ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget 2026-27 / અન્ય જિલ્લા / VIDEO : ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા, વિમલ ચુડાસમા સહિતના ધારાસભ્યોનું પ્રદર્શન

બજેટ 2026 / VIDEO : ગાંધીનગરમાં વિધાનસભા બહાર કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડા, વિમલ ચુડાસમા સહિતના ધારાસભ્યોનું પ્રદર્શન

Published By: Priykant Shrimali

Last Updated: 12:46 PM, 18 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Budget 2026 : અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી

ADVERTISEMENT

Gujarat Budget 2026 : આજે ગુજરાતનું બજેટ રજૂ થાય એ પહેલા જ એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના નાણાકીય વર્ષ 2026-27ના બજેટ રજૂ થાય તે પહેલાં જ વિરોધનો રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા બહાર બેનર અને પોસ્ટર સાથે પ્રદર્શન કરીને પોતાની માંગણીઓ ઉઠાવી હતી.

શું છે સમગ્ર મામલો ?

કોંગ્રેસ પક્ષનો આ વિરોધ મુખ્યત્વે રાજ્યમાં ચાલી રહેલી કોન્ટ્રાક્ટ પ્રથાને રદ કરવાની માંગ સાથે જોડાયેલો હતો. પક્ષના નેતાઓએ જણાવ્યું કે, યુવાઓને કાયમી રોજગારી મળવી જોઈએ અને તાત્કાલિક નોકરીની વ્યવસ્થા બંધ થવી જોઈએ. તેઓએ કહ્યું કે, રાજ્યભરમાં યોજાયેલી જન આક્રોશ યાત્રા દરમિયાન લોકો પાસેથી અનેક ફરિયાદો મળી છે અને બજેટમાં એ મુદ્દાઓનો સમાવેશ થવો જરૂરી છે.

શું કહ્યું અમિત ચાવડાએ ?

પ્રદર્શન દરમિયાન અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું કે, અન્ય રાજ્યોમાં મહિલાઓને દર મહિને ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, તો ગુજરાતમાં પણ બહેનોને સમાન સહાય મળવી જોઈએ. તેમણે ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી વર્ગોને વસ્તીના પ્રમાણમાં યોગ્ય બજેટ ફાળવવાની માંગ કરી.

આ પણ વાંચો : ગુજરાતને વધુ મજબૂત કરતું બજેટ હશે, બજેટ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું મોટું નિવેદન

કોંગ્રેસના ધારાસભ્યોએ નાના ઉદ્યોગોને આર્થિક રાહત, કર્જ માફી અને સહાય પેકેજ આપવાની પણ માંગ ઉઠાવી. તેમના મતે, હાલ નાના અને મધ્યમ ઉદ્યોગો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સરકારને બજેટમાં તેમને પ્રાથમિકતા આપવી જોઈએ. વિરોધ દરમિયાન કોંગ્રેસે સરકારને અપીલ કરી કે, માત્ર જાહેરાતો અને વાયદાઓ પૂરતા નથી, પરંતુ પ્રજાના ટેક્સના પૈસા હકીકતમાં લોકો સુધી પહોંચે તેવી અસરકારક યોજના રજૂ કરવી જોઈએ. પક્ષે આશા વ્યક્ત કરી કે સરકાર લોકોની અપેક્ષાઓ મુજબ જવાબદાર અને જનહિતકારક બજેટ રજૂ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Budget 2026 Congress Protest Gandhinagar

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ