું હોય તેવી સ્થિતિ હોવાનું જણાવ્યું અને આઈપીએસ અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સરકાર તૈયાર છે કે નહીં તેવો સવાલ કર્યો.
ADVERTISEMENT
ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો જવાબ આપતા કહ્યું કે ગુજરાત પોલીસને અભિનંદન આપું છું. ડંકાની ચોટ પર કહેવા માંગું છું કે સરકારની ગંભીરતાપૂર્વકની કામગીરીના કારણે આટલા આંકડા દેખાય છે. તેમણે કહ્યું કે હજુ 316 ગુનેગારો પકડવાના બાકી છે અને ઘણા ગુનેગારો એવા છે જેમના પર વધુ ગુનાઓ છે. જ્યારે છૂટે ત્યારે એવા ગુનેગારોને ફરીથી પકડી લેવામાં આવે છે.

ADVERTISEMENT
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે એરપોર્ટ પર થયેલી કાર્યવાહી પરથી અંદાજો આવે. સુરત એરપોર્ટ પર ડ્રગ્સ સાથે ચેન્નઈના રિસીવરને પકડ્યા. પોલીસે હાઈવે પર પણ ડ્રગ્સ પકડ્યું છે. ગઈકાલે એટીએસએ પાકિસ્તાનથી આવતું 200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું છે. બીજા રાજ્યમાં જતું ડ્રગ્સ પણ ગુજરાત પોલીસે પકડ્યું છે. ડ્રગ્સ પકડવાની કામગીરી ગુજરાત પોલીસે કરી.
ADVERTISEMENT
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે તમારે ગુજરાતને ઉડતું ગુજરાત બનાવવું છે એ ના બની શકે. કોંગ્રેસના શાસનમાં શું ધંધા કરતા હતા એ મારે અહીંયા નથી કહેવું. તમારા કયા મંત્રીની ગાડીમાંથી શું પકડાયું એ ખબર છે. નશાબંધીની ચર્ચા દરમિયાન ગૃહમાં હોબાળો થયો. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ ગુસ્સે થઈને કહ્યું મોહમ્મદ સુરતી કોણ હતું? વિધાનસભા અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સભ્યોને બેસાડીને ગૃહની કામગીરી આગળ વધારી.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.